Mobile settings: સાયબર ફ્રોડથી સાવધાન, તમારા મોબાઈલમાં માત્ર આ બે સેટિંગ્સ ON રાખો
ટેક્નોલોજીના યુગમાં હેકર્સ પણ અત્યંત આધુનિક બની ગયા છે. તમારા જ ફોનને ગમે ત્યાંથી હેક કરી નાખે છે. અથવા તો તમને ખબર પણ ના પડે તેવી રીતે તમારી સાથે સાયબર ફ્રોડ કરે છે. પણ આવી પરિસ્થિતીમાં ના પડો તેના માટે અમે એક ઉપાય લઈને આવ્યા છીએ. તમારે કઈ જ કરવાની જરૂર નથી માત્રને માત્ર તમારા મોબાઈલમાં સેટિગ્સ કરવાનું છે. આ આર્ટિંકલમાં બતાવ્યા મુજબ તમે પણ તમારા મોબાઈલમાં તરત જ સેટિગ્સ કરો અને સુરક્ષિત રહો.
Advertisement
- Mobile settings: સાયબર ફ્રોડથી રહો સાવધાન
- તમારા મોબાઈલમાં કરો માત્ર બે સેટિંગ્સ
- સેટિગ્સ કરવાથી મોબાઈલ અને તેમ રહેશો સુરક્ષિત
- આ સેટિંગ્સ તમારા ફોનને હેકર્સથી કરે છે સુરક્ષિત
Mobile settings: ગયા વર્ષે સમગ્ર દેશમાં સાયબર છેતરપિંડી (Cyber fraud) ના સેંકડો બનાવો નોંધાયા છે. ઓનલાઈન છેતરપિંડીને કારણે ઘણા લોકોના બેંક ખાતા ખાલી થઈ ગયા છે. સાયબર ક્રાઈમ પોર્ટલ (Cybercrime portal) અનુસાર, ભારતમાં દરરોજ અંદાજે 6 હજાર લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બને છે. સરકાર આ અંગે વિવિધ ઝુંબેશ પણ ચલાવી રહી છે. અને લોકોને જાગૃત કરી રહી છે. પણ ઘણી વખત સાયબર છેતરપિંડીનો ભોગ બનનારા લોકો અજાણ હોય છે. અને તેઓ ગુનેગારોના જાળમાં ફસાઈ જાય છે. મોટાભાગના લોકો સ્માર્ટફોન (Smartphone) દ્વારા હેકિંગનો ભોગ બને છે. જો તમે પણ 2026 માં ઓનલાઈન છેતરપિંડી (Online fraud) નો ભોગ બનવા માંગતા નથી, તો તરત જ તમારા સ્માર્ટફોનમાં આ બે સેટિંગ્સ ચાલુ કરી દો.

