Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Samsung Galaxy Tri Fold ફોનને લઇને Youtuber નો ગંભીર દાવો

સેમસંગ કંપની દ્વારા પોતાનો મહત્વકાંક્ષી ત્રણ ફોલ્ડ વાળો ફોન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની તેના ફોલ્ડ ફોનના કારણે હાલના દિવસોમાં ઘણી લોકપ્રિય બની છે, ત્યારે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા ટ્રાઇ ફોલ્ડ ફોનના ટકાઉપણાને લઇને હવે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. કંપનીના દાવાથી વિપરીત ફોન સહેજ બેન્ડ કરવામાં આવતા સ્ક્રીનને નુકશાન પહોંચ્યું હોવાનો દાવો યુટ્યુબર દ્વારા કરાયો છે.
samsung galaxy tri fold ફોનને લઇને youtuber નો ગંભીર દાવો
Advertisement
  • સેમસંગ કંપની દ્વારા ત્રણ ફોલ્ડ વાળો ફોન લોન્ચ કરવામાં આવ્યો
  • કંપનીના નવા ફોનના ટકાઉપણાને લઇને સવાલો ઉઠવા પામ્યા
  • યુટ્યુબરે ડ્યુરેબિલીટી ટેસ્ટ કરતા ફોનની નબળી બાજુઓ ખુલ્લી પડી

Samsung Tri Fold Phone Durability Fail : સેમસંગના ટ્રિપલ-ફોલ્ડિંગ ફોન, Galaxy Z Tri Fold ની સ્ક્રીન ટકાઉપણના ટેસ્ટમાં ફેઇલ થઇ ગઇ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક ટેક યુટ્યુબરે દાવો કર્યો છે કે, ફોનની સ્ક્રીન અને બોડી વાળવાથી તૂટી ગઈ હતી. સેમસંગના ટ્રિપલ-ફોલ્ડિંગ સ્માર્ટફોનના ટકાઉપણાના ટેસ્ટનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાઉથ કોરિયન કંપનીએ તાજેતરમાં જ તેનો સૌથી મોંઘો ફોલ્ડેબલ ફોન વૈશ્વિક બજારમાં રજૂ કર્યો છે. જેનું વેચાણ હાલમાં ચીન, દક્ષિણ કોરિયા, યુએઈ, યુએસ અને યુરોપમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

વીડિયો ભારે વાયરલ થયો

જેક નેલ્સને તેની યુટ્યુબ ચેનલ, જેરીરિગ એવરીથિંગ પર સેમસંગ ગેલેક્સી ઝેડ ટ્રાઇ-ફોલ્ડના આ ટકાઉપણાના ટેસ્ટનો વિડિઓ અપલોડ કર્યો છે. ટકાઉપણાના પરીક્ષણ દરમિયાન, સ્ક્રીનને સહેજ પાછળની તરફ વાળવાથી ફોનની સ્ક્રીન તૂટી જાય છે. ફોનની બોડી પણ ક્રેક ઉપસી આવે છે. આ વિડિઓ યુટ્યુબ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Advertisement

ટકાઉપણા અંગે પરીક્ષણ શું હોય છે ?

ટકાઉપણાનું પરીક્ષણ ઉત્પાદનની મજબૂતાઈ ઉજાગર કરે છે. સ્માર્ટફોનની બાહ્ય બોડી, સ્ક્રીન અને ફીચર્સને તમામ પરિસ્થિતીઓમાં તપાસવામાં આવે છે. ખાસ કરીને તેના પર સ્ક્રેચ, બેન્ડ, ફાયર, ધૂળ અને પાણી પ્રતિકારને લઇને વિવિધ પરીક્ષણો કરવામાં આવે છે. આ સેમસંગ ફોલ્ડેબલ ફોનની સ્ક્રીન થોડી પાછળની તરફ વાળતા જ તૂટી ગઇ હોવાનો દાવા કરવામાં આવ્યો છે, અને બાદમાં તે કાળી થઇ જાય છે. દરમિયાન સ્ક્રીનની સપોર્ટ બોડી પણ તૂટી જાય છે. યુટ્યુબ ચેનલના હોસ્ટે સમજાવ્યું કે, સ્ક્રીન પાછળની પ્લાસ્ટિક બોડી ખૂબ જ નબળી અને પાતળી છે, જેના કારણે તે તૂટી ગઈ હોવાનો દાવો કરાયો છે.

17 સેકન્ડમાં જ નુકશાન પહોંચ્યું

બેન્ડ ટેસ્ટ ઉપરાંત, આ ફોન ફાયર ટેસ્ટમાં પણ નિષ્ફળ ગયો હોવાનો દાવો કરાયો છે. યુટ્યુબ વીડિયોમાં, ફાયર ટેસ્ટ દરમિયાન, તેની OLED સ્ક્રીન 17 સેકન્ડમાં જ નુકસાન પામે છે. તેના પિક્સેલ્સ ગોલ્ડન બ્લેક થઈ જાય છે, અને તે ફરી અગાઉની જેમ કાર્ય કરી શકાતો નથી. આ વર્ષે લોન્ચ થયેલ સેમસંગનો ગેલેક્સી ઝેડ ફોલ્ડને કોઈપણ દિશામાં વાળવાથી નુકસાન થતું નથી, પરંતુ કંપનીના ટ્રિપલ ફોલ્ડેબલ ફોનને વાળવાથી તે ટકી શકતો નથી. કંપની આર્મર્ડ એલ્યુમિનિયમ ફ્રેમનો ઉપયોગ કરવાનો દાવો કરે છે. આ છતાં, ફોનની બોડી સહેજ વળાંક સાથે પણ તૂટી જાય છે.

આ પણ વાંચો -----  Mobile: નેટવર્કની સમસ્યાથી મોબાઈલ રહેશે ફ્રી, Vivo લાવી રહ્યું છે અદભૂત ટેક્નોલોજી

Tags :
Advertisement

.

×