જો કોઈ કામને પાર પાડવા માટેનું શૉર્ટકટ મળી જાય તો? કોઈ એ શૉર્ટકટને નજરઅંદાજ કરી શકશે ખરા? પરંતુ કહેવાય છેને કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. તો ચાલો આજે આપના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એ જ વાતથી માહિતગાર કરાવીએ..જો તમને પણ દરરોજ શરીરમાં આ 5 જગ્યાઓ પર સતત દુખાવાની ફરિયાદ રહેતી હોય તો, આ દુખાવાનું કારણ કદાચ 'સ્માર્ટ ફોન' પણ હોઈ શકે છે. ચાલો વિસ્તારથી સમજીએ આ પાછળના કારણો વિશે...સ્માર્ટ ફોન વગર આપણા ઘણાં બધા કામો અધૂરા જ રહી જાય છે. નાના ખીસ્સામાં સમાઈ જતો ફોન આપણા ઘણાં ખર્ચા અને સમયના વેડફાટથી બચાવે છે. જો કે સ્માર્ટ ફોન વગર આપણું કામ પણ નહીં ચાલે આ વાત તો સાચી..! પરંતુ શું તમે જાણો છો, સ્માર્ટ ફોન આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યા પણ નોંતરે છે. 1. આંખોમાં દુખાવો- લાંબો સમય મોબાઈલના ઉપયોગથી આંખમાં દુખાવો, સૂકાપણું અને બળતરા થઈ શકે છે.2. આંગળીમાં દુખાવો- લાંબા સમય સુધી ફોનના ઉપયોગ કરવાથી આંગળીઓમાં દુખાવાની સાથે ખેંચાણ કે જકડન આવી શકે છે.3. ગરદનમાં દુખાવો- લાંબા સમય સુધી ગરદન પર દબાણ આપવું કે એક જ સ્થિતિમાં રાખવી હાનિકારક થઈ શકે છે. 4. કમરનો દુખાવો- સતત બેસીને મોબાઈલના ઉપયોગથી કમરમાં જકડન કે દુખાવો થઈ શકે છે. જેથી સક્રિય રહેવું જરૂરી છે.5. ખભામાં દુખાવો- હાથમાં ફોન પકડીને લાંબા સમયના વપરાશથી ખભામાં આવતું ખેંચાણ દુખાવામાં બદલાય છે. તેથી વચ્ચે વચ્ચે બ્રેક લો.