Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PEV Highrider : ઈલેક્ટ્રિક સ્કૂટરમાં મળશે કાર જેવી લક્ઝરી, કિંમત જાણીને ચોંકી જશો

PEV Highrider: દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ [Electric Vehicle] માર્કેટમાં ચાર ટાયરવાળું અનોખું પેવ હાઈરાઈડર સ્કૂટર લોન્ચ થયું છે. તેની મુખ્ય વિશેષતા [Key Features] કાર જેવી બે એડજસ્ટેબલ સીટ અને 90 લિટરની વિશાળ સ્ટોરેજ સ્પેસ છે. 60 કિમીની રેન્જ ધરાવતું આ સ્કૂટર કિંમતમાં પરવડે તેવું અને સુરક્ષિત છે, જે રજીસ્ટ્રેશન અને લાયસન્સ સાથે ચલાવી શકાય છે.
pev highrider    ઈલેક્ટ્રિક સ્કૂટરમાં મળશે કાર જેવી લક્ઝરી  કિંમત જાણીને ચોંકી જશો
Advertisement
  • PEV Highrider ચાર ટાયર સાથે લોન્ચ થયું
  • બેલેન્સ કરવાની ઝંઝટ ખતમ, કાર જેવો આરામ
  • સિંગલ ચાર્જમાં 60 કિમીની શાનદાર રેન્જ
  • ડિઝાઇન જોઈને લોકોમાં ભારે આકર્ષણ
  • ₹92,000 ની કિંમતે બજારમાં મચાવી ધૂમ
  • રજીસ્ટ્રેશન અને લાયસન્સની પડશે જરૂરિયાત

દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) સેગમેન્ટમાં અનેક કંપનીઓ રેન્જ અને સ્પીડ પર ધ્યાન આપી રહી છે, ત્યારે પેવ હાઈરાઈડર (PEV Highrider) એ સવારીના આરામ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વાહનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કારની જેમ ચાર વ્હીલ આપવામાં આવ્યા છે. જેના કારણે તેને ચલાવતી વખતે બેલેન્સ કરવાની કોઈ ટેન્શન રહેતી નથી. જે લોકોને ટુ-વ્હીલર ચલાવતા ડર લાગે છે, તેમના માટે આ એક પરફેક્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.

પાવરફુલ બેટરી અને પરફોર્મન્સ

આ ઈલેક્ટ્રિક વ્હીકલમાં 1000W ની મોટર અને 600W ની બેટરી પેક કેપેસિટી મળે છે. ગ્રાહકોને તેમાં લિથિયમ-આયન (Lithium-ion) અને લીડ-એસિડ એમ બે પ્રકારના બેટરી ઓપ્શન આપવામાં આવે છે. જો તેની રેન્જ (Driving Range) ની વાત કરીએ તો, બેઝ વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 60 કિમીની સફર કરાવી શકે છે. આ વાહન ઘરના નોર્મલ પ્લગની મદદથી માત્ર 6 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની છે, જે શહેરના ટ્રાફિકમાં સલામત મુસાફરી માટે પૂરતી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by PEV ELECTRIC (@pev__electric)

Advertisement

કાર જેવા લક્ઝરી ફીચર્સ

પેવ હાઈરાઈડરની ડિઝાઇન તેને અન્ય સ્કૂટર્સથી અલગ પાડે છે. તેમાં કારની જેમ આગળના ભાગમાં બોનેટ અને LED DRLs સાથેની આધુનિક હેડલાઇટ મળે છે. બેસવા માટે તેમાં આર્મરેસ્ટ સાથેની બે કમ્ફર્ટ સીટ આપવામાં આવી છે, જેને તમે તમારી જરૂરિયાત મુજબ આગળ કે પાછળ એડજસ્ટ કરી શકો છો. સામાન રાખવા માટે પણ કંપનીએ પૂરતી જગ્યા આપી છે; પાછળના ભાગમાં 40 લિટરનું બોક્સ અને સીટની નીચે 50 લિટરનું હિડન સ્ટોરેજ સ્પેસ (Storage Space) મળે છે.

કિંમત અને સુરક્ષા

સુરક્ષા માટે આ વાહનમાં આગળ ડિસ્ક બ્રેક (Disc Brake) અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવી છે. તેનું વજન 115 કિગ્રા છે અને તે વ્હાઇટ, બ્લેક તથા રેડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. કિંમતની વાત કરીએ તો, તેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹92,000 થી શરૂ થાય છે. કંપની વાહન, મોટર અને બેટરી પર 3 વર્ષની વોરંટી પણ આપે છે. જો કે, આ વાહન ચલાવવા માટે રજીસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે.

આ પણ વાંચો : Hyundai Ioniq 5 : સિંગલ ચાર્જમાં દિલ્હીથી લખનૌનું અંતર કાપી શકાશે !

Tags :
Advertisement

.

×