Flying Flea C6 : Royal Enfield ની પહેલી ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ
- Flying Flea C6 સાથે કંપનીએ પહેલી ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી
- બુલેટ બનાવીને વિશ્વભરમાં નામના મેળનાર કંપનીનો નવો પ્રયોગ
- આધુનિક સુવિધાઓથી સજ્જ બાઇક લોકોની પહેલી પસંદ બને તેવી આશ
Flying Flea C6 : રોયલ એનફિલ્ડે (Royal Enfield) આખરે ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક (First Electric Bike) , ફ્લાઇંગ ફ્લી C6 લોન્ચ કરી છે. આ બાઇક રૂ. 2.79 લાખ (એક્સ-શોરૂમ) થી (Ex. Show Room Price) શરૂ થાય છે. જો કે, જો તમે બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) વિકલ્પ પસંદ કરો છો, તો કિંમત ઘટીને રૂ. 1.99 લાખ થઈ જાય છે.
Flying Flea C6, 65 મિનિટમાં 80 ટકા ચાર્જ
આ બાઇક 15.4 kW (આશરે 20 હોર્સપાવર) ની ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે, જે તેને ખૂબ શક્તિશાળી બનાવે છે. તે 3.91 kWh બેટરી પેક સાથે આવે છે. આ બાઇક માત્ર 3.7 સેકન્ડમાં 0 થી 60 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, જે તેને શહેરી વિસ્તારમાં ડ્રાઇવિંગ માટે ખૂબ ઝડપી બનાવે છે. તેની ટોચની ગતિ 115 કિમી/કલાક હોવાનો દાવો કરવામાં આવે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ બાઇક એક જ ચાર્જ પર 154 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. બેટરીને 20 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરવામાં લગભગ 65 મિનિટ લાગે છે.
આ પણ વાંચો ----------- Muse Spark : AI જગતમાં જોરદાર ટક્કર આપવા Meta નો મોટો દાવ
Flying Flea C6, વિવિધ મોડમાં રાઇડિંગની મજા
રોયલ એનફિલ્ડે આ ઇલેક્ટ્રિક બાઇકમાં ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરી છે, ખાસ કરીને શહેરના રાઇડર્સને ધ્યાને રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં ઓલ-એલઇડી લાઇટ્સ છે, જે રાત્રે દૃશ્યતામાં સુધારો કરે છે. સલામતી સુવિધાઓમાં ગૂગલ-આધારિત નેવિગેશન, વાયરલેસ ફોન ચાર્જિંગ, કોર્નરિંગ ABS અને ટ્રેક્શન કંટ્રોલનો સમાવેશ થાય છે. તે સ્પોર્ટ અને પર્સનલ જેવા રાઇડિંગ મોડ્સ પણ પ્રદાન કરે છે. પર્સનલ મોડમાં, તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ બાઇકની સેટિંગ્સ, જેમ કે ABS અને થ્રોટલને કસ્ટમાઇઝ કરી શકો છો.
View this post on Instagram
સ્ટાઇલિશ લૂક
બાઇકની ડિઝાઇન અન્ય રોયલ એનફિલ્ડ બાઇક્સ કરતા તદ્દન અલગ અને અનોખી છે. તેનો દેખાવ કોમ્પેક્ટ અને આધુનિક છે, જે જૂની ફ્લાઇંગ ફ્લીથી પ્રેરિત છે. તેમાં એક ખુલ્લી ફ્રેમ, ગર્ડર-પ્રકારનું ફ્રન્ટ સસ્પેન્શન, ફ્લોટિંગ સીટ અને અલગ કરી શકાય તેવી પિલિયન સીટ છે. આ બધી સુવિધાઓ તેને એક અલગ ઓળખ આપે છે, અને તેને સ્ટાઇલિશ બનાવે છે.
વજનમાં સૌથી હલકું બાઇક
બાઇકનું બેટરી પેક એલ્યુમિનિયમ કેસીંગમાં રાખવામાં આવ્યું છે, જે ઠંડક અને એરોડાયનેમિક્સમાં સુધારો કરે છે. આ ડિઝાઇન બાઇકને માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરતી નથી પણ તેને દૃષ્ટિની આકર્ષક પણ બનાવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ બાઇકનું વજન ફક્ત 124 કિલો છે, જે તેને રોયલ એનફિલ્ડની અત્યાર સુધીની સૌથી હળવી બાઇક બનાવે છે.
આ પણ વાંચો ----------- દિલ્હીમાં Electric Vehicles ખરીદનારાઓની લોટરી! રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં 100% મુક્તિની જાહેરાત


