MrBeast YouTube Record :યૂટ્યૂબ પર મિસ્ટર બીસ્ટે બનાવ્યો રેકોર્ડ, 500 મિલિયન સબ્સ્ક્રાઈબર્સનો આંકડો પાર
મિસ્ટર બીસ્ટે YouTube પર 500 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ કરીને વિશ્વના પ્રથમ વ્યક્તિગત ક્રિએટર તરીકે ઇતિહાસ રચ્યો છે. 2012માં શરૂ થયેલી તેમની સફર આજે વૈશ્વિક સફળતામાં બદલાઈ છે. મોટા બજેટના વીડિયો, અનોખા કન્સેપ્ટ અને સામાજિક કાર્યોના કારણે તેમણે PewDiePie અને અન્ય મોટા ક્રિએટર્સને પાછળ છોડી YouTube પર નવો માપદંડ સ્થાપ્યો છે.
Advertisement
MrBeast YouTube Record : YouTubeની દુનિયામાં એક મોટો માઈલસ્ટોન નોંધાયો છે. વિશ્વના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર મિસ્ટર બીસ્ટે 500 મિલિયન સબ્સ્ક્રાઇબર્સનો આંકડો પાર કરીને ડિજિટલ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ ખાસ ક્ષણ દરમિયાન મિસ્ટર બીસ્ટ પોતાના અધિકૃત YouTube ચેનલ પર લાઇવ હતા. લાખો દર્શકો તેમના સબ્સ્ક્રાઇબર કાઉન્ટ પર નજર રાખી રહ્યા હતા. જેમ જ આંકડો 500 મિલિયન સુધી પહોંચ્યો, ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

