Ahmedabad Mumbai Bullet Train : 185 કિમી ટ્રેક બેડ તૈયાર, વીડિયોમાં જુઓ કેવી રીતે બિછાવવામાં આવે છે હાઈટેક પાટા
- વાયડક્ટ પર Bullet Train ના ટ્રેક બિછાવવાનું કામ શરૂ
- જાપાનીઝ શિંકાન્સેન ટેકનોલોજીનો પ્રથમવાર ઉપયોગ
- 185 કિમીથી વધુ ટ્રેક બેડ તૈયાર, કામગીરી તેજ
- સુરત અને આણંદમાં અત્યાધુનિક સ્લેબ ફેક્ટરીઓ કાર્યરત
- આ વર્ષના અંત સુધીમાં ટ્રાયલ રન શરૂ થવાની આશા
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટમાં વાયડક્ટ પર ટ્રેક નિર્માણનું કામ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેનો ટ્રેક છે, જે જાપાનની પ્રખ્યાત 'શિંકાન્સેન' ટેકનોલોજી પર આધારિત છે. ભારતમાં પ્રથમ વખત જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમ (J-Slab Ballastless Track System) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાપાનીઝ ટેકનોલોજીનો કરિશ્મા
આ અત્યાધુનિક ટ્રેક સિસ્ટમ ચાર મુખ્ય ભાગોથી બનેલી છે: આરસી ટ્રેક બેડ, સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર (CAM), પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ અને રેલ ફાસ્ટનર્સ. આ સ્લેબના ઉત્પાદન માટે ગુજરાતમાં સુરત (કીમ) અને આણંદ પાસે સ્પેશિયલ ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (TSMF) કાર્યરત કરવામાં આવી છે. હાલમાં 10 ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) સક્રિય છે, જેમાંથી 4 સુરત-વાપી સેક્શનમાં અને 6 વડોદરા-અમદાવાદ સેક્શનમાં છે.
India’s first high-speed rail track system is built on advanced J-Slab technology, powered by cutting-edge machinery and precision engineering for seamless high-speed performance.
Watch the full film on YouTube : https://t.co/TOgTLszwtO pic.twitter.com/2FJilXuvom
— NHSRCL (@nhsrcl) April 22, 2026
પ્રોજેક્ટની અત્યાર સુધીની સ્થિતિ
બુલેટ ટ્રેન (Bullet Train) ના પાટા બિછાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે હાઈટેક મશીનરી દ્વારા કરવામાં આવે છે. આંકડાકીય માહિતી મુજબ:
- આરસી ટ્રેક બેડ: 185 કિમી પૂર્ણ
- ટ્રેક સ્લેબ ઉત્પાદન: 188 કિમી પૂર્ણ
- ટ્રેક સ્લેબ અને CAM ઇન્જેક્શન: 70 કિમી પૂર્ણ
ટ્રાયલ રનની તૈયારી
ટ્રેક ઇન્સ્ટોલેશન (Track Installation) માટે ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન (FBWM) નો ઉપયોગ કરીને 200 મીટર લાંબા પેનલ તૈયાર કરવામાં આવે છે. 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે આ ટ્રેકનું અત્યંત ચોકસાઈથી પરીક્ષણ કરવામાં આવે છે. આ વર્ષના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં ગુજરાતમાં ટ્રાયલ રન શરૂ થવાની પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચો : અંતરિક્ષમાં કામ કરવું વધુ ઝડપી બનશે, ISS એ લીધો સૌથી મોટો નિર્ણય


