Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીવ વૈજ્ઞાનિકોએ શોધ્યું નવું બ્લડ ગ્રુપ MAL, 50 વર્ષ જૂની સમસ્યા ઉકેલાઈ

1972માં એક ગર્ભવતી મહિલાના લોહીમાં એક વિચિત્ર ઉણપ જોવા મળી હતી. આ ઉણપ પર જીવ વૈજ્ઞાનિકોએ આના પર 50 વર્ષ સંશોધન કર્યુ. જેના પરિણામ સ્વરૂપ એક નવું blood group મળી આવ્યું છે. આ શોધ રેર બ્લ્ડ ગ્રુપ ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
જીવ વૈજ્ઞાનિકોએ શોધ્યું નવું બ્લડ ગ્રુપ mal  50 વર્ષ જૂની સમસ્યા ઉકેલાઈ
Advertisement
  • 1972માં એક ગર્ભવતી મહિલાના લોહીમાં એક વિચિત્ર ઉણપ જોવા મળી હતી
  • જીવ વૈજ્ઞાનિકોએ આના પર 50 વર્ષ સંશોધન કરીને નવું blood group શોધી કાઢ્યુ
  • AnWj એન્ટિજેનની ગેરહાજરી દ્વારા નવા બ્લડ ગ્રુપ MALની ઓળખ કરી શકાય છે

England: 1972માં એક ગર્ભવતી મહિલાના લોહીમાં એક અજીબો ગરીબ ખામી જોવા મળી. આ ખામી પર 50 વર્ષના સંશોધન પછી બ્રિટન અને ઈઝરાયલના જીવ વૈજ્ઞાનિકોએ એક નવું blood group શોધી કાઢ્યું. 2024માં ટીમે આ શોધ તેમના પેપરમાં પ્રકાશિત કરી હતી. આ શોધથી દુર્લભ બ્લ્ડ ગ્રુપ ધરાવતા દર્દીઓ માટેની સારવાર વધુ સારી રીતે શક્ય બનશે.

Advertisement

શા માટે MAL નામ અપાયું ?

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે 99.9% થી વધુ લોકો AnWj એન્ટિજેન ધરાવતા હોય છે. જો કે 1972ના દર્દીના લોહી કંઈક અલગ પ્રકારનું હતું. જેમાં જોવા મળતા એન્ટિજેન માયલિન અને લિમ્ફોસાઇટ પ્રોટીન પર જોવા મળે છે, જેના કારણે સંશોધકોએ નવા બ્લડ ગ્રુપને MAL નામ આપ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિના બંને MAL જનીનોમાં પરિવર્તન આવે છે, ત્યારે તેનું લોહી AnWj-નેગેટિવ બની જાય છે. ગર્ભવતી દર્દીના કિસ્સામાં આમ જ બન્યું હતું. ટિલી અને તેમની ટીમે આ બ્લડ ગ્રુપવાળા 3 દર્દીઓની ઓળખ કરી છે.

Advertisement

આ પણ વાંચોઃ  Historic Achievement : વૈજ્ઞાનિકોએ ચોખાના દાણા કરતા પણ નાનું પેસમેકર બનાવ્યું, તેને ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરી શકાય છે

MAL blood group વિષયક

MAL બ્લડ ગ્રુપ માયલિન અને લિમ્ફોસાઇટ પ્રોટીન પર આધારિત છે. જે AnWj એન્ટિજેનની ગેરહાજરી દ્વારા ઓળખાય છે. આ દુર્લભ blood group ધરાવતા દર્દીઓમાં MAL જનીન પરિવર્તન અથવા રક્ત વિકૃતિઓ હોઈ શકે છે. યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડના કોષ જીવવિજ્ઞાની ટિમ સેટચેવેલે સમજાવ્યું કે MAL એ ખૂબ જ નાનું પ્રોટીન છે જેમાં કેટલાક રસપ્રદ ગુણધર્મો છે, તેથી તેને ઓળખવું મુશ્કેલ છે. દાયકાઓના સંશોધન પછી ટીમે AnWj-નેગેટિવ રક્ત કોશિકાઓમાં સામાન્ય MAL જનીન દાખલ કર્યુ. આનાથી અસરકારક રીતે તે કોષો સુધી AnWj એન્ટિજેન પહોંચ્યું. MAL પ્રોટીન કોષ પટલને સ્થિર કરવામાં અને કોષ પરિવહનમાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શું કહે છે હિમેટોલોજિસ્ટ ?

આ blood groupની વિશેષતા પર લગભગ 20 વર્ષથી સંશોધન કરતા યુકે નેશનલ હેલ્થ સર્વિસના હિમેટોલોજિસ્ટ લુઈસ ટિલીએ કહ્યું હતું કે, આ એક મોટી સફળતા છે. આપણા લોહીમાં ઘણા પ્રકારના બ્લ્ડ ગ્રુપ હોય છે. જેમાં ABO અને Rh મુખ્ય છે. આ બ્લડ ગ્રુપ પ્રોટીન અને શર્કરાથી બનેલા હોય છે જે રક્ત કોશિકાઓ પર જોવા મળે છે. આપણા શરીર રોગો ઓળખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ટિલીએ કહ્યું કે, રક્તદાન કરતી વખતે બ્લડ ગ્રુપનું મેચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ  AI પર આંધળો વિશ્વાસ મુકી શકાય ખરા? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Tags :
Advertisement

.

×