Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Prophetic AI: હવે તમે નક્કી કરશો કે સપનામાં શું જોવું છે! જાણો આ અનોખા ડિવાઈસની કિંમત અને ખાસિયત

Prophetic AI નામના સ્ટાર્ટઅપે એવો દાવો કર્યો છે કે તેમના નવા વિયરેબલ ડિવાઈસ દ્વારા Lucid Dreaming સક્રિય કરી શકાય છે. આ ટેકનોલોજી EEG સેન્સર અને અલ્ટ્રાસોનિક ઉર્જાનો ઉપયોગ કરી મગજને સપનામાં જાગૃત રાખે છે, જેનાથી તમે સપનાને કંટ્રોલ કરી શકો છો. તેની શરૂઆતી કિંમત આશરે 42,300 રૂપિયા છે.
prophetic ai  હવે તમે નક્કી કરશો કે સપનામાં શું જોવું છે  જાણો આ અનોખા ડિવાઈસની કિંમત અને ખાસિયત
Advertisement
  • સ્ટાર્ટઅપ Prophetic AI એ લોન્ચ કર્યું વિયરેબલ ડિવાઈસ
  • AI ની મદદથી સપનાને કરી શકાશે કંટ્રોલ
  • ન્યુરાલિંક જેવી EEG સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ
  • ભારતમાં કિંમત ₹42,300 થી શરૂ, બુકિંગ શરૂ
  • માથા પર પહેરવાના ડિવાઈસથી સપનાની દુનિયા બદલાશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અત્યાર સુધી આપણે ઓફિસના કામો કે જટિલ ગણતરીઓ કરતા હતા, પરંતુ હવે તમે તમારા સપનાના માલિક બની શકશો. પ્રોફેટિક AI નામના સ્ટાર્ટઅપે 'ડુઅલ' (Dual) અને 'ફેસ' (Phase) નામના બે વિયરેબલ ડિવાઈસ (Wearable Device) લોન્ચ કર્યા છે. આ ડિવાઈસ લ્યૂસિડ ડ્રિમિંગ (Lucid Dreaming) ને ટ્રિગર કરે છે, જે એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિને સપનામાં ખબર હોય છે કે તે સપનું જોઈ રહ્યો છે અને તે સપનાના દ્રશ્યોને પોતાની રીતે બદલી શકે છે.

Diagram explaining how Prophetic AI device targets prefrontal cortex for dream

Advertisement

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?

આ ડિવાઈસ માથા પર પટ્ટીની જેમ પહેરવામાં આવે છે. તે અલ્ટ્રાસોનિક ઉર્જા (Ultrasonic Energy) નો ઉપયોગ કરીને મગજના પ્રીફ્રંટલ કોર્ટેક્સ સુધી ખાસ તરંગો પહોંચાડે છે અને ફ્રંટોપૈરિએટલ નેટવર્કને એક્ટિવ કરે છે. આ પ્રક્રિયા લ્યૂસિડ અવેયરનેસ (Lucid Awareness) વધારે છે. તેમાં હાઈ-ટેક ઇલેક્ટ્રોઇન્સેફેલોગ્રામ (EEG) સેન્સર લગાવાયા છે, જે ઈલોન મસ્કની ન્યુરાલિંક (Neuralink) જેવી જ ટેકનોલોજી પર કામ કરે છે. આ સિસ્ટમ સપનાની યાદશક્તિ અને તેની સ્પષ્ટતામાં પણ નોંધપાત્ર સુધારો કરે છે.

Advertisement

The Prophetic Phase device and its AI-based mobile control application.

કિંમત અને ઉપલબ્ધતા

ભારતીય બજારના હિસાબે આ અનોખી ટેકનોલોજીના બે મોડલ ઉપલબ્ધ છે. 'ડુઅલ' મોડલની કિંમત આશરે 42,300 રૂપિયા ($449) છે, જેની ડિલિવરી આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. જ્યારે એડવાન્સ મોડલ 'પ્રોફેટિક ફેસ' (Prophetic Phase) ની કિંમત 1,22,000 રૂપિયા ($1,299) નક્કી કરવામાં આવી છે, જેની ડિલિવરી 2027 ના મધ્ય ભાગમાં શરૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચો : World First Smartphone: આઈફોન કે સેમસંગ નહીં, આ હતો દુનિયાનો પહેલો સ્માર્ટફોન; ફીચર્સ જોશો તો દંગ રહી જશો!

Tags :
Advertisement

.

×