Mission Drishti : દુનિયાનું પહેલું "OptoSAR" ટેક્નોલોજી આધારિત સેટેલાઇટ લોન્ચ, જાણો ફાયદા
- Mission Drishti થકી ભારતના સેટેલાઇટ ઉદ્યોગે નવો આયામ સર કર્યો
- ગમે તે સ્થિતિમાં સાફ તસ્વીરો મોકલી શકે તેવી ટેક્નોલોજીથી સજ્જ
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટીમનો શુભકામનાઓ પાઠવી છે
Mission Drishti : બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ગેલેક્સીઆઈએ (GalaxEye) સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ પર તેના દ્રષ્ટિ ઉપગ્રહને લોન્ચ કર્યો (OptoSAR Imaging Satellite) છે. દ્રષ્ટિને વિશ્વનો પ્રથમ ઓપ્ટોએસએઆર ઉપગ્રહ કહેવામાં આવી રહ્યો છે. તેના ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને સિન્થેટિક-એપર્ચર રડાર સેન્સરને કારણે, તે દિવસ હોય કે રાત, વરસાદ હોય કે ચમકારો, ગમે તે પરિસ્થિતીઓમાં સ્પષ્ટ છબીઓ લઈ શકે છે. આ ટેકનોલોજી આપત્તિ રાહત અને માળખાગત આયોજન જેવા કાર્યોમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે, અને જ્યારે જરૂર પડે ત્યારે વિશ્વસનીય છબી પૂરી પાડે છે.
આ પણ વાંચો - Research : કેમેરા-બેટરી નહીં, આ ફીચર જોઇને ફોન ખરીદવાનું ચલણ વધ્યું !
Mission Drishti, 10 દિવસે કોઇ પણ સ્થળની મુલાકાત લઇ શકે
દ્રષ્ટિ ઉપગ્રહ Nvidia ના Jetson Orin પ્લેટફોર્મ દ્વારા સંચાલિત ઓનબોર્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને અવકાશમાં ડેટાનું વિશ્લેષણ કરે છે. તે 1.5 મીટરના રિઝોલ્યુશન પર છબીઓ કેપ્ચર કરે છે, અને દર 7 થી 10 દિવસે પૃથ્વી પર કોઈપણ સ્થાનની ફરી મુલાકાત લઈ શકે છે. ગેલેક્સીઆઈ પાસે પહેલાથી જ 20 થી વધુ દેશોમાં વિતરણ કરાર છે ,અને તેણે ભારતીય સંરક્ષણ અને કૃષિ મંત્રાલયો સાથે આ પ્રોજેક્ટ પર ચર્ચા કરી છે.
Mission Drishti by GalaxEye marks a major achievement in our space journey. The successful launch of the world’s first OptoSAR satellite and the largest privately-built satellite in India is a testament to our youth’s passion for innovation and nation-building.
Heartiest…
— Narendra Modi (@narendramodi) May 3, 2026
વડાપ્રધાને સરાહના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendrabhai Modi) મિશન દ્રષ્ટિ હેઠળ ઓપ્ટોએસએઆર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી અને ગેલેક્સીઆઈના સ્થાપકો અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. એક પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું, "ગેલેક્સીઆઈ દ્વારા મિશન દ્રષ્ટિ એ અવકાશ યાત્રામાં એક મોટી સિદ્ધિ છે." તેમણે વધુમાં કહ્યું, "વિશ્વના પ્રથમ ઓપ્ટોએસએઆર ઉપગ્રહ અને ભારતમાં બનેલા સૌથી મોટા ખાનગી ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે આપણા યુવાનોના નવીનતા અને જુસ્સાનો પુરાવો છે."
આ પણ વાંચો - Ethiopia Creator : ગરીબ પરિવારના યુવકની કલા જોઇને Instagram નો DM


