ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Royal Enfield ની Guerrilla 450 લોન્ચ, ડેશીંગ ઇમ્પ્રેશન સાથે માર્કેટમાં એન્ટ્રી

Royal Enfield Guerrilla 450 : આ બાઇક બ્રાવા બ્લુ, યલો રિબન, ગોલ્ડ ડિપ, પ્લેયા ​​બ્લેક, પીક્સ બ્રોન્ઝ અને સ્મોક સિલ્વરમાં પણ ઉપલબ્ધ થશે.
07:32 PM Aug 23, 2025 IST | PARTH PANDYA
Royal Enfield Guerrilla 450 : આ બાઇક બ્રાવા બ્લુ, યલો રિબન, ગોલ્ડ ડિપ, પ્લેયા ​​બ્લેક, પીક્સ બ્રોન્ઝ અને સ્મોક સિલ્વરમાં પણ ઉપલબ્ધ થશે.

Royal Enfield Guerrilla 450 : રોયલ એનફિલ્ડે તેની લોકપ્રિય બાઇક ગેરીલા 450 ને (Royal Enfield Guerrilla 350) નવી શૈલીમાં રજૂ કરી છે. કંપનીએ આ બાઇકની નવી શેડો એશ પેઇન્ટ સ્કીમ લોન્ચ કરી છે, જે પુણેમાં આયોજિત GRRR નાઇટ્સ X અંડરગ્રાઉન્ડ ઇવેન્ટમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ નવી ડ્યુઅલ-ટોન પેઇન્ટેડ બાઇકની શરૂઆતની કિંમત 2.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

નવા કલરનો ઉમેરો

નવી પેઇન્ટ સ્કીમમાં, બાઇકને (Royal Enfield Guerrilla 350) ઓલિવ ગ્રીન ટેન્ક અને બ્લેક ડિટેલિંગ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, આ લુક બાઇકને વધુ મસ્ક્યુલર અને પાવરફુલ ડિઝાઇન આપે છે. આ ઉપરાંત, આ બાઇક બ્રાવા બ્લુ, યલો રિબન, ગોલ્ડ ડિપ, પ્લેયા ​​બ્લેક, પીક્સ બ્રોન્ઝ અને સ્મોક સિલ્વરમાં પણ ઉપલબ્ધ થશે.

વેરિઅન્ટ્સ અને કિંમત

રોયલ એનફિલ્ડે (Royal Enfield Guerrilla 350) કહ્યું છે કે, આ નવો રંગ ડેશ અને ટ્રિપર ડેશ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ગેરીલા 450 ની કિંમત હજુ પણ 2.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે, ગ્રાહકો પાસે હવે વધુ ખર્ચ કર્યા વિના વધુ રંગ વિકલ્પો પસંદ કરવાની તક છે.

પાવર અને એન્જિન

ગુરિલા 450 (Royal Enfield Guerrilla 350) માં શક્તિશાળી 452cc 'શેરપા 450' લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે, જે હિમાલયન મોડેલમાં પણ આપવામાં આવ્યું છે. કંપનીએ તેમાં ખાસ ટ્યુનિંગ અને ગિયરિંગ કર્યું છે, જેથી તે ગુરિલાના સ્પોર્ટી પાત્ર અનુસાર ફિટ થાય છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ

કંપનીએ ગુરિલા 450 ને (Royal Enfield Guerrilla 350) સવારી આરામ અને નિયંત્રણ માટે ઉત્તમ સસ્પેન્શનથી સજ્જ કર્યું છે. તેમાં 43mm ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ (140mm ટ્રાવેલ) અને રીઅર મોનો-શોક (150mm ટ્રાવેલ) છે. બ્રેકિંગ માટે, આગળના ભાગમાં 310mm વેન્ટિલેટેડ ડિસ્ક (ડબલ પિસ્ટન કેલિપર) અને પાછળના ભાગમાં 270mm ડિસ્ક (સિંગલ પિસ્ટન) આપવામાં આવ્યું છે. આ સાથે, ડ્યુઅલ-ચેનલ ABS પ્રમાણભૂત સુવિધા તરીકે ઉપલબ્ધ છે.

ટાયર અને ગ્રિપ

બાઇકને (Royal Enfield Guerrilla 350) 17-ઇંચના એલોય વ્હીલ્સ પર લોન્ચ કરવામાં આવી છે, જેમાં CEAT ટાયર છે. આગળના ટાયરની સાઈઝ 120/70 R17 અને પાછળના સાઈઝ 160/60 R17 છે. આ સેટઅપ બાઇકને ઉત્તમ રોડ ગ્રિપ તો આપે છે જ, પણ ઊંચી ઝડપે સ્થિરતા પણ જાળવી રાખે છે.

આ પણ વાંચો ------ KTM એ ધમાકેદાર બાઇકનું ટેસ્ટિંગ શરૂ કર્યું, યુરોપમાં દેખાઇ પહેલી ઝલક

Tags :
Guerilla450GujaratFirstgujaratfirstnewslaunchNewBikeRoyalEnfield
Next Article