Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Mobile: માં ગોપનીયતા રાખવા ઈચ્છો છો? આ ટીપ્સ ફોલો કરવાથી Truecaller એકાઉન્ટ થઈ જશે Delete

ટ્રુકોલર એ અજાણ્યા સંપર્ક વિશે જાણવા માટે એક ઉપયોગી એપ્લિકેશન છે. તેમાં કોલ કરનારનું નામ, સ્થાન અને ઇમેઇલ સહિત સરનામા જેવી વિગતો જાણવા મળે છે. પરંતુ આ એપ્લિકેશનથી ગોપનીયતાનું જોખમ પણ ઉભું થાય છે. તેવામાં ઘણા જ યુઝર્સ પોતાનો ડેટા ટ્રુકોલરમાંથી ડિલિટ કરવા માંગતા હોય છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવે તેઓ ડેટા ડિલિટ કરી શકતા નથી. જો તમે પણ ટ્રુકોલરમાંથી તમારી વિગતો દૂર કરવા માંગો છો, તો અહીં સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા શીખો.
mobile  માં ગોપનીયતા રાખવા ઈચ્છો છો  આ ટીપ્સ ફોલો કરવાથી truecaller એકાઉન્ટ થઈ જશે delete
Advertisement
  • Mobile: ટ્રુકોલરમાં નથી રાખવા ઈચ્છતા તમારો ડેટા
  • ટ્રુકોલરથી તમારી ગોપનીયતાને જોખમ હોવાનો છે ભય!
  • સરળ સ્ટેપ્સથી ટ્રુકોલર એકાઉન્ટ ડિલિટ કરો અને સુરક્ષિત રહો       

Mobile: ટ્રુકોલર (Truecaller) એ અજાણ્યા કોલરની વિગતો તપાસવા માટે અત્યંત મદદરૂપ છે. જ્યારે કોઈ સ્પામ અથવા કૌભાંડી કોલર તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ જ ટ્રુકોલર તમને ચેતવણી આપે છે. તમે ટ્રુકોલર ડિરેક્ટરી (Directory) નો ઉપયોગ કરીને તમે ફોન નંબર દ્વારા કોલરનું નામ, સ્થાન અને અન્ય વિગતો ચકાસી શકો છો. તે એ પણ બતાવે છે કે, અન્ય વપરાશકર્તાઓ દ્વારા કોઈ વ્યક્તિને કેટલી વાર સ્પેમ (Spam) તરીકે રિપોર્ટ કરવામાં આવ્યો છે. સ્પામ કોલ આવતાની સાથે તે લાલ રંગ બતાવે છે. જો કે, આનાથી ગોપનીયતા (Privacy) માટે પણ ચિંતાઓ વધી જાય છે. દરેક વ્યક્તિ નથી ઈચ્છતી કે તેની વિગતો સાર્વજનિક થાય. માટે ઘણા લોકો તેમના ટ્રુકોલર એકાઉન્ટ (Truecaller account) ને નિષ્ક્રિય કરવા અને મેન્યુઅલી (Manually) તેમના ફોન નંબરને અનલિસ્ટ કરવા માંગતા હોય છે. પરંતું માહિતીના અભાવે તેઓ આવું નથી કરી શકતા. જો તમે પણ કોઈ કારણોસર તમારા Truecaller એકાઉન્ટને ડિલિટ કરવા માંગો છો. અને કંપનીના ડેટાબેઝમાંથી તમારા ફોન નંબરને અનલિસ્ટ કરવા માંગો છો. તો કોઈપણ મુશ્કેલી વગર નીચે આપેલી સ્ટેપ બાય સ્ટેપ (Step by step) પદ્ધતિ આપી છે. તેને અનુસરો.

Mobile Truecaller 01_GUJARAT_FIRST

Advertisement

Mobile: એપનો ઉપયોગ કરીને તમારું Truecaller એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું?

  • ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પરથી ટ્રુકોલર એપ ડાઉનલોડ કરો
  • તમે આઇફોન યુઝર છો, તો એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો
  • એપ્લિકેશનને ઈન્સ્ટોલ કર્યા પછી Open કરો
  • Android મોબાઈલમાં સેટિંગ્સ ખોલવા માટે સ્ક્રીનના ઉપર-જમણા ખૂણામાં ત્રણ બિંદુવાળી લાઇન પર ક્લિક કરો
  • આઇફોન ધારકો સ્ક્રીનના ઉપર-જમણા ખૂણામાં પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો
  • પછી Privacy Centre સુધી નીચે સ્ક્રોલ કરો અને તેના પર ટેપ કરો
  • પછી "Deactivate My Account" પર ક્લિક કરો.
  • એપ્લિકેશન તમને પૂછશે કે શું તમે તમારા એકાઉન્ટને Deactivate કરવા માંગો છો
  • વાંચો અને પુષ્ટિ કરો કે તમે આ સુવિધાઓને Access કરવા માંગતા નથી
  • 'Caller identification', 'spam protection' અને 'Truecaller account'
  • Yes, Continue પર ક્લિક કરો, પછી Continue પર ટેપ કરો
  • તમારું એકાઉન્ટ થોડીવારમાં Deactivate થઈ જશે

Mobile Truecaller 02_GUJARAT_FIRST

Advertisement

કંપનીના Database માંથી ડેટા ડિલીટ કરવા માટે નીચેના પગલાં અનુસરો

  • એકાઉન્ટને Deactivate કર્યા પછી Truecaller વેબસાઇટની મુલાકાત લો
  • મેનુમાં "Unlisting" વિભાગમાં જાઓ
  • ડેટાબેઝમાં તમારું નામ બદલવાનું અથવા તમારા સંપર્કને અનલિસ્ટ કરવાનું પસંદ કરી શકો છો
  • જો તમે બીજો વિકલ્પ પસંદ કરવો છે, તો "Unlist Your Number" વિભાગ સુધી નીચે સ્ક્રોલ કરો
  • ટેક્સ્ટ બોક્સમાં તમારો ફોન નંબર દાખલ કરો અને Confirm કરો

ખાસ ધ્યાન રાખવું કે, ટ્રુ કોલરમાંથી નંબર અનલિસ્ટ થવામાં એક દિવસ એટલે કે, 24 કલાક જેટલો સમય લાગી શકે છે.

આ પણ વાંચો- Gold Rate Today : વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં કેટલી થઈ વધ-ઘટ?

આ પણ વાંચો- EPFO Digital Withdrawal: PFના નાણાં સીધા ATM માંથી નીકળશે, જાણો કેવી રીતે?

Tags :
Advertisement

.

×