ભારતીય મિડ-રેન્જ માર્કેટમાં સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની ધમાકેદાર એન્ટ્રી અને કિંમત
સેમસંગે ભારતીય બજારમાં પ્રીમિયમ લુક અને મજબૂત બિલ્ડ ક્વોલિટી સાથે નવો ફોન રજૂ કર્યો છે. કૂપન ઓફર્સ લાગુ કર્યા બાદ આ ફોનની શરૂઆતની કિંમત માત્ર ₹22,999 રાખવામાં આવી છે . આ બજેટમાં આ સ્માર્ટફોન ગ્રાહકોને એક ફ્લેગશિપ જેવો અનુભવ આપવા માટે સક્ષમ છે. કંપની આ ડિવાઇસ સાથે 6 વર્ષ સુધીના સિક્યોરિટી અપડેટ્સ અને 6 મોટા ઓપરેટિંગ સિસ્ટમ (OS) અપગ્રેડ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે, જે આ પ્રાઇસ રેન્જમાં ખૂબ જ દુર્લભ છે.
કંપનીએ આધુનિક સોફ્ટવેર ફીચર્સ પણ કર્યા છે અપડેટ
આ ફોન તમને આકર્ષક રોગ રેડ (Rogue Red) અને બ્લેઝ બ્લુ (Blaze Blue) કલર ઓપ્શનમાં મળશે. આ સ્માર્ટફોનને તમે સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ ઉપરાંત ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી સરળતાથી ખરીદી શકશો. કંપનીએ યુઝર્સની પ્રોડક્ટિવિટી વધારવા માટે આમાં ટેપ એન્ડ પે, ક્વિક શેર અને એઆઈ વોઇસ ટ્રાન્સક્રિપ્શન જેવા આધુનિક સોફ્ટવેર ફીચર્સ પણ ઉમેર્યા છે.
પાવરફુલ પ્રોસેસર, સુપર એમોલેડ ડિસ્પ્લે અને કેમેરા સેટઅપની સંપૂર્ણ વિગતો
ફીચર્સની વાત કરીએ તો, આ હેન્ડસેટમાં 6.7 ઇંચની ફૂલ એચડી પ્લસ (FHD+) ફ્લેટ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનને સ્મૂધ ચલાવવા માટે 120Hz નો રિફ્રેશ રેટ ઉપલબ્ધ છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે આમાં કંપનીએ કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન આપ્યું છે, જે 4 ગણી વધુ સ્ક્રેચ રેઝિસ્ટન્સ ક્ષમતા પ્રદાન કરે છે.
સ્નેપડ્રેગન 6 જનરેશન 3 પ્રોસેસર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું
ઝડપી સ્પીડ અને હેવી મલ્ટિટાસ્કિંગ માટે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 જનરેશન 3 (Snapdragon 6 Gen 3) પ્રોસેસર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે . ગેમિંગના શોખીનો માટે ગ્રાફિક્સને બહેતર બનાવવા એડ્રેનો 710 જીપીયુ સપોર્ટ મળે છે. સોફ્ટવેર ફ્રન્ટ પર, આ ડિવાઇસ લેટેસ્ટ એન્ડ્રોઇડ 16 પર આધારિત સેમસંગના પોતાના વન યુઆઈ (One UI) વર્ઝન પર ઓપરેટ થાય છે. ફોટોગ્રાફી માટે આના રિયર પેનલ પર 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો, ૫ મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને ૨ મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે 112 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે.
શાનદાર 6000mAh બેટરી લાઈફ, સેલ તારીખ અને અન્ય બ્રાન્ડ્સ સાથે સીધી સ્પર્ધા
આ સ્માર્ટફોનનું સૌથી મોટું આકર્ષણ તેની વિશાળ 6000mAh કેપેસિટી ધરાવતી બેટરી છે . આ હેવી બેટરીને ફાસ્ટ ચાર્જ કરવા માટે 45 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. ગેમર્સ માટે આમાં સ્પેશિયલ બાયપાસ ચાર્જિંગ ફીચર છે, જેનાથી ચાર્જિંગ વખતે ફોન ગરમ થયા વગર સીધો પાવર મધરબોર્ડને મળે છે.
સ્માર્ટફોનની સત્તાવર સેલ 4 જુલાઈથી શરૂ
આ સ્માર્ટફોનની સત્તાવાર ઓપન સેલ 4 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ જ દિવસથી એમેઝોન પર પ્રાઇમ મેમ્બર્સ માટે ખાસ સેલ પણ શરૂ થઈ રહ્યો છે, જ્યાં ગ્રાહકો બેંક કાર્ડ્સ અને એક્સચેન્જ ઓફર્સનો લાભ ઉઠાવી વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકશે. માર્કેટ કોમ્પિટિશનની વાત કરીએ તો, આ પ્રાઇસ સેગમેન્ટમાં સેમસંગનો આ લેટેસ્ટ ફોન ઓપો K14 5G, વીવો T5x 5G અને રેડમી નોટ 15 5G જેવા ચાઇનીઝ ડિવાઇસને સીધી અને કડક ટક્કર આપશે.
આ પણ વાંચો : Chinese AI Model GLM 5.2: AI રેસમાં ચીને અમેરિકાને પછાડ્યું? લોન્ચ કર્યું સસ્તું ઓપન વેટ AI મોડલ