માઈક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠ ઉજવાઈ, AI-Copilot દ્વારા CEOનું રોસ્ટિંગ વાયરલ
- માઈક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠ ઉજવાઈ
- CEO સત્યા નડેલા, ભૂતપૂર્વ CEO બિલ ગેટ્સ અને સ્ટીવ એકત્ર થયા
- AI, Copilot દ્વારા દિગ્ગજોનું રોસ્ટિંગ કરાયું
Microsoft's 50th anniversary: CEO સત્યા નડેલા, ભૂતપૂર્વ CEO બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર માઈક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક ખાસ ઈન્ટરવ્યુ માટે એકત્ર થયા હતા. આ ઈન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ માઈક્રોસોફ્ટના AI, Copilot હતો. સત્યા નડેલાએ સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂની કેટલી ફની મોમેન્ટ્સ શેર કરી છે. શેર કરાયેલા વીડિયોમાં Copilot સત્યા નડેલા, બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મરને રોસ્ટ કરે છે. ત્રણેય ટેકનોક્રેટ આ ઈન્ટરવ્યૂની મજા અને હાસ્યનો આનંદ માણતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ Tariff War : ચીને આપ્યો અમેરિકાને જડબાતોડ જવાબ, 34% ટેરિફ લાદ્યો
Copilot મજાકના મૂડમાં
સત્યા નડેલા, બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મરવાળા આ ઈન્ટરવ્યૂમાં સત્યા રમૂજની શરૂઆત કરે છે. સત્યાએ Copilotને ઈન્ટરવ્યૂ પૂર્ણ કરતા પહેલા રોસ્ટ કરવાનું કહ્યું. જેના જવાબમાં Copilot સ્ટીવ બાલ્મરને કહે છે, સ્ટીવ, તારો ઉત્સાહ અદ્ભુત છે, પણ શું તને ડર છે કે એક દિવસ તારી ઊર્જા AIને પણ શોર્ટ-સર્કિટ કરી દેશે?, તમારા ઉત્સાહ પછી રોબોટ્સને પણ કોફી બ્રેકની જરૂર પડે છે. આ સાંભળીને હસતાં હસતાં સ્ટીવ Copilotને કહે છે, યાર, જો તું મને એકલો સંભાળી શકતો નથી, તો તું આખી દુનિયાના લોકોને કેવી રીતે સંભાળીશ?
Copilot દ્વારા બિલ ગેટ્સ પર કટાક્ષ
સ્ટીવ બાદ Copilot દ્વારા બિલ ગેટ્સ પર કટાક્ષ કરવામાં આવ્યો. Copilot દ્વારા બિલ ગેટ્સના ગંભીર ચહેરા પર કટાક્ષ કરવામાં આવ્યો. તેણે કહ્યું, તમારા ગંભીર હાવભાવથી AIને પણ ડર લાગે છે. આ પછી સત્યા નડેલાનો વારો આવ્યો. સત્યાને પુછવામાં આવ્યું કે, શું તમને લાગે છે કે એક દિવસ એવો આવશે જ્યારે કોઈ AI શો ચલાવશે અને તમે પાછળ બેસીને આનંદ માણશો? આ અંગે નાડેલાએ કહ્યું, જે દિવસે AI મારા પ્રિય ક્રિકેટરની જેમ રમવાનું શરૂ કરશે, તે દિવસે AI શો પર કબજો કરી શકશે. આ ફની ક્વેશ્ચન આન્સર્સ બાદ ઈન્ટરવ્યૂ પૂર્ણ થયું.
આ પણ વાંચોઃ Trump Tariff: ભારત પર ટ્રમ્પે એક જ દિવસમાં કેમ ઘટાડી દીધો ટેરિફ?, જાણો નિર્ણય પાછળનું કારણ