ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SamSung ની બેટરી ટેક પર ઉઠ્યા સવાલ! 1.8 લાખ ગાડીઓમાં આગનો ખતરો, અનેક કંપનીઓએ ગાડીઓ રિકોલ કરી

Cars Recall : સાઉથ કોરિયન કંપની Samsung જે કાર કંપનીઓને બેટરી ટેક્નોલોજી (Battery Tech) સપ્લાઇ કરે છે તેમાં આગ લાગવાનો ખતરો છે.
10:34 AM Feb 13, 2025 IST | KRUTARTH JOSHI
Cars Recall : સાઉથ કોરિયન કંપની Samsung જે કાર કંપનીઓને બેટરી ટેક્નોલોજી (Battery Tech) સપ્લાઇ કરે છે તેમાં આગ લાગવાનો ખતરો છે.
Cars Recall in America

Cars Recall : સાઉથ કોરિયન કંપની Samsung જે કાર કંપનીઓને બેટરી ટેક્નોલોજી (Battery Tech) સપ્લાઇ કરે છે તેમાં આગ લાગવાનો ખતરો છે. હવે અલગ અળગ કાર કંપનીઓએ પોતાના આશરે 1.8 લાખ ગાડીઓને રિકોલ કરી છે.

સેમસંગ પોતાની બેટરી ટેક્નોલોજી માટે જાણીતી

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ સમગ્ર વિશ્વમાં પોતાના સ્માર્ટફોન અને બેટરી ટેક્નોલોજી માટે પ્રખ્યાત છે. કંપની ન માત્ર ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું નિર્માણ કરે છે પરંતુ સમગ્ર વિશ્વની દિગ્ગજ વાહન નિર્માતા કંપનીઓને પણ બેટરી સપ્લાય કરે છે.સમાચાર છે કે, સેમસંગ જે ગાડીની કંપનીઓને બેટરી ટેક્નોલો સપ્લાય કરે છે તેમાં આગ લાગવાનો ખતરો છે. હવે અલગ અલગ કાર કંપનીઓ પોતાની આશરે 1.8 લાખ ગાડીઓને રિકોલ કરીને પરત મંગાવી રહી છે.

આ પણ વાંચો : Sabarkantha: પ્રાંતિજ-તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં

ફોર્ડ, વોક્સવેગન સહિત અનેક કંપનીઓએ ગાડી રિકોલ કરી

મીડિયા રિપોર્ટ અનુસાર ગત્ત એક વર્ષમાં ફોર્ડ, સ્ટેલેટિસ અને વોક્સવેગન સહિત અનેક કંપનીઓએ પોતાની ગાડીઓને રિકોલ કરી છે. જેમાં સેમસંગ બેટરી ટેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ રિકોલનું મુળ કારણ સેમસંગની હાઇવોલ્ટેજ બેટરીની ટેક્નોલોજી છે. જેમાં આ કોમ્પોનન્ટ સપ્લાય કરવામાં આવ્યો છે. કંપની હવે આગળ જઇને 1,80,196 ગાડીઓની સંભવિત આગના ખતરાની જાહેરાત કરી છે.

આ ગાડીઓ થઇ પ્રભાવિત

અમેરિકામાં NHTSA (નેશનલ હાઇવે ટ્રાફીક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન) અનુસાર આ બેટરી પેકમાં રહેલી સેપરેટરને ભારે નુકસાન થયું છે. ફોર્ડની તપાસ પરથી માહિતી મળે છે કે, સૈમસંગના હાઇ વોલ્ટેજ સેલ મન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન સેપરેશન લેયરમાં કેટલીક ખામીઓ સામે આવી છે, જેના કારણે આ સમસ્યા જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Happy Kiss Day : હિંદી ફિલ્મોમાં કોણે આપ્યો હતો સૌપ્રથમ કિસિંગ સીન? સતત 4 મિનિટ સુધી ચાલતી રહી કીસ

હવે આ ગાડીઓનું શું થશે

સૈમસંગનું કહેવું છે કે, હજી સુધી આ સમસ્યાનો કોઇ ઉકેલ નથી. જો કે આ રિકોલથી પ્રભાવિત ફોર્ડ ગાડીમાં સ્ટોપ સેફલી નાઉ નામથી એક મેસેજ પોપઅપ થશે. જે વાહનની સિસ્ટમ દ્વારા કોઇ સમસ્યાની માહિતી લગાવવા અંગે ચાલકનો તત્કાલ માહિતી આપશે. જેતી તેઓ વાહનને રોકી શકે. બીજી તરફ ફોક્સવૈગન અને સ્ટેલેટિંસના વાહનો માટે હાલ એવી કોઇ માહિતી શેર નથી કરવામાં આવી.

આ પણ વાંચો : Marriage : ન તો લગ્નના ફેરા, ન તો મંગળસૂત્ર, મધ્યપ્રદેશમાં આ પ્રતિમા સામે થયા અનોખા લગ્ન

Tags :
Car Fire RecallCars Recalled Using Samsung Battery TechFord Cars recallGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsSamsung Battery TechSamsung Battery Tech RecallVolkswagen cars recall
Next Article