Secure password: Gmail–Instagram જોખમમાં!, તમારા પાસવર્ડને તાત્કાલિક સુરક્ષિત કરો
- Secure password: સ્ટ્રોંગ પાસવર્ડ પણ થાય છે લિક?
- તાજેતરમાં 149 મિલિયન એકાઉન્ટ્સના પાસવર્ડ લિક થયા?
- પાસવર્ડ લિક થવાના સંકટથી કેવી રીતે મેળવવું રક્ષણ?
Secure password: જો તમે Gmail, Facebook, Netflix, Instagram, વગેરેનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અતિમહત્વના છે. કદાચ આપને ખ્યાલ હશે કે, તાજેતરમાં 149 મિલિયન યુનિક આઈડી લોગિન અને પાસવર્ડ લિક થવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના અહેવાલ મુજબ આ ડેટા કોઈપણ સુરક્ષા અથવા પાસવર્ડ વિના ઉપલબ્ધ છે.
પ્રખ્યાત સુરક્ષા વિશ્લેષક જેરેમિયા ફાઉલરે (Jeremiah Fowler) આ ડેટાબેઝ શોધી કાઢ્યો. ફાઉલરના મતે આ લિક થયેલા રેકોર્ડ્સ લગભગ દરેક મોટા ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો------ Free WiFi in hotels: શું તમે પણ હોટલમાં ફ્રી Wi-Fi પાસવર્ડ માંગો છો? તો આ સમાચાર વાંચી લો, નહિતર પસ્તાશો
લિક (Leak) થયેલા પાસવર્ડ્સથી પ્રભાવિત એપ્સની યાદીમાં ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram), ટિકટોક (TikTok), એક્સ (X)(અગાઉ ટ્વિટર) અને કેટલીક ડેટિંગ એપ્સ (Dating apps) નો સમાવેશ થાય છે. સ્ટ્રીમિંગ (Streaming) અને મનોરંજન એપ્સ (Entertainment apps) નો પણ સમાવેશ થાય છે. જેમાં નેટફ્લિક્સ (Netflix), એચબીઓ મેક્સ (HBO Max), ડિઝની પ્લસ (Disney Plus) અને રોબ્લોક્સ (Roblox) નો સમાવેશ થાય છે.
-ઈમેલ એકાઉન્ટ્સ: ફોવલરના મતે, લગભગ 4.8 કરોડ જીમેલ એકાઉન્ટ્સ, 40 લાખ યાહૂ એકાઉન્ટ્સ અને 15 લાખ આઉટલુક એકાઉન્ટ્સનો ડેટા લિક થયો છે.
-સોશિયલ મીડિયા: 1.7 કરોડ ફેસબુક એકાઉન્ટ (Account), 65 લાખ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 780 હજાર ટિકટોક એકાઉન્ટની વિગતો લિક થઈ છે.
-મનોરંજન: આ સેગમેન્ટમાં ડિઝની પ્લસ અને અન્ય નામો સહિત, લગભગ 3.4 મિલિયન નેટફ્લિક્સ એકાઉન્ટ્સના લોગિન અને પાસવર્ડ લિક થયા છે.
-નાણાકીય અને સરકારી ખાતાઓની યાદીમાં 420 હજાર લોગિન વિગતો અને પાસવર્ડનો સમાવેશ થાય છે.
Secure password: આ ડેટા કેવીરીતે લીક થયો?
ફાઉલરે જણાવ્યું હતું કે ડેટાબેઝ ઇન્ફોસ્ટેલર (Database Infostellar) નામના માલવેર દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે એક પ્રકારનો દૂષિત અને વાયરસ સોફ્ટવેર (Virus software) છે. જે ઉપકરણોને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે. આ વાયરસ લોગિન અને વિગતો ચોરી કરવા માટે રચાયેલ છે.
ફાઉલરે પોતાના રિપોર્ટ (Report) માં જણાવ્યું હતું કે, જ્યારે પણ ડેટા એકત્રિત કરવામાં આવે છે અથવા ચોરાઈ જાય છે, ત્યારે તેને ક્યાંક સંગ્રહિત કરવાની જરૂર પડે છે. ક્લાઉડ પર ડેટા સ્ટોર (Data store on the cloud) કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આ શોધ સૂચવે છે કે સાયબર હેકર્સ (Cyber hackers) પણ તેમનો ડેટા ચોરી કરે છે.
ડેટા અને લિક નુકસાનથી કેવીરીતે બચવું?
જો તમારો ડેટા કે પાસવર્ડ લિક થઈ જાય તો તમારા એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત રાખવું? આ માટે તમે કેટલીક ખાસ યુક્તિઓનો ઉપયોગ કરી શકો છો.
- અલગ અલગ પાસવર્ડ રાખો
અલગ અલગ પ્લેટફોર્મ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરો. પાસવર્ડ બનાવતી વખતે ઓછામાં ઓછા 12-16 અક્ષરોનો ઉપયોગ કરો. - 2-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો
- લગભગ બધા પ્લેટફોર્મ ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓફર (Two-step verification offer) કરે છે. ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં તમારા મોબાઇલ નંબર અથવા Gmail પર OTP મોકલવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો------ Shocking research: ChatGPT નથી સમજતું ‘સન્માન’ની ભાષા, સાચો જવાબ મેળવવા ઉદ્ધતાઈથી પૂછો સવાલ!
આ પણ વાંચો------ Perfect time to buy an AC: ઉનાળામાં પસ્તાવા કરતાં અત્યારે જ ખરીદો AC! જાણો અત્યારે કેમ છે સર્વોત્તમ સમય


