ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે સરકારી કચેરીએ જવાની જરૂર નથી! Whatsapp માં જ મળશે જન્મ-મૃત્યુનું પ્રમાણપત્ર

આંધ્રપ્રદેશ સરકાર એક દમદાર યોજના શરૂ કરશે WhatsApp દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકશે રાજ્ય સરકાર  લોકોની સુવિધા વધુ સરળ બનશે WhatsApp :તમે બધાએ તમારા પરિવારજનોનું જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર (death certificates) બનાવવા માટે ઘણી બધી સરકારી કચેરીઓના...
10:04 PM Jan 21, 2025 IST | Hiren Dave
આંધ્રપ્રદેશ સરકાર એક દમદાર યોજના શરૂ કરશે WhatsApp દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકશે રાજ્ય સરકાર  લોકોની સુવિધા વધુ સરળ બનશે WhatsApp :તમે બધાએ તમારા પરિવારજનોનું જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર (death certificates) બનાવવા માટે ઘણી બધી સરકારી કચેરીઓના...
death certificates

WhatsApp :તમે બધાએ તમારા પરિવારજનોનું જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર (death certificates) બનાવવા માટે ઘણી બધી સરકારી કચેરીઓના ધક્કા ખાધા હશે.પરંતુ હવે આ મુશ્કેલીને ઘટાડવા માટે આંધ્રપ્રદેશ સરકાર એક દમદાર યોજના શરૂ કરવા જઈ રહી છે. જે પછી તમે દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને તમારા મોબાઈલ પર તમારું જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માંગી શકો છો.

'વોટ્સએપ ગવર્નન્સ સેવા'

આંધ્ર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ તેની 'WhatsApp ગવર્નન્સ સર્વિસ'હેઠળ WhatsAppના માધ્યમથી જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર ઘર બેઠા આપશે.મુખ્ય સચિવ કે વિજયાનંદ જેમણે સોમવારે (20 જાન્યુઆરી) તેની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ સેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ આ મહિનાના અંતમાં તેનાલીમાં આયોજિત કરવામાં આવશે, જેથી પ્રક્રિયાની શોધ કરી શકાય.

વોટ્સએપ મારફતે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર

વિજયાનંદે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના ઉદ્દેશ્યોને અનુરૂપ લોકોને વ્હોટ્સએપ ગવર્નન્સ સેવાઓ પ્રદાન કરશે. આ અંતર્ગત લોકો જલ્દી જ WhatsApp દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકશે. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સોમવારે રીઅલ-ટાઇમ ગવર્નન્સ સોસાયટી (RTGS) કાર્યાલયમાં પ્રક્રિયા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ પણ  વાંચો-RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન,હવે આ 2 નંબર પરથી જ આવશે કોલ!

WhatsApp ગવર્નન્સની રજૂઆત કરી

વિજયાનંદે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનનો હેતુ WhatsApp ગવર્નન્સની રજૂઆત કરીને સરકારી સેવાઓને વધુ સુલભ અને સુવિધાજનક બનાવવાનો છે. તેમણે આરટીજીએસ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને આ પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે. તેમણે પંચાયતી રાજ, આરોગ્ય અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન વિભાગોને આ પહેલના સફળ અમલીકરણ માટે RTGS અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ પણ  વાંચો-Vayve Eva Electric Car : દેશની પહેલી સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત માત્ર 3.25 લાખ રૂપિયા

જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર માટે લગાવવા પડે છે ચક્કર

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિએ તેના બાળકોનું જન્મ પ્રમાણપત્ર અથવા કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, ત્યારે તેણે તેના પોતાના જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને અરજી કરવી પડે છે. તપાસ બાદ ત્યાંથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં અરજદારોએ મહાનગરપાલિકાના અનેક ચક્કર પણ મારવા પડે છે. ઘણી વખત લોકો પાસેથી લાંચ પણ માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર લોકોની સુવિધા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.

Tags :
Andhra Pradeshandhra pradesh newsbirthdeath certificatesGovernancetech newsTechnologyWhatsApp
Next Article