Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અંતિમ સમયની ગણતરી શરૂ? NASA ના સુપરકોમ્પ્યુટરે પૃથ્વીના વિનાશની તારીખ જાહેર કરી!

અમેરિકન સ્પેસ એજન્સી NASA ના સુપરકોમ્પ્યુટર (Supercomputer) એ ભવિષ્યવાણી કરી છે કે 100 કરોડ વર્ષ પછી પૃથ્વી પરથી ઓક્સિજન સંપૂર્ણપણે ખતમ થઈ જશે અને જીવનનો અંત આવશે. સૂર્યની વધતી ગરમીને કારણે વૃક્ષો નષ્ટ થશે અને હવામાં ઓક્સિજન 1 ટકાથી પણ ઓછો રહી જશે. આ ખૌફનાક વાસ્તવિકતાથી બચવા માટે વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો પર જીવન શોધી રહ્યા છે.
અંતિમ સમયની ગણતરી શરૂ  nasa ના સુપરકોમ્પ્યુટરે પૃથ્વીના વિનાશની તારીખ જાહેર કરી
Advertisement
  • Nasa Prediction Life End : પૃથ્વી પર જીવનનો અંત ક્યારે?
  • સુપરકોમ્પ્યુટરે આપી ચેતવણી, 100 કરોડ વર્ષ પછી પૃથ્વી પર ઓક્સિજન થશે ખતમ
  • સૂરજની વધતી ગરમી અને રેડિયેશનને કારણે માનવ અસ્તિત્વ પર તોળાતું જોખમ
  • નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો ચોંકાવનારો અભ્યાસ
  • હવામાં ઓક્સિજનનું પ્રમાણ 1 ટકાથી પણ ઓછું થઈ જવાની શક્યતા
  • વૈજ્ઞાનિકો હવે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર શોધી રહ્યા છે વસવાટ

 શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી સુંદર પૃથ્વી (Earth) અને અહીં ધબકતા જીવનનો અંત કેવી રીતે આવશે? વિજ્ઞાનની દુનિયામાં આ સવાલનો જવાબ શોધવા માટે NASA એ પોતાના સૌથી શક્તિશાળી સુપરકોમ્પ્યુટરનો (Supercomputer) સહારો લીધો છે. જે પરિણામો સામે આવ્યા છે તે ભયાનક અને ચોંકાવનારા છે.

Illustration showing the depletion of oxygen on Earth in the far future.

Advertisement

Nasa Prediction Life End : સૂરજની અગનજ્વાળાઓ પૃથ્વીને ભરખી જશે

વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, આજે જે સૂર્ય આપણને જીવનદાયી પ્રકાશ આપે છે, તે જ સૂર્ય ભવિષ્યમાં વિનાશક સાબિત થશે. જેમ જેમ સૂર્યની ઉંમર વધશે, તેની તેજસ્વીતા અને ગરમીમાં વધારો થશે. આ પ્રચંડ તપન પૃથ્વીની સપાટીને સૂકવી નાખશે અને સમુદ્રના પાણીનું બાષ્પીભવન કરીને હવામાં ઓક્સિજન (Oxygen) બનાવવાની પ્રક્રિયાને રોકી દેશે.

Advertisement

Nasa Prediction Life End : ઓક્સિજન વગરની પૃથ્વી: એક કડવી વાસ્તવિકતા

રિસર્ચ (Research) જણાવે છે કે 100 કરોડ વર્ષ પછી પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ માત્ર 1 ટકાથી પણ ઓછું રહી જશે. જ્યારે હવામાં પ્રાણવાયુ જ નહીં હોય, ત્યારે મનુષ્યો અને પ્રાણીઓનું અસ્તિત્વ ટકવું અશક્ય બની જશે.

  • વૃક્ષોનો નાશ: કાર્બન-ડાયોક્સાઈડ અને ઓક્સિજનનું ચક્ર તૂટી જશે.

  • સજીવોનો અંત: શ્વાસ લેવાની ક્ષમતા ઘટતા જિંદગી થંભી જશે.

  • સૂકી ધરતી: પૃથ્વી પરના તમામ જળાશયો સુકાઈને રણ બની જશે.

Future human colonies on other planets as predicted by scientists.

 શું વિજ્ઞાન મનુષ્યને બચાવી શકશે?

વૈજ્ઞાનિકો કાજુમી ઓઝાકી અને ક્રિસ્ટોફર માને છે કે જો આપણે સમય રહેતા અન્ય ગ્રહો (Planets) પર રહેવા માટેની ટેકનોલોજી (Technology) વિકસાવી લઈશું, તો જ માનવજાત બચી શકશે. મંગળ ગ્રહ પર વસાહતો સ્થાપવાના પ્રયાસો આ જ દિશામાં એક કદમ છે.

આ પણ વાંચો : ન લિંક, ન એપ, ન OTP... છતાં પૈસા ગાયબ! જાણો કેવી રીતે ઠગો તમારા ફોનનો કંટ્રોલ લઈ રહ્યા છે

Tags :
Advertisement

.

×