ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક સેટિંગ કરવાથી તમારા મોબાઈલમાં કોલ દરમિયાન નહીં આવે બેકગ્રાઉન્ડ સાઉન્ડ

ઘોંઘાટભર્યા વાતાવરણમાં અથવા ટ્રાફિકમાં કોલ પર વાત કરતી વખતે બેકગ્રાઉન્ડ અવાજ મુશ્કેલી ઉભી કરે છે. જોકે, હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ‘ક્લિયર કોલ’ સેટિંગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ શક્ય છે.
01:03 PM Feb 06, 2025 IST | Hardik Shah
ઘોંઘાટભર્યા વાતાવરણમાં અથવા ટ્રાફિકમાં કોલ પર વાત કરતી વખતે બેકગ્રાઉન્ડ અવાજ મુશ્કેલી ઉભી કરે છે. જોકે, હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ‘ક્લિયર કોલ’ સેટિંગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ શક્ય છે.
Backgroud Noise Cancellation

Backgroud Noise : ઘોંઘાટભર્યા વાતાવરણમાં અથવા ટ્રાફિકમાં કોલ પર વાત કરતી વખતે બેકગ્રાઉન્ડ અવાજ મુશ્કેલી ઉભી કરે છે. જોકે, હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ‘ક્લિયર કોલ’ સેટિંગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ શક્ય છે. અગાઉ માત્ર ઇયરફોન અને ઇયરબડ્સમાં મળતી આ સુવિધા હવે સ્માર્ટફોનમાં પણ ઉપલબ્ધ છે, જે કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડ અવાજ ઘટાડે છે અને સ્પષ્ટ સંવાદમાં સહાય કરે છે. ઘણા યુઝર્સ આ ફીચરથી અજાણ છે અને તેનો ઉપયોગ કરતા નથી, પરંતુ ફક્ત એક સેટિંગને enable કરવાથી તમારે કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં રહે અને આ રીતે તમે સ્પષ્ટ સંવાદમાં કરી શકો છો. તો આવો જાણીએ તેને enable કેવી રીતે કરવું.

આ સરળ સ્ટેપ્સને ફોલો કરો

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ‘ક્લિયર વોઇસ’ સેટિંગ enable કરીને કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડ અવાજથી છુટકારો મેળવી શકાય છે. આ સુવિધા શરૂ કરવા માટે, સૌ પ્રથમ સેટિંગ્સમાં જાઓ, ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને ‘સાઉન્ડ્સ અને વાઇબ્રેશન’ વિકલ્પ પર ટેપ કરો. ત્યાં તમને ‘ક્લિયર વોઇસ’ નામનો વિકલ્પ મળશે, જ્યાં આપેલા ટૉગલને enable કરવાથી બેકગ્રાઉન્ડ અવાજ ઓટોમેટિક રીતે ઘટી જશે, જેનાથી વધુ સ્પષ્ટ કોલિંગ અનુભવ મળશે.

એન્ડ્રોઇડ મોબાઈલમાં ‘ક્લિયર કોલ’ ફીચર!

‘ક્લિયર કોલ’ ફીચર enable કર્યા પછી, તમે માત્ર સામાન્ય કોલ્સ જ નહીં, પણ WhatsApp, Instagram Calls અને Google Meet જેવી એપ્લિકેશન્સ પર પણ noise cancellation નો લાભ મેળવી શકશો. આ સુવિધા હાલમાં માત્ર નવા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઉપલબ્ધ છે, જ્યારે જૂના ઉપકરણોમાં બેકગ્રાઉન્ડ અવાજ ઘટાડવા માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો પડે છે. ઉપરાંત, noise cancellation સપોર્ટ ધરાવતા ઇયરબડ્સ અને ઇયરફોનનો ઉપયોગ કરીને ઘોંઘાટભર્યા વાતાવરણમાં વધુ સ્પષ્ટ સંવાદ કરી શકાય છે.

આ પણ વાંચો :  ભારતીયો મોબાઇલ પર સૌથી વધુ શું જુએ છે? રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Tags :
Android Clear Calls featureAndroid Phone TipsAndroid SettingsBackgroud NoiseCall Noise CancellationClear Calls featureGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shah
Next Article