Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NASA-SpaceX એ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યૂ મિશન પર લગાવી રોક?

NASA Crew 9 Mission ને ISS સાથે જોડવામાં આવશે હીલિયમ ગેસના લીકેજના કારણે તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા આ પહેલા પણ અનેક મહિનાઓ અંતરિક્ષમાં વિતાવી ચૂક્યા છે NASA and SpaceX Crew 9 Mission : Sunita Williams અને Butch Willmore માટે...
nasa spacex એ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યૂ મિશન પર લગાવી રોક
  • NASA Crew 9 Mission ને ISS સાથે જોડવામાં આવશે
  • હીલિયમ ગેસના લીકેજના કારણે તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા
  • આ પહેલા પણ અનેક મહિનાઓ અંતરિક્ષમાં વિતાવી ચૂક્યા છે

NASA and SpaceX Crew 9 Mission : Sunita Williams અને Butch Willmore માટે રેસ્ક્યૂ મિશન 28 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. NASA અને SpaceX ના આ મિશનને ફ્લોરિડામાંથી લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ખરબા વાતાવરણને કારણે આ રેસ્ક્યૂ મિશનને 28 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. જોકે ચક્રવતી તોફાન મેક્સિકોની ખાડીમાંથી પસાર થયું છે. તેના કારણે ફ્લોરિડામાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. તેના કારણે NASA અને SpaceX ના વૈજ્ઞાનિકોએ આ મિશનને મોફૂક રાખવાનું નક્કી કર્યું છે.

Advertisement

NASA Crew9 Mission ને ISS સાથે જોડવામાં આવશે

NASA Crew 9 Mission ની મદદથી અંતરિક્ષમાં છેલ્લા 4 મહિનાથી અટવાયેલા અવકાશયાત્રીઓને બહાર ધરતી પર પરત લાવવામાં આવશે. તો NASA Crew 9 Mission એ SpaceX ના Dragon Spacecraft ની મદદથી લોન્ચ થાય છે. Dragon Spacecraft ની મદદથી વૈજ્ઞાનિક નિક હેગ અને રૂચી અવકાશયાત્રી એલેક્ઝેન્ડર ગોરબુનોવ ISS જશે. ત્યારે NASA Crew9 Mission ના સ્પેસક્રાફ્ટને ISS સાથે જોડવામાં આવશે. જે બાદ સતત 5 મહિના માટે ISS ના અવકાશયાત્રીઓએ અવકાશનમાં પોતાના ISS ની મરામતનું કાર કરવું પડશે. જે બાદ ફેબ્રુઆરી 2025 માં ISS ધરતી પર પરત ફરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: India વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ, આ રીતે ચીન-જાપાને આપી માત

Advertisement

હીલિયમ ગેસના લીકેજના કારણે તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા

Sunita Williams અને Butch Willmore એ 5 જૂનથી અવકાશમાં અટવાયેલા છે. તે ઉપરાંત 7 સપ્ટેમ્બરના રોજ ISS સાથે જોડાયેલું Starliner Spacecraft એ અવકાશયાત્રીઓ વિના ધરતી પર પરત ફર્યું હતું. ત્યારે NASA Crew 9 Mission ની કમાન તૈયાર કરવામાં આવી હતી. જોકે Sunita Williams અને Butch Willmore એ માત્ર 8 દિવસ માટે અંતરિક્ષમાં ગયા હતાં. પરંતુ Starliner Spacecraft માં હીલિયમ ગેસના લીકેજના કારણે તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા છે. ત્યારે હવે તેમને NASA Crew9 Mission ની મદદથી પાછા લાવવામાં આવશે.

Advertisement

આ પહેલા પણ અનેક મહિનાઓ અંતરિક્ષમાં વિતાવી ચૂક્યા છે

NASA ના જણાવ્યા અનુસાર, Sunita Williams અને Butch Willmore એ બંને અંતરિક્ષમાં ફસાયા નથી. તેઓ આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવામા માટે પહેલાથી જ સક્ષમ છે. ત્યારે NASA ના ચીફ એસ્ટ્રોનોટ જો અકાબાએ જણાવ્યું હતું કે, બંને અવકાશયાત્રીઓને પહેલાથી જાણ કરવામાં આવી હતી કે, આ એક ટેસ્ટ ફ્લાઈટ છે. અને આ મિશનમાં વિવિધ મુશ્કેલીઓ પણ આવી શકે છે. જોકે Sunita Williams અને Butch Willmore આ પહેલા પણ અનેક મહિનાઓ અંતરિક્ષમાં વિતાવી ચૂક્યા છે. તો Sunita Williams અને Butch Willmore એ ક્રમશ: 322 અને 178 દિવસ અંતરિક્ષમાં રહેલા છે.

આ પણ વાંચો: ISRO કરશે શુક્ર ગ્રહના રહસ્યોને ઉજાગર! કેમ શુક્ર ગ્રહ પર છે ISRO ની નજર?

Tags :
Advertisement

.