એરટેલ, જિયો કે Vi? જાણો કયા નેટવર્ક પર મળી રહી છે સૌથી સુપરફાસ્ટ 5G સ્પીડ
- 5G ની સ્પીડમાં જિયો બન્યું દેશનું નંબર-1 નેટવર્ક (Reliance Jio 5G Dominance)
- રિલાયન્સ જિયોની 5G સ્પીડ એરટેલ અને Vi કરતા ઘણી વધારે
- જિયોના યુઝર્સ સૌથી વધુ સમય 5G નેટવર્ક સાથે જોડાયેલા રહે છે
- એરટેલ સ્પીડમાં બીજા ક્રમે, જ્યારે Vi હજુ પણ રેસમાં પાછળ
- BSNL પણ હવે 5G લોન્ચિંગ માટે જોરશોરથી કરી રહ્યું છે તૈયારી
Reliance Jio 5G Dominance : ભારતમાં 5G સેવાઓ હવે સામાન્ય બની રહી છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા (Vi) ત્રણેય ખાનગી કંપનીઓએ દેશમાં નેટવર્ક રોલઆઉટ કરી દીધું છે. જોકે, તાજેતરના અહેવાલે સ્પષ્ટ કર્યું છે કે આ સ્પર્ધામાં જિયોએ અન્ય કંપનીઓ કરતા મોટી સરસાઈ મેળવી લીધી છે. 'Opensignal' ના રિપોર્ટ અનુસાર, સ્પીડથી લઈને નેટવર્કની ઉપલબ્ધતા સુધીના લગભગ તમામ માપદંડો પર જિયો સૌથી આગળ છે.
Reliance Jio 5G Dominance : 5G ડાઉનલોડ સ્પીડમાં જિયોનો દબદબો
સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેના ડેટા મુજબ, જિયોની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ 199.7 Mbps નોંધાઈ છે, જે તેના 4G નેટવર્ક કરતા 11 ગણી વધારે છે. બીજી તરફ, એરટેલ 187.2 Mbps ની સ્પીડ સાથે બીજા ક્રમે છે. વોડાફોન આઈડિયા (Vi) હજુ પણ પાછળ છે, જેની સ્પીડ 138.1 Mbps નોંધાઈ છે. રિપોર્ટ કહે છે કે 5G નેટવર્કને કારણે યુઝર્સનો અનુભવ પહેલા કરતા ઘણો સ્મૂધ બન્યો છે.
Reliance Jio 5G Dominance : નેટવર્કની ઉપલબ્ધતા અને ઉપયોગ
આ વખતે 'Time on 5G' નામના નવા માપદંડ પર કંપનીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે જિયોના યુઝર્સ 68.1% સમય 5G નેટવર્ક સાથે જોડાયેલા રહે છે. એરટેલની ઉપલબ્ધતા 66.6% હોવા છતાં, તેના યુઝર્સ માત્ર 28% સમય જ 5G પર સક્રિય રહી શક્યા છે. Vi ના કિસ્સામાં આ આંકડો માત્ર 9.7% રહ્યો છે.
વોડાફોન આઈડિયા અને BSNL ની સ્થિતિ
Vi હજુ તેના શરૂઆતી તબક્કામાં છે અને નેટવર્ક વિસ્તારવા પર ધ્યાન આપી રહી છે. બીજી તરફ, સરકારી કંપની BSNL હાલમાં 4G સાઈટ્સ તૈયાર કરી રહી છે. એકવાર 4G માળખું મજબૂત થયા પછી જ BSNL તેની 5G સેવાઓ શરૂ કરશે, જે બાદ ભારતીય ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધા વધુ તેજ બનશે.
આ પણ વાંચો : Car Heater Safety Tips: ઠંડીમાં કારનું હીટર બની શકે છે 'સાયલન્ટ કિલર', જાણો કેવી રીતે?


