Mobile: નેટવર્કની સમસ્યાથી મોબાઈલ રહેશે ફ્રી, Vivo લાવી રહ્યું છે અદભૂત ટેક્નોલોજી
મોબાઈલ ફોનમાં વારંવાર નેટવર્કની સમસ્યા થવી તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. લોકો Error free મોબાઈલની સુવિધા ઈચ્છે છે. તો હવે યુઝર્સ (Users) ની ઈચ્છા જલદી જ પૂર્ણ થવા જઈ રહી છે. કારણ કે, વિવો એક નવી ટેકનોલોજી પર કામ કરવા જઈ રહ્યું છે. જે નેટવર્ક એન્ટેનાનો ઉપયોગ કૂલિંગ ફેન બ્લેડ તરીકે કરશે. આ ટેક્નોલોજી મોબાઈલમાં નેટવર્ક સિગ્નલની સમસ્યાથી છૂટકારો અપાવશે.
Advertisement
- Mobile: મોબાઈલમાં વારંવાર નેટવર્કની સમસ્યા?
- Vivo લાવી રહ્યું છે અદ્ભુત ટેકનોલોજી
- આ ટેક્નોલોજીથી મોબાઈલમાં નહીં રહે નેટવર્કની સમસ્યા
Mobile: આજે સ્માર્ટફોન (Smartphone) બે મુખ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે. એક છે સિગ્નલ જાળવી રાખવું, બીજું મલ્ટીટાસ્કિંગ (Multitasking) અને હેવી વર્ક દરમિયાન ઓવરહિટીંગ (Overheating) થતું અટકાવવું. જ્યારે વિવિધ કંપનીઓ આ પડકારોને દૂર કરવા માટે અભિગમો અપનાવી રહી છે. ત્યારે વિવો એક અનોખી અને નવી ટેકનોલોજી (Technology) પર કામ કરવા જઈ રહ્યું છે. વિવો કંપની મોબાઈલ ફોનની આ બંને સમસ્યાનું સમાધાન એક જ ઉકેલથી લાવશે.

