Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2026 માં સ્માર્ટ ફોનને 'ટનાટન' બનાવવા આટલું ખાસ કરો, જાણી લો સ્ટેપ્સ

આખા વર્ષ દરમિયાન સ્માર્ટ ફોન એપ્સ, ફોટા, વિડીયો અને બિનજરૂરી ફાઇલોથી એટલા ભરાઈ જાય છે, કે તે થોડા મહિનામાં જ ધીમા પડી જાય છે. નવા વર્ષે નવા ઉત્સાહ સાથે સ્માર્ટ ફોનમાં સ્પીડ અને સ્પેસ ઇચ્છતા હોવ તો તમારે આટલા પગલાં ભરવાની જરૂરી છે. આ માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂરત નહીં પડે, પરંતુ ખુરશી પર બેઠા બેઠા કામ થઇ જશે.
2026 માં સ્માર્ટ ફોનને  ટનાટન  બનાવવા આટલું ખાસ કરો  જાણી લો સ્ટેપ્સ
Advertisement
  • નવા વર્ષમાં જૂના સ્માર્ટ ફોનના પરફોર્મન્સ સુધારવા આટલા પગલાં ભરો
  • ફોનમાંથી જૂનો ડેટા કાઢો, જરૂરી ડેટાને અન્ય ડિવાઇસમાં સ્ટોર કરો
  • કેશથી માંડીને જૂની ફાઇલોને સમયસર નિકાલ ફોનની સ્પીડ વધારશે

Phone Performance Increase Tips : નવું વર્ષ શરૂ થતાંની સાથે જ આપણે નવી યોજનાઓ બનાવીએ છીએ, પરંતુ એક વાત ઘણીવાર અવગણવામાં આવે છે, તે છે આપણા સ્માર્ટફોન. આખા વર્ષ દરમિયાન સ્માર્ટ ફોન એપ્સ, ફોટા, વિડીયો અને બિનજરૂરી ફાઇલોથી એટલા ભરાઈ જાય છે, કે તે થોડા મહિનામાં જ ધીમા પડી જાય છે. જો તમે ઇચ્છો છો કે, નવા વર્ષે તમારો ફોન ઝડપથી ચાલે, હેંગ ન થાય અને 2026 માં બેટરી લાંબા સમય સુધી ચાલે, તો જાન્યુઆરી આવે તે પહેલાં આ પાંચ મહત્વપૂર્ણ કામોને પૂર્ણ કરી દો.

Advertisement

બિનજરૂરી ફાઇલો અને Catch નો ત્વરિત નિકાલ કરો

દરેક એપ Catch અને જંક ડેટા (Junk Data) પાછળ છોડી જાય છે. આ ફોન ધીરો પડી જવાનું સૌથી મોટું કારણ છે. તમે તુરંત સેટિંગ્સમાં જાઓ, અને સ્ટોરેજમાં કેશ ડેટા (Catch Data) નો નિકાલ કરી દો. સાથે જ WhatsApp, Instagram અને Chrome જેવી એપ્સનો Catch Data અલગથી દૂર કરો. આ તમારા ફોનમાં જગ્યા કરી આપશે અને સ્પીડમાં સુધારો કરશે.

Advertisement

બિનઉપયોગી એપ્સને ગુડબાય કહો

આપણે ઘણીવાર એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. પરંતુ આ એપ્સ બેકગ્રાઉન્ડમાં તમારા ફોનને ધીમું કરવાનું ચાલુ રાખે છે. તેથી, છેલ્લા 3-4 મહિનામાં તમે જે એપ્સ ખોલી પણ નથી, તેને અનઇન્સ્ટોલ કરો. ખાસ કરીને ગેમ્સ અને શોપિંગ એપ્સ પર ધ્યાન રાખો. આ તમારા ફોનની રેમ બચાવશે, અને ફોનનું બિનજરૂરૂ ભારણ ઘટાડશે.

સોફ્ટવેરને અપડેટ કરવાનું ભૂલશો નહીં

ઘણા લોકો અપડેટ્સને મુલતવી રાખે છે, પરંતુ આ અપડેટ્સ ફોનના પરફોર્મન્સ અને સેફ્ટિ પર અસર છે. સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટ્સ માટેની વિગતો તપાસો. લેટેસ્ટ અપડેટ્સને ઇન્સ્ટોલ કરો. આ પગલું બગ્સને ઠીક કરશે, અને ફોનને વધુ સારી રીતે કામ કરવા યોગ્ય બનાવશે

ફોટા અને વિડિઓઝનો બેકઅપ લઈને સ્ટોરેજ ખાલી કરો

જેમ જેમ તમારા ફોનનો સ્ટોરેજ ભરાઈ જાય છે, તેમ તેમ તે ધીમો પડતો જાય છે, ખાસ કરીને જ્યારે હજારો ફોટા અને વિડિઓઝ એકઠા થાય છે. આ પ્રકારના કિસ્સામાં, તમારા ફોનનો Google Photos અથવા iCloud પર બેકઅપ લો. મહત્વપૂર્ણ ફાઇલોને તમારા PC અથવા હાર્ડ ડ્રાઇવમાં સાચવો, અને તેને તમારા ફોનમાંથી કાઢી નાખો. આમ કરવાથી સ્ટોરેજ ખાલી થશે, અને તમારા ફોનની સ્પીડ વધશે.

બેકગ્રાઉન્ડ એપ્લિકેશન્સ બંધ કરો

ઘણી એપ્લિકેશન્સ જાણ બહાર ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલે છે, જે બેટરી અને રેમ બંનેનો ઉપયોગ કરે છે. આ કિસ્સામાં, સેટિંગ્સમાં જાઓ, અને એપ્લિકેશન્સનો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ મર્યાદિત કરો. પછી, ઓટો-સ્ટાર્ટ એપ્લિકેશન્સ બંધ કરો. આમ કરવાથી બેટરી લાઇફ વધારશે, અને ફોન ગરમ થતો અટકશે.

આ પણ વાંચો -------  Samsung Galaxy Tri Fold ફોનને લઇને Youtuber નો ગંભીર દાવો

Tags :
Advertisement

.

×