Grok-AI સામે ભારતના મહિલા સાંસદનો મોરચો, સનસનીખેજ આરોપો મુક્યા
આપણે ટેક્નોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સમય સાથે તેના ફાયદાની સાથે તેના ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. હવે ભારતના શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગેરફાયદાને ઉજાગર કરતો અને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર લખ્યો છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.
Advertisement
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરઉપયોગ રોકવા માટે સાંસદનો પત્ર
- મહિલાઓના અશ્લીલ ફોટો આસાનાથી બનતો હોવાનો આરોપ
- મહિલાઓના ગૌરવ અને સન્માન હણાતું હોવાનું જણાવ્યું
Grok-AI Misuse Concerns Raised By MP Priyanka Chaturvedi : શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ દેશના માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ગ્રોક-એઆઈ ટૂલ્સના વધતા જતા દુરુપયોગ તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે, જેથી ગ્રોક-એઆઈ ટૂલ્સનો ઉપયોગ સોશિયલ મીડિયા પર મહિલાઓની અશ્લીલ તસવીરોને જાતીય રીતે વિકૃત અને પ્રસારિત કરવા માટે થતો અટકાવી શકાય.

