ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mock Drill and Blackout : ઈમરજન્સી સીચ્યુએશન્સમાં આપની પાસે રાખો આ યુઝફુલ ગેઝેટ્સ...

Pahalgam Terror Attack બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. આજે 7મી મેના રોજ ભારત સરકાર દ્વારા Mock Drill and Blackout કરવામાં આવશે. આ ઈમરજન્સી સીચ્યુએશનમાં તમારી પાસે અહીં જણાવેલા ગેઝેટ્સ અવશ્ય રાખો. વાંચો વિગતવાર.
05:30 PM May 07, 2025 IST | Hardik Prajapati
Pahalgam Terror Attack બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. આજે 7મી મેના રોજ ભારત સરકાર દ્વારા Mock Drill and Blackout કરવામાં આવશે. આ ઈમરજન્સી સીચ્યુએશનમાં તમારી પાસે અહીં જણાવેલા ગેઝેટ્સ અવશ્ય રાખો. વાંચો વિગતવાર.
Emergency Preparedness Gadgets Gujarat First

Mock Drill and Blackout : અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. સમગ્ર વિશ્વ તરફથી ભારતને સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને પાકિસ્તાન પર સમગ્ર વિશ્વ ફિટકાર વરસાવી રહ્યું છે. ભારત સરકારે આજે બુધવારે Operation Sindoor કરીને 26 આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે. આ ઉપરાંત ભારત સરકારે આજે Mock Drill and Blackout પણ કરવાની છે. આવી સ્થિતિમાં આપની પાસે કેટલાક ચોક્કસ ગેઝેટ્સ હોવા અત્યંત આવશ્યક છે. જેમાં સોલાર ટેક્ટિકલ ફ્લેશલાઈટ, હેન્ડ ક્રેન્ક રેડિયો અને સોલાર પાવર બેન્કનો સમાવેશ થાય છે.

ટેક્ટિકલ ફ્લેશલાઈટ (Tactical Flashlight)

Mock Drill and Blackout જેવી ઈમરજન્સી સીચ્યુએશનમાં ટેક્ટિકલ ફ્લેશલાઈટ (Tactical Flashlight) આશીર્વાદ સમાન છે. Tactical Flashlight ને સાથે રાખવાથી આપ રાત્રે સરળતાથી જોઈ શકો છો. આ ઉપરાંત Tactical Flashlight ની મદદથી યોગ્ય દિશા પણ શોધી શકાય છે. Tactical Flashlight તમારી પાસે હશે તો આપ કટોકટીભર્યા સંજોગોમાં રેસ્ક્યુ અથવા એસઓએસ સિગ્નલ પણ મોકલી શકો છો. આ ટેક્ટિકલ ફ્લેશલાઈટ સાધારણ ટોર્ચ કરતાં ઘણી વધુ મજબૂત હોય છે. તેનો ફ્લેશ પણ સામાન્ય ટોર્ચ કરતાં ઘણો વધુ તેજસ્વી છે. મોટાભાગની Tactical Flashlight વોટરપ્રૂફ હોય છે. આ ઉપરાંત ટેક્ટિકલ ફ્લેશલાઈટ કેટલાક ફીચરથી લેસ હોય છે. જેમાં SOS મોડ, સ્ટન મોડ અને બેટરી સેવર વગેરેનો સમાવેશ થાય છે. ટેક્ટિકલ ફ્લેશલાઈટ એલ્યુમિનિયમ બિલ્ડ હોય છે તેથી તેને પડવા કે ટકરાવાથી નુકસાન પહોંચતું નથી.

આ પણ વાંચોઃ  Flightradar : તમારા ઘર ઉપર કયું વિમાન ઉડી રહ્યું છે? જાણો ફોન પર કેવી રીતે ચેક કરવું

હેન્ડ ક્રેન્ક રેડિયો (Hand Crank Radio)

વોર સીચ્યુએશનમાં વર્ષોથી રેડિયો સાથે રાખવાની પ્રથા પ્રચલિત છે. આજે મોબાઈલ યુગમાં પણ રેડિયો પાસે રાખવો હિતાવહ છે કારણ કે, વોર સીચ્યુએશનમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક ખોટકાઈ શકે છે અથવા સરકાર તેના પર પ્રતિબંધ પણ લાદી શકે છે. આવી સ્થિતિમાં જો આપની પાસે રેડિયો હોય તો આપ કટોકટી સંજોગો વિશે તાજી જાણકારી મેળવી શકો છો. સરકાર તરફથી પ્રસારિત કરવામાં આવતી સૂચનાઓ પણ સમયસર મેળવીને પોતાનો અને પોતાના પરિવારનો જીવ બચાવી શકો છો. આજે સરકારે Mock Drill and Blackout ની જાહેરાત કરી છે. તેમાં આપની પાસે હેન્ડ ક્રેન્ક રેડિયો (Hand Crank Radio) હોવો બહુ આવશ્યક અને અનિવાર્ય છે. હેન્ડ ક્રેન્ક રેડિયોમાં એક મિકેનિઝમ છે જેને તમે તમારા હાથથી ફેરવીને ચાર્જ કરી શકો છો. તેથી બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિમાં પણ આપ રેડિયો ચાર્જ કરી શકો છો. Hand Crank Radio દ્વારા તમે સરકારી ચેતવણીઓ, હવામાન માહિતી અને સલામતી સૂચનાઓ વગેરે સાંભળી શકો છો. મોટાભાગના હેન્ડ ક્રેન્ક રેડિયોમાં ટોર્ચ, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને સોલાર પેનલ જેવી સુવિધાઓ પણ હોય છે. Hand Crank Radio નું કદ નાનું હોવાથી તમે તેને તમારા ખિસ્સામાં પણ રાખી શકો છો. કટોકટીભર્યા સંજોગોમાં યોગ્ય માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપે પોતાની સાથે Hand Crank Radio રાખવો ખૂબ આવશ્યક છે.

સોલાર પાવર બેન્ક (Solar Power Bank)

આજે 7મી મેના રોજ ભારત સરકાર દ્વારા Mock Drill and Blackout ની જાહેરાત કરવામાં આવી છે. હવે બ્લેકઆઉટ વખતે આપના મોબાઈલ, ટોર્ચ કે અન્ય ગેઝેટ ચાર્જ કરવા માટે આપની પાસે સોલાર પાવર બેન્ક (Solar Power Bank) હોવી બહુ આવશ્યક છે. યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં વીજ પુરવઠો ખોરવાઈ જવો સામાન્ય બાબત છે. આ સ્થિતિમાં જો તમારી પાસે Solar Power Bank હોય તો તમારા ઘણા કાર્યો ખૂબ જ સરળ થઈ જશે. આ Power Bank ને Solar ની મદદથી ચાર્જ કરી શકાય છે. માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તાવાળી Solar Power Bank માં 10,000-20,000 mAh ની બેટરી ઉપલબ્ધ હોય છે. આ પ્રકારની પાવર બેન્કમાં તમને USB પોર્ટ, ટોર્ચ અને ડિજિટલ ડિસ્પ્લે જેવી સુવિધાઓ પણ મળી રહે છે. આ એક નાનું ગેજેટ આપના અનેક મહત્વપૂર્ણ ગેજેટ્સને ચાર્જ કરવામાં કારગત સાબિત થશે.

આ પણ વાંચોઃ  Operation Sindoor : લપડાક ખાધા બાદ પણ પાકિસ્તાન જનરલની...હોંશિયારી અને ફિશીયારી

Tags :
BlackoutEmergency blackout gadgetsEmergency Preparedness GadgetsGovernment AnnouncementGujarat FirstGUJARAT FIRST NEWSHand Crank RadioMay 7mock drillOperation Sindoorpahalgam terror attackSolar Power BankSOSTactical Flashlight
Next Article