Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રણવીર અલ્લાહબાદિયાની YouTube ચેનલ હેક, તમામ વીડિયો Delete

સુપ્રીમ કોર્ટ બાદ આ પ્રખ્યાત યુટ્યુબરની યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ YouTuber રણવીર અલ્લાહબાદિયાની બંને YouTube ચેનલો હેક હેકર્સે યુટ્યુબરની ચેનલ પરના તમામ વીડિયો ડિલીટ કરી દીધા દેશમાં હેકર્સ એક્ટિંગ થઇ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા...
રણવીર અલ્લાહબાદિયાની youtube ચેનલ હેક  તમામ વીડિયો delete
  • સુપ્રીમ કોર્ટ બાદ આ પ્રખ્યાત યુટ્યુબરની યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ
  • YouTuber રણવીર અલ્લાહબાદિયાની બંને YouTube ચેનલો હેક
  • હેકર્સે યુટ્યુબરની ચેનલ પરના તમામ વીડિયો ડિલીટ કરી દીધા

દેશમાં હેકર્સ એક્ટિંગ થઇ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટની YouTube ચેનલ હેક થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ હવે એક જાણીતા YouTuber રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) ની બંને YouTube ચેનલો હેક કરવામાં આવી છે. વળી સામે આવ્યું છે કે, તેમના તમામ વીડિયો ડિલિટ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

ચેનલ પરના તમામ વીડિયો ડિલીટ

YouTuber રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) ની લોકપ્રિય ચેનલ BeerBiceps ને હેક કરી અને તેનું નામ બદલીને "@Elon.trump.tesla_live2024" કરી દીધું છે. આટલું જ નહીં, તેની વ્યક્તિગત ચેનલનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. જેને "@Tesla.event.trump_2024" કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, હેકર્સે યુટ્યુબરની ચેનલ પરના તમામ વીડિયો ડિલીટ કરી દીધા છે. વધુમાં, હેકર્સે AI જનરેટેડ ડીપફેક વીડિયોની મદદથી એલન મસ્ક જેવા દેખાતા વ્યક્તિ સાથે લાઈવ સ્ટ્રીમ પણ કર્યું હતું. લાઇવ સ્ટ્રીમમાં, હેકરે લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા કહ્યું અને વચન આપ્યું કે તેમના પૈસા બમણા કરવામાં આવશે. હેકર્સે લાઇવ સ્ટ્રીમ દરમિયાન એક QR કોડ બતાવ્યો અને તેને સ્કેન કરીને elonweb.net પર Bitcoin અથવા Ethereum મોકલવાનું કહ્યું.

Advertisement

કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી

જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ હેકરે કોઈ પ્રખ્યાત વ્યક્તિ અથવા સંસ્થાની સોશિયલ ચેનલ હેક કરી હોય. ભૂતકાળમાં ઘણી વખત, હેકર્સે પ્રખ્યાત હસ્તીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ હેક કર્યા છે અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટેની લિંક્સ શેર કરી છે. આ ખૂબ જ જૂની પદ્ધતિ છે, જેમાં લોકોને ફસાવવા માટે YouTube ચેનલો અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સને નિશાન બનાવવામાં આવે છે. હાલમાં બંને ચેનલોને YouTube પરથી હટાવી દેવામાં આવી છે. જ્યારે આ બંને ચેનલો સર્ચ કરવામાં આવી ત્યારે યુટ્યુબે કહ્યું કે તેઓ કંપનીની નીતિની વિરુદ્ધ છે. હાલમાં, યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

22 વર્ષની ઉંમરે શરૂ કરી YouTube ચેનલ

રણવીર અલ્લાહબદિયાએ 22 વર્ષની ઉંમરે યુટ્યુબ પર પોતાનું કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. આજે તેની કુલ 7 યુટ્યુબ ચેનલ છે. આ તમામ ચેનલો પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેઓ તેમના કંન્ટેન્ટ અને વિષયોને પસંદ કરે છે. તેમની ચેનલ પર ફિટનેસ, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, પ્રેરણા અને પોડકાસ્ટ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો:  Shocking : ઇયરબર્ડ્સનો ઉપયોગ મહિલા માટે બન્યો જોખમી, કાનમાં બ્લાસ્ટ થતા ગુમાવી સાંભળવાની ક્ષમતા

Tags :
Advertisement

.