Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Robot તમને સ્પર્શ કરીને સમજી લેશે તમારા મનની વાત, જાણો કેવી રીતે?

આવનારા સમયમાં રોબોટ તમને સ્પર્શ કરીને જ તમારી લાગણીઓને સમજી લેશે. જાણો આ અંગે વૈજ્ઞાનિકોનું શું કહેવું છે.
robot તમને સ્પર્શ કરીને સમજી લેશે તમારા મનની વાત  જાણો કેવી રીતે
Advertisement
  • રોબોટ તમને સ્પર્શ કરીને તમારી લાગણીઓ સમજી લેશે
  • રોબોટ એક માનવસર્જિત મશીન
  • ટોક્યો મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો અભ્યાસ
  • રોબોટ વિશેની ધારણા હવે બદલાશે

ઘણી વખત એવું બને છે કે કહેવા છતા પણ લોકો તમારી વાત સમજી નથી શકતા. પરંતુ આવનારા સમયમાં રોબોટ તમને સ્પર્શ કરીને જ તમારી લાગણીઓને સમજી લેશે. જાણો આ અંગે વૈજ્ઞાનિકોનું શું કહેવું છે.

રોબોટ એક માનવસર્જિત મશીન

રોબોટ ક્યારેય મનુષ્ય જેવા ન હોઈ શકે. રોબોટ એક માનવસર્જિત મશીન છે, જે માનવીય લાગણીઓને સમજવાની ક્ષમતા ધરાવતુ નથી. જોકે, રોબોટ વિશેની આ ધારણા હવે બદલાશે. આવનારા સમયમાં એવા રોબોટ પણ આવવાના છે, જે તમને સ્પર્શીને તમારું મન સમજી જશે. તમે અંદરથી ઉદાસ છો કે ખુશ છો, ઉદાસ છો અને અંદરથી રડવાનું મન થાય છે… આ બધી વાતો રોબોટ તમારા કહ્યાં વિના સમજી જશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ભવિષ્યમાં આવા કેટલાક રોબોટ આવવાના છે.

Advertisement

અભ્યાસમાં શું સામે આવ્યું

IEEE Access નામના મેગેઝિનમાં એક સ્ટડી રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મુજબ તમે અંદરથી કેવું અનુભવો છો તેની અસર તમારી ત્વચા પર પણ થાય છે. આ ચેતા પ્રવૃત્તિ અને પરસેવાને પણ અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે માનવીય લાગણીઓને સમજવાની આ સૌથી સચોટ રીત છે. કારણ કે જ્યારે આપણે કોઈની વાણી કે ચહેરાના હાવભાવની વધઘટ પરથી તેની માનસિક સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે પરિણામ હંમેશા સચોટ નથી હોતું. આમાં ભૂલો હોઈ શકે છે. તેથી આ પદ્ધતિઓ સફળ કહી શકાય નહીં.

Advertisement

આ પણ વાંચો :  Google: 2025માં ગૂગલની મુશ્કેલીઓ વધશે, સુંદર પિચાઈએ આપ્યા સંકેત

ટોક્યો મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો અભ્યાસ

બીજી બાજુ, ત્વચાથી લાગણીઓને વાસ્તવિક સમયમાં સમજી શકાય છે. ટોક્યો મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ અભ્યાસમાં 33 લોકોને સામેલ કર્યા હતા. સંશોધન દરમિયાન, તમામ સહભાગીઓને ભાવનાત્મક વિડિયો બતાવવામાં આવ્યા હતા અને તેમની ત્વચાના વહનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને અલગ-અલગ લાગણીઓ જોવા મળી. જ્યારે કૌટુંબિક બંધન જેવા દ્રશ્યો આવ્યા, ત્યારે સહભાગીઓએ ખુશી અને ગમ બંને પ્રતિક્રિયા આપી, પરંતુ તેની શોધ થોડી ધીમી હતી. કદાચ આવુ એટલા માટે હતું કારણ કે, ત્યાં લાગણીઓનું ઓવરલેપિંગ હતું. પરંતુ ભયની લાગણી લાંબા સમય સુધી ચાલતી રહી. તેમજ રમૂજની ભાવના આવી અને તરત જ જતી રહી.

વૈજ્ઞાનિકોના મતે, મૂડ બદલાતાની સાથે લાગણીઓ પણ બદલાય છે અને આ બધી લાગણીઓને ત્વચાના વહન દ્વારા ખૂબ સારી રીતે સમજી શકાય છે.

આ પણ વાંચો : આ કંપનીએ બનાવ્યો હતો વિશ્વનો પહેલો મોબાઈલ, જાણો રસપ્રદ કહાની

Tags :
Advertisement

.

×