Reliance Jio : 2GB દૈનિક ડેટા સાથેનાં આ પ્રીપેડ પ્લાનની કિંમત રૂ. 200 થી પણ ઓછી! ફાયદા જબરદસ્ત!
- Jio નાં સબ્સ્ક્રાઇબર માટે મહત્ત્વનાં સમાચારા (Reliance Jio)
- રૂ. 198 પ્રીપેડ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઓફર કરે છે
- સાથે જ દૈનિક 100 SMS અને દરરોજ 2GB પણ ઑફર કરે છે
- આ પ્લાન 5G લાભો સાથે પણ આવે છે.
જો તમે Jio નાં (Reliance Jio) સબ્સ્ક્રાઇબર છો અને બજેટેડ 2GB દૈનિક ડેટા પ્રીપેડ પ્લાનની (2GB Prepaid Plan) શોધમાં છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી બની શકે છે. Jio નો એક એવો પ્લાન છે જે ટૂંકા ગાળાનાં હેવી ડેટા યુઝર્સને સંતુષ્ટ કરશે અને અમર્યાદિત 5G પણ ઓફર કરશે. આ પ્લાનની કિંમત 198 રૂપિયા છે. આ એકમાત્ર એવો પ્લાન છે જે રૂ. 200 કરતાં ઓછી કિંમતે અમર્યાદિત 5G સાથે (પાત્ર સબ્સ્ક્રાઇબર્સ માટે) આવે છે. ચાલો આ પ્લાનના તમામ ફાયદાઓ પર એક નજર કરીએ.
આ પણ વાંચો - Smart Mobile: નાની વસ્તુઓ તમને મોટા નુકસાનથી બચાવશે, Apps ડાઉનલોડ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો
રિલાયન્સ જિયોનો રૂ. 198 પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જિયોનો (Reliance Jio) રૂ. 198 પ્રીપેડ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલિંગ, દૈનિક 100 SMS અને દરરોજ 2GB ઑફર કરે છે. આ પ્લાન 5G લાભો સાથે પણ આવે છે. આ પ્લાનનાં વધારાનાં ફાયદામાં JioTV, JioCinema અને JioCloud સામેલ છે. નોંધનીય છે કે, રિલાયન્સ જિયો ફક્ત તેના 2GB દૈનિક ડેટા અથવા તેનાથી વધુનાં પ્લાન સાથે અમર્યાદિત 5G ઓફર કરે છે. આમ, Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ આ એક્ટિવ સર્વિસ વૈલિડિટીવાળો સૌથી સસ્તો અનલિમિટેડ 5G પ્લાન છે.
આ પણ વાંચો - Vivo T3x 5G ની કિંમત ગગડી, હવે આ કિંમતમાં મળશે
28 દિવસની વેલિડિટી સાથે 349 રૂપિયાનો પ્લાન
જણાવી દઈએ કે, આ પ્રીપેડ પ્લાનની સર્વિસ વેલિડિટી માત્ર 14 દિવસની હોય છે. જો કે, જો તમને આ જ પ્લાન 28 દિવસ માટે જોઈતો હોય, તો તમે 349 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. સરેરાશ દૈનિક ખર્ચની સરખામણીએ, રૂ. 198નો પ્લાન રૂ. 349 ના પ્લાન કરતાં મોંઘો છે. 349 રૂપિયાનાં પ્લાન સાથે, તમને 198 રૂપિયાના પ્લાનના તમામ લાભો મળે છે. તફાવત ફક્ત સર્વિસ વૈલિડિટીમાં છે.
આ પણ વાંચો - Scam Alert: ઓફર્સની લાલચને કારણે રિચાર્જ મોંઘુ પડી શકે છે, TRAIએ આપી ચેતવણી