TRAI Rule: 90 દિવસમાં તમારો મોબાઈલ નંબર થઈ શકે છે ગાયબ! જાણો બચવાની રીત
- રિચાર્જ વગર સિમ કાર્ડ ગુમાવવાનો આવશે વારો
- સતત 3 મહિના સુધી વપરાશ બંધ તો નંબર થશે બ્લોક
- તમારો નંબર અન્ય કોઈ અજાણી વ્યક્તિને મળી શકે છે
- બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા નંબરોમાં વધુ જોખમ
- નંબર એક્ટિવ રાખવા દર મહિને નાનો વપરાશ કરવો જરૂરી
SIM Card Deactivation Rule : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના નિર્દેશો અનુસાર, જો કોઈ મોબાઈલ નંબર લાંબા સમય સુધી વપરાશમાં ન હોય, તો ટેલિકોમ કંપનીઓ તેને ડિસ્કનેક્ટ કરી શકે છે. સામાન્ય રીતે, જ્યારે તમે તમારા સિમ કાર્ડમાં રિચાર્જ કરાવવાનું બંધ કરો છો, ત્યારે કંપની તેની વેલિડિટી (Validity) સમાપ્ત થયા પછી આઉટગોઈંગ અને પછી ઇનકમિંગ સેવાઓ બંધ કરી દે છે.
SIM Card Deactivation Rule : 90 દિવસનો નિર્ણાયક સમયગાળો
નિયમો મુજબ, જો કોઈ સિમ કાર્ડ પર સતત 90 દિવસ સુધી કોઈ એક્ટિવિટી ન થાય, તો ટેલિકોમ કંપની તેને નિષ્ક્રિય (Deactivate) કરવા માટે હકદાર છે. એક્ટિવિટીનો અર્થ છે કે તે નંબર પરથી ન તો કોઈ કોલ કરવામાં આવ્યો હોય, ન કોઈ એસએમએસ મોકલવામાં આવ્યો હોય કે ન તો ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. એકવાર આ 90 દિવસનો ગાળો (Inactivity Period) પૂરો થઈ જાય, પછી કંપની તે નંબરને પૂલ (Pool) માં પાછો મોકલી દે છે અને થોડા સમય પછી તે નંબર નવા ગ્રાહકને વેચી દેવામાં આવે છે.
શા માટે નંબર બંધ થાય છે?
ટેલિકોમ કંપનીઓ પાસે મર્યાદિત સંખ્યામાં મોબાઈલ નંબર્સના સંસાધનો હોય છે. જ્યારે લાખો ગ્રાહકો સિમ કાર્ડ લઈને તેને વાપર્યા વગર રાખી મૂકે છે, ત્યારે નવા ગ્રાહકો માટે સીરીઝ ખૂટી પડે છે. આથી, 'યુઝ ઈટ ઓર લૂઝ ઈટ' (Use it or Lose it) ની પોલિસી હેઠળ કંપનીઓ ન વપરાતા નંબરોને બ્લોક કરીને ફરીથી માર્કેટમાં ઉતારે છે.
તમારો નંબર કેવી રીતે સુરક્ષિત રાખવો?
જો તમે તમારો નંબર ગુમાવવા માંગતા ન હોવ, તો નીચે મુજબના પગલાં ભરી શકો છો:
મિનિમમ રિચાર્જ: ઓછામાં ઓછી વેલિડિટી વાળું નાનું રિચાર્જ (Minimum Recharge) હંમેશા ચાલુ રાખો.
નાનો વપરાશ: દર 30 થી 45 દિવસે તે નંબર પરથી કોઈ પણ એક એસએમએસ મોકલો અથવા 1-2 મિનિટનો કોલ કરો.
ડેટા યુઝ: ક્યારેક તે સિમના ડેટા પર નાનું બ્રાઉઝિંગ કરો જેથી કંપનીના રેકોર્ડમાં તમારી એક્ટિવિટી (User Activity) નોંધાય.
લોંગ ટર્મ પ્લાન: જો તમે સેકન્ડરી નંબર વારંવાર વાપરવા ન માંગતા હોવ, તો એક વર્ષની વેલિડિટી વાળો પ્લાન લેવો વધુ હિતાવહ છે.
આ પણ વાંચો : Digital Security: બાળકો માટે ડિજિટલ રક્ષક, જાપાનમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવું નહીં રહે સરળ!


