Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UPI પેમેન્ટનું નવું ફીચર રહેશે કારગર, હવે નહિ થઈ શકે છેતરપિંડી

UPI પેમેન્ટ કરનારાઓ માટે NPCI એક નવું ફીચર લાવી રહ્યું છે. જેમાં પેમેન્ટ કરતી વખતે પૈસા કોને મળે છે તે વ્યક્તિનું નામ સ્ક્રીન પર દેખાશે. આ નામ બેંક રેકોર્ડ મુજબ હશે. જેનાથી છેતરપિંડી ઓછી થશે અને પૈસા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે. આ નિયમ P2P અને P2PM બંને વ્યવહારો પર લાગુ થશે. વાંચો વિગતવાર.
upi પેમેન્ટનું નવું ફીચર રહેશે કારગર  હવે નહિ થઈ શકે છેતરપિંડી
Advertisement
  • NPCI દ્વારા UPI પેમેન્ટ સિસ્ટમમાં નવું ફીચર લાવવામાં આવશે
  • આ ફીચરને કારણે પેમેન્ટ સ્વીકારનારનું બેન્કમાં જે નામ હશે તે દેખાશે
  • આ નવા ફીચરને લીધે છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો આવશે

UPI પેમેન્ટ કરનારા કરોડો યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કરવામાં આવી રહ્યું છે. NPCI દ્વારા રજૂ કરવામાં આવી રહેલી આ ફીચર 30 જૂન સુધીમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ પેમેન્ટ કરતી વખતે પૈસા કોને મોકલવામાં આવી રહ્યા છે તે જાણી શકાશે. પેમેન્ટ કરતા પહેલા લાભાર્થીનું નામ મોબાઈલ સ્ક્રીન પર દેખાશે. આ નામ CBS એટલે કે કોર બેંકિંગ સોલ્યુશન્સના રેકોર્ડમાં નોંધાયેલા નામ મુજબ દેખાશે. આ નવા ફીચરથી UPI પેમેન્ટ દરમિયાન છેતરપિંડીની શક્યતા દૂર થશે. પૈસા યોગ્ય વ્યક્તિને ટ્રાન્સફર થશે.

માત્ર નામ દેખાવાની રીત બદલાશે

UPI પેમેન્ટમાં નવા ફીચરથી પેમેન્ટ કરવાની રીત બદલાશે નહિ પરંતુ ફક્ત નામ રજૂ કરવાની રીત બદલાશે. પેમેન્ટ પહેલાં એપ્લિકેશનમાં જે નામ દેખાશે તે ચકાસાયેલ નામ હશે, એટલે કે બેંકિંગ રેકોર્ડમાં નોંધાયેલ નામ. જો આવું થાય, તો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાનું જોખમ ઘણું ઓછું થઈ જશે. જેનાથી UPI ચુકવણીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળશે અને લોકોને નવી સુવિધા મળશે. જોકે, નવા નિયમથી શરૂઆતમાં એવા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે જેમણે એપમાં ઉપનામ તરીકે અથવા તેમની દુકાનના નામ તરીકે પોતાનું નામ દાખલ કર્યું છે. જો Core Banking Solutions (CBS) રેકોર્ડમાં નામ અલગ હશે, તો હવે એપમાં પણ તે જ દેખાશે.

Advertisement

આ પણ વાંચોઃ Sachet App : PM Modi એ ઉલ્લેખ કરેલ Sachet App વિશે જાણો અગત્યની માહિતી

Advertisement

અત્યારે શું છે પરિસ્થિતિ ?

રિપોર્ટ અનુસાર, અત્યારે UPI પેમેન્ટ દરમિયાન ફક્ત કોર બેંકિંગ સોલ્યુશન્સમાં નોંધાયેલ નામ જ દેખાય તે આવશ્યક નથી. કેટલીક UPI એપ્સ યુઝર્સને પેમેન્ટ એપમાં તેમનું નામ એડિટ કરવાનો વિકલ્પ આપે છે. કેટલીક એપ્સ QR કોડ પરથી નામ લઈ લે છે. અગાઉ આ એપ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરેલા નામો પણ બતાવતી હતી. આ બધા નામ કોર બેંકિંગ સોલ્યુશનમાં નોંધાયેલા નામથી અલગ હોઈ શકે છે.

શું છે P2P અને P2PM ?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( National Payments Corporation of India- NPCI) એ તેના તાજેતરના પરિપત્રમાં જણાવ્યું છે કે નવો નિયમ P2P અને P2PM બંને વ્યવહારો પર લાગુ થશે. P2P વ્યવહારો એ બે વ્યક્તિઓ વચ્ચે થાય છે. જ્યારે P2PM વ્યવહારો એ છે જે નાના વેપારીઓ સાથે થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે કરિયાણાની દુકાન અથવા નાના દુકાનદારને ચુકવણી કરો છો, તો તે P2PM વ્યવહાર છે. જો તમે તમારા કોઈ મિત્રને પૈસા ટ્રાન્સફર કરો છો તો તેને P2P ટ્રાન્ઝેક્શન કહેવામાં આવશે.

આ પણ વાંચોઃ Satellite Phone : શું Pahalgam Terror Attack માં આતંકવાદીઓએ સેટેલાઈટ ફોનનો કર્યો હતો ઉપયોગ ?

Tags :
Advertisement

.

×