ઇઝરાયેલમાં ભારતનો દબદબો: રોયલ એનફિલ્ડની બાઇકે PM Modi અને Netanyahu નું ધ્યાન ખેંચ્યું
- PM Modi visit Israel: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇઝરાયેલના પ્રવાસે
- જેરુસલેમ (Jerusalem) માં ભવ્ય ટેકનોલોજી પ્રદર્શન યોજાયું હતું
- PM મોદી અને નેતન્યાહુએ (Netanyahu) સાથે પ્રદર્શન નિહાળ્યું
- રોયલ એનફિલ્ડ (Royal Enfield) બાઇક મુખ્ય આકર્ષણ બની હતી
PM Modi visit Israel: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ ઇઝરાયેલના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે જેરુસલેમમાં આયોજિત એક ટેક એક્ઝિબિશન (ટેકનોલોજી પ્રદર્શન) માં પણ હાજરી આપી હતી. આ પ્રદર્શન આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને દેશોના સંબંધોમાં નવી મજબૂતી અને ભાગીદારીની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. આ બધાની વચ્ચે એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં બંને દિગ્ગજ નેતાઓ ભારતીય રોયલ એનફિલ્ડની શક્તિશાળી બાઇકનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.
PM Modi visit Israel: મહત્વના ક્ષેત્રોની નવી શોધો પ્રદર્શિત કરાઈ
આ ટેક એક્ઝિબિશન જેરુસલેમ શહેરમાં યોજાયું હતું. જેમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી, વોટર મેનેજમેન્ટ, ક્લાઈમેટ સોલ્યુશન, બાયોટેકનોલોજી, સ્માર્ટ મોબિલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યુરિટી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એનર્જી અને સ્પેસ સિસ્ટમ જેવા અનેક મહત્વના ક્ષેત્રોની નવી શોધો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી કંપનીઓની સાથે સંશોધન સંસ્થાઓએ પણ પોતાની નવીન તકનીકો રજૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો સંવાદ
પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈજ્ઞાનિકો, CEO અને ટેક સ્ટાર્ટઅપ્સ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સમજવાનો પ્રયત્ન કર્યો કે નવી ટેકનોલોજી સામાન્ય લોકોના રોજિંદા જીવનને કેવી રીતે સરળ બનાવી શકે છે. આ તકે ઇઝરાયેલની 'ઇનોવેશન હબ' તરીકેની ઓળખ અને ભારતની નવી ટેકનોલોજી અપનાવવાની રુચિ સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.
אתמול בירושלים , רוה"מ נתניהו ואני ביקרנו בתערוכה שהציגה מוצרי חדשנות מיוחדים מעולם הטכנולוגיה . קיבלתי הצצה לעבודות חלוציות של ישראלים צעירים בתחומי ה AI, קוונטום, בריאות, ביטחון סייבר, מקורות מים, חקלאות ועוד. עודדתי את החברות הישראליות להשקיע בהודו ולעבוד בשיתוף עם הצעירים… pic.twitter.com/qt1I4of4Z7
— Narendra Modi (@narendramodi) February 26, 2026
રોયલ એનફિલ્ડ બાઇક બની આકર્ષણનું કેન્દ્ર
આ કાર્યક્રમની એક ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વડાપ્રધાન નેતન્યાહુએ પ્રદર્શનમાં રહેલી રોયલ એનફિલ્ડ ગોઅન ક્લાસિક 350 (Goan Classic 350) બાઈક જોઈ. આ બાઇક ભારતની મેન્યુફેક્ચરિંગ શક્તિ અને ઇઝરાયેલમાં વધતા ભારતીય નિકાસનું પ્રતીક બની છે. ઇઝરાયેલમાં રોયલ એનફિલ્ડની સારી એવી ચાહક સંખ્યા (Fan Following) છે, જ્યાં તેની ક્લાસિક ડિઝાઇન અને ક્રૂઝર સ્ટાઇલને ખૂબ પસંદ કરવામાં આવે છે. ત્યાંના સ્થાનિક વિતરકો અને સર્વિસ નેટવર્કે એક મજબૂત રાઇડર સમુદાય તૈયાર કર્યો છે.
કેમ ખાસ છે આ બાઇક?
રોયલ એનફિલ્ડ Goan Classic 350 માં 349 સીસી (cc) ની ક્ષમતાનું એર-ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.2 bhp પાવર અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ ગિયરબોક્સ મળે છે. 2026 ના મોડેલમાં 'અસિસ્ટ અને સ્લિપર ક્લચ' ઉમેરવામાં આવ્યો છે, જેનાથી ગિયર બદલવાનું સરળ બન્યું છે અને ઝડપી ડાઉનશિફ્ટિંગ વખતે વ્હીલ લોક થવાની સમસ્યા ઘટી છે. બાઇકમાં USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ પણ છે, જેને હવે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે.
Goan Classic 350 ની ડિઝાઇન તેની સૌથી મોટી ઓળખ છે. તેમાં બૉબર સ્ટાઇલ લુક, સિંગલ ફ્લોટિંગ સીટ, કોમ્પેક્ટ એપ હેન્ગર હેન્ડલબાર અને વ્હાઇટ સાઇડવોલ સાથેના ક્રોસ સ્પોક ટ્યુબલેસ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ જ કારણ છે કે આ બાઇક વિશ્વભરના રાઇડર્સને સતત આકર્ષી રહી છે. ભારતીય બજારમાં આ મોટરસાઇકલની શરૂઆતની કિંમત રૂ. 2.20 લાખ (એક્સ-શોરૂમ) છે.
આ પણ વાંચોઃ AI App ડાઉનલોડ કરવામાં ભારતીયો અવ્વલ, છતાં કંપનીઓ તકલીફમાં !


