Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Royal Enfield Hunter 350 : સસ્તી અને સ્ટાઇલિશ! શું હન્ટર 350 ખરેખર બેસ્ટ 350cc બાઇક છે?

ભારતીય રસ્તાઓ પર રોયલ એનફિલ્ડની શાન વધારનાર એક ખાસ મોડલે વેચાણના તમામ ગણિત બદલી નાખ્યા છે. માત્ર એક વર્ષના ગાળામાં આ બાઇકે ગ્રાહકોના દિલ જીતવામાં જે સફળતા મેળવી છે, તેની પાછળ તેની કિંમત અને આધુનિક ફીચર્સનું મોટું યોગદાન છે. યુવા રાઇડર્સ માટે આ બાઇક કેમ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને તેના આંકડા શું કહી રહ્યા છે, તે જાણવું રસપ્રદ છે.
royal enfield hunter 350   સસ્તી અને સ્ટાઇલિશ  શું હન્ટર 350 ખરેખર બેસ્ટ 350cc બાઇક છે
Advertisement
  • Royal Enfield Hunter 350 એ વેચાણમાં મચાવી ધૂમ
  • બાઇકના વેચાણમાં વાર્ષિક 50 ટકાનો તોતિંગ ઉછાળો
  • ડિસેમ્બરમાં 20 હજારથી વધુ ગ્રાહકોએ બાઇક ખરીદી
  • રોયલ એનફિલ્ડની સૌથી સસ્તી બાઇક હોવાથી વધી માંગ
  • 349cc ના દમદાર એન્જિન સાથે આધુનિક ફીચર્સ લોકપ્રિય

Royal Enfield Hunter 350 : રોયલ એનફિલ્ડ (Royal Enfield) ની સૌથી લોકપ્રિય બાઇક્સમાંની એક 'હન્ટર 350' (Hunter 350) એ ભારતીય બજારમાં ધૂમ મચાવી દીધી છે. તાજેતરના આંકડા મુજબ, કંપનીએ આ મોડલના વેચાણમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો જંગી ઉછાળો નોંધાવ્યો છે. ડિસેમ્બર 2024 માં જ્યાં 13,744 યુનિટ્સ વેચાયા હતા, તેની સામે ડિસેમ્બર 2025 માં 20,654 નવા ગ્રાહકોએ આ બાઇકની સવારી પસંદ કરી છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ બાઇકનો ક્રેઝ સતત વધી રહ્યો છે.

રોયલ એનફિલ્ડ હન્ટર 350 ની કિંમત

કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો, હન્ટર 350 (Hunter 350) રોયલ એનફિલ્ડની સૌથી સસ્તી બાઇક છે. તેની એક્સ-શોરૂમ કિંમત (Ex-showroom Price) ₹1.37 લાખથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ માટે ₹1.67 લાખ સુધી જાય છે. ઓછી કિંમત અને પ્રીમિયમ લુકને કારણે તે સિટી રાઇડર્સ માટે પહેલી પસંદ બની રહી છે.

Advertisement

Royal Enfield India

Royal Enfield India

Advertisement

શક્તિશાળી એન્જિન અને માઇલેજ

આ બાઇકમાં 349cc નું સિંગલ સિલિન્ડર, એર-ઓઇલ કૂલ્ડ એન્જિન (Air-Oil Cooled Engine) આપવામાં આવ્યું છે. જે 20.2 bhp નો પાવર અને 27 Nm નો ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ ગિયરબોક્સ (5-Speed Gearbox) સાથે તે સ્મૂધ ડ્રાઇવિંગ અનુભવ આપે છે. કંપનીના દાવા મુજબ, આ બાઇક પ્રતિ લિટર 35 થી 40 કિમીની માઇલેજ (Mileage) આપવા સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 114-120 કિમી પ્રતિ કલાકની આસપાસ છે.

Royal Enfield Hunter 350 Bike

શ્રેષ્ઠ હેન્ડલિંગ અને આધુનિક ફીચર્સ

હન્ટર 350 નું વજન માત્ર 181 કિલોગ્રામ છે, જે તેને અન્ય RE બાઇક્સ કરતા હળવી બનાવે છે. તેમાં 17-ઇંચના એલોય વ્હીલ્સ (Alloy Wheels), ટ્યુબલેસ ટાયર અને ડ્યુઅલ ચેનલ ABS (Dual Channel ABS) જેવી સુવિધાઓ છે. આ સિવાય ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટ્રિપર નેવિગેશન (Tripper Navigation) તેને વધુ આધુનિક બનાવે છે.

આ પણ વાંચો : શું તમે પણ મોંઘી દવાઓ ખરીદો છો? આ સરકારી એપ બચાવશે તમારા હજારો રૂપિયા

Tags :
Advertisement

.

×