ન લિંક, ન એપ, ન OTP... છતાં પૈસા ગાયબ! જાણો કેવી રીતે ઠગો તમારા ફોનનો કંટ્રોલ લઈ રહ્યા છે
- સાવધાન! OTP વગર પણ બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી! (Mobile Call Forwarding Scam)
- નવી છેતરપિંડી: માત્ર એક કોડ ડાયલ કરતા જ મોબાઈલ પર ઠગોનો કંટ્રોલ
- ડિલિવરી બોય કે કસ્ટમર કેર બનીને ઠગો કરે છે કોલ
- કૉલ ફોરવર્ડિંગ દ્વારા તમારા OTP અને મેસેજ પહોંચે છે હેકર્સ પાસે
- તરત જ ચેક કરો તમારા ફોનનું સેટિંગ, આ રીતે બચાવો તમારી મહેનતની કમાણી
અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે કોઈને OTP ન આપવો જોઈએ, નહીંતર ખાતું ખાલી થઈ જાય. પણ હવે ઠગોએ એવી માસ્ટર માઈન્ડ ટ્રીક શોધી છે કે તેમને તમારા OTPની જરૂર જ નથી! હા, તમે સાચું વાંચ્યું. માત્ર એક નાનકડો કોડ ડાયલ કરીને ઠગો તમારા આખા ફોનનો કંટ્રોલ લઈ શકે છે.
Mobile Call Forwarding Scam : "સર, તમારું પાર્સલ અટકી ગયું છે!"
આ છેતરપિંડી (Scam) ની શરૂઆત એક સાધારણ કોલથી થાય છે. ઠગ પોતાને ડિલિવરી બોય, કસ્ટમર કેર કે બેંક ઓફિસર ગણાવશે. તે તમને કહેશે કે તમારી કોઈ સર્વિસ બંધ થવાની છે અથવા પાર્સલ માટે તમારે એક વેરિફિકેશન કોડ ડાયલ કરવો પડશે. વિશ્વાસ જીતવા માટે તે તમને કોઈ એપ ડાઉનલોડ કરવા કે લિંક પર ક્લિક કરવા નહીં કહે, માત્ર એક નંબર ડાયલ કરવા કહેશે (જેમ કે 21સંખ્યા#).
Mobile Call Forwarding Scam : શું છે આ 'કૉલ ફોરવર્ડિંગ'ની માયાજાળ?
તમે જેવો એ કોડ ડાયલ કરો છો, તમારા ફોનની તમામ સેટિંગ્સ બદલાઈ જાય છે:
તમારા નંબર પર આવતા તમામ OTP અને મેસેજ ઠગના મોબાઈલ પર જવા લાગે છે.
બેંકમાંથી આવતા કન્ફર્મેશન કોલ્સ પણ તમને આવવાને બદલે ઠગને જાય છે.
પરિણામ? તમારી જાણ બહાર જ તે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે અને તમને મેસેજ પણ નથી મળતો!
તમારી સુરક્ષા તમારા હાથમાં: આટલું ચોક્કસ કરો
આ ડિજિટલ લૂંટથી બચવા માટે આ વાતો ગાંઠે બાંધી લો:
કોઈપણ કોડ ડાયલ ન કરો: અજાણી વ્યક્તિના કહેવા પર ક્યારેય ડાયલ પેડ પર જઈને કોઈ નંબર ડાયલ ન કરો.
સેટિંગ્સ ચેક કરો: તમારા ફોનના Call Settings માં જઈને તપાસો કે કૉલ ફોરવર્ડિંગમાં કોઈ અજાણ્યો નંબર તો નથી ને?
બ્રહ્માસ્ત્ર કોડ: જો તમને શંકા હોય કે તમારો ફોન હેક થયો છે, તો તરત જ ##002# ડાયલ કરો. આનાથી તમામ ફોરવર્ડિંગ સેવાઓ તરત જ રદ થઈ જશે.
ક્વિક ટિપ્સ (Quick Tips)
ડિવાઈસ: એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર આ ખતરો છે.
લક્ષણ: જો અચાનક તમારા ફોન પર કોલ્સ કે મેસેજ આવતા બંધ થઈ જાય, તો સાવધ થઈ જાવ.
ઉપાય: હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) નો ઉપયોગ કરો.
આ પણ વાંચો : Snapchat ની જાહેરાતથી ખળભળાટ, 1 હજાર કર્મચારીઓ પર લટકતી તલવાર


