Satellite Phone : શું Pahalgam Terror Attack માં આતંકવાદીઓએ સેટેલાઈટ ફોનનો કર્યો હતો ઉપયોગ ?
- Pahalgam Terror Attack વિસ્તારમાં હુઆવેનો સેટેલાઈટ ફોન સક્રિય હતો
- જ્યાં લેન્ડલાઈન અને મોબાઈલ ટાવર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી ત્યાં વપરાય છે Satellite Phone
- એલોન મસ્કની કંપની સ્ટારલિંક Satellite Phone ની સર્વિસ શરુ કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે
Satellite Phone : 22મી એપ્રિલે થયેલા અમાનવીય અને નિંદનીય હુમલામાં એક અહેવાલ અનુસાર Satellite Phone નો ઉપયોગ થવાની શક્યતા છે કારણ કે, આ દિવસે આ વિસ્તારમાં ચીની કંપની Huawei નો સેટેલાઈટ ફોન આ વિસ્તારમાં સક્રિય હતો. હુઆવેના અનેક ઉત્પાદનો ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. સ્માર્ટફોન ઉપરાંત Huawei મોબાઈલ ટાવર સંબંધિત ઉપકરણોનું પણ ઉત્પાદન કરે છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે હુઆવેનો Satellite Phone પાકિસ્તાન અથવા અન્ય કોઈ દેશમાંથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યો હતો.
ક્યાં થાય છે ઉપયોગ ?
સેટેલાઈટ ફોન તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવે છે. આ ફોન મોબાઈલ નેટવર્કને બદલે સેટેલાઈટ કોમ્યુનિકેશનને સપોર્ટ કરે છે. સેટેલાઈટ ફોનમાં એવી સુવિધા છે કે તે સેટેલાઈટ કોમ્યુનિકેશનને સપોર્ટ કરતું કોઈપણ ઉપકરણ લેન્ડલાઈન, સેલ્યુલર નેટવર્ક અને અન્ય સેટેલાઈટના ઉપકરણો સાથે કનેક્ટ થઈ શકે છે. Satellite Phone નો ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં લેન્ડલાઈન અને મોબાઈલ ટાવર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી.
આ પણ વાંચોઃ India-Pakistan War મુદ્દે કેવી સંભાવના વ્યક્ત કરે છે AI ?
કેવી રીતે કામ કરે છે ?
Satellite Phone કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે તેની સિસ્ટમ સમજવી જરૂરી છે. કોઈપણ સેટેલાઈટ ફોન સેટેલાઈટની મદદથી બીજા ફોન સાથે જોડાય છે. આમાં જે પણ ઉપગ્રહનો ઉપયોગ થાય છે, તે પૃથ્વીથી ખૂબ જ ઉપર ભ્રમણકક્ષામાં હોય છે. જ્યારે કોઈ યુઝર સેટેલાઈટ નેટવર્ક પર વાત કરવા માંગે છે, ત્યારે તેના સિગ્નલો પૃથ્વીની ઉપર ભ્રમણકક્ષામાં રહેલા સેટેલાઇટની મદદથી પ્રસારિત થાય છે. કોલ કરવા ઉપરાંત, તેનો ઉપયોગ કરતા લોકો મેસેજ અને ઈન્ટરનેટ માટે પણ ઉપયોગ કરે છે. સેટેલાઈટ નેટવર્ક દ્વારા કરવામાં આવતા કોલનો ખર્ચ અલગ અલગ પરિમાણો પર આધારિત હોય છે.
કઈ કંપનીઓ આપે છે સર્વિસ ?
ભારતમાં સામાન્ય લોકો માટે Satellite Phone પર પ્રતિબંધ છે. ભારતમાં હજુ સુધી સેટેલાઈટ ઈન્ટરનેટ અને સંદેશાવ્યવહાર સેવાઓ શરૂ થઈ નથી. આ રેસમાં એલોન મસ્કની કંપની સ્ટારલિંક (Starlink), વનબેવ, જિયો અને એરટેલ સામેલ છે. જો કે સરકારની મંજૂરીની હજૂ રાહ જોવાઈ રહી છે. આજકાલ કેટલાક સ્માર્ટફોન ઉત્પાદકોએ સેટેલાઈટ કોમ્યુનિકેશનની સુવિધા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં એપલ આઈફોનમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન પણ રજૂ કરવા જઈ રહ્યું છે, પરંતુ ભારતમાં હજુ સુધી આવા ફોન આવ્યા નથી. પાડોશી દેશ ચીનમાં સેટેલાઈટ ફોન લોન્ચ થઈ રહ્યા છે. Huawei ત્યાં અગ્રણી ઉત્પાદક છે, જે તેના પ્રીમિયમ સ્માર્ટફોનમાં Satellite કોમ્યુનિકેશન સુવિધાઓ પ્રદાન કરે છે.
આ પણ વાંચોઃ Grok Vision : એલોન મસ્ક લાવ્યા ChatGPT નો કટ્ટર હરિફ Grok Vision