સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપતી Starlink ભારતમાં સેવા આપવા તૈયાર
એલોન મસ્ક સાથે સંકળાયેલી સ્ટારલિંક કંપની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપી રહી છે. કંપની ઝડપી ઇન્ટરનેટ સેવાઓ આપવા માટે દુનિયામાં જાણીતી છે. હવે કંપની ટુંક સમયમાં ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરી શકે છે. તાજેતરમાં કંપનીના પ્રતિનિધીએ ભારત સરકારના ટેલિકોમ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જે બાદ તે અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેને ટેગ કરીને એલોન મસ્કે મોટો સંકેત આપ્યો છે.
Advertisement
- ભારતમાં ઇન્ટરનેટ આધારિત સેવાઓ શરૂ કરવા એલોન મસ્કની કંપની આતુર
- ટ્વીટ કરીને મહત્વના સંકેત આપતા મસ્ક
- સેટેલાઇટ આધારિત સેવાઓ દૂર્ગમ વિસ્તારો સુધી સારી કનેક્ટિવિટી પહોંચાડશે
Starlink Soon To Start Internet Service In India : ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. એલોન મસ્કની કંપની હાલમાં ભારતમાં બેઝ સ્ટેશન બનાવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્પેક્ટ્રમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સ્ટારલિંકની સેટેલાઇટ સેવા ભારતમાં શરૂ થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. તાજેતરમાં, સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની કિંમત પણ જાહેર કરવામાં આવી હતી, જે કંપનીએ વેબસાઇટની ખામીને આભારી છે. તે બાદ હવે એલોન મસ્ક દ્વારા સેવાઓ જલ્દી શરૂ થવાની વાતને સમર્થન આપ્યું છે.

