Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Smart Gadgets : સ્માર્ટ ફોનને વીતેલી પેઢીના બનાવી દેવા સક્ષમ છે આ સ્ક્રીન લેસ AI ડિવાઈસ

અત્યારે સ્માર્ટ ગેજેટ્સ ગણાતા સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ રિંગ, ટેબ્લેટ અને લેપટોપ વગેરે હવે વીતેલી પેઢીના ગેજેટ્સ બની જશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ચેટજીપીટીની નિર્માતા કંપની ઓપનએઆઈ બનાવી રહી છે સ્ક્રીન લેસ AI ડિવાઈસ (Screen-less AI device). વાંચો વિગતવાર
smart gadgets   સ્માર્ટ ફોનને વીતેલી પેઢીના બનાવી દેવા સક્ષમ છે આ સ્ક્રીન લેસ ai ડિવાઈસ
Advertisement
  • Screen-less AI device બનાવી રહ્યું છે OpenAI
  • ઓપનએઆઈએ આ ડિવાઈસ બનાવવા માટે હાર્ડવેર સ્ટાર્ટઅપ io હસ્તગત કરી લીધું છે
  • AI થી સજ્જ Screen-less AI device યુઝર્સને રોજિંદી જિંદગીમાં બહુ મદદરુપ થશે

Smart Gadgets : આજે ચેટજીપીટી દરેકનું મનપસંદ બની ગયું છે. સમગ્ર વિશ્વમાં તેનો ભરપૂર ઉપયોગ પણ થાય છે. ચેટજીપીટી બનાવનાર OpenAI કંપની હવે એક સ્ક્રીન લેસ AI ડિવાઈસ (Screen-less AI device) બનાવી રહી છે. આ ડિવાઈસમાં AI નો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. તેનો સીધો અર્થ એ છે કે આ AI થી ભરપૂર સ્માર્ટ સ્ક્રીન લેસ ડિવાઈસ અત્યારના સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, ટેબ્લેટ અને લેપટોપ જેવા સ્માર્ટ ગેજેટ્સને વીતેલી પેઢીના ગેજેટ બનાવી દેશે. આ સ્ક્રીન લેસ AI ડિવાઈસ યુઝર્સને તેમની રોજિંદી જિંદગીમાં બહુ મદદરુપ અને લાભદાયી નીવડશે.

OpenAI બનાવી રહી છે સ્ક્રીન લેસ AI ડિવાઈસ

ChatGPT ની માલિકી ધરાવતી કંપની OpenAI આ ગેજેટ બનાવવા પર કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને ભૂતપૂર્વ એપલ ડિઝાઈનર જોની ઈવ સંયુક્ત રીતે આ ડિવાઈસ બનાવી રહ્યા છે. OpenAI નું ChatGPT અત્યારે સમગ્ર વિશ્વભરમાં લોકપ્રિય છે. આ સફળતાને કેશ કરવા માટે કંપની હવે સ્ક્રીન લેસ AI ડિવાઈસ બનાવી રહી છે. ઓપનએઆઈએ સ્ક્રીન લેસ AI ડિવાઈસ બનાવવા માટે હાર્ડવેર સ્ટાર્ટઅપ io હસ્તગત કરી લીધું છે. આ સોદા બાદ હાર્ડવેર સ્ટાર્ટઅપ io, OpenAIને આ સ્ક્રીન લેસ AI ડિવાઈસ બનાવવામાં મદદ કરી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ  Vaibhav Taneja : શું આપ ટેસ્લાના હાઈએસ્ટ પેઈડ CFO વૈભવ તનેજા વિશે જાણો છો ?

Advertisement

સીઈઓ સેમ ઓલ્ટમેનનું નિવેદન

OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન (Sam Altman) એ પોતાના કર્મચારીઓને સંબોધન કર્યુ તે સમયે તેમણે આ ડિવાઈસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ ડિવાઈસ વિશે વિસ્તૃત માહિતી આપી નહતી પરંતુ જેટલી માહિતી આપી તે ઉલ્લેખનીય છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ ડિવાઈસ પહેરી શકાય તેવું નહીં હોય. જેનો સીધો અર્થ એ છે કે કંપની સ્માર્ટવોચ, ઈયરબડ્સ, સ્માર્ટ રિંગથી કંઈક અલગ ડિવાઈસ બનાવવાનું વિચારી રહી છે. શું તે એમેઝોન એલેક્સા જેવું કંઈક હોઈ શકે છે ? આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. જોકે સેમે ચોક્કસપણે કહ્યું હતું કે, આ ઉપકરણ ખૂબ નાનું હશે, જેને વ્યક્તિ પોતાના ડેસ્ક પર રાખી શકશે. આ ડિવાઈસ ઘર અને ઓફિસ માટેનું બેસ્ટ ગેજેટ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ    1.5 Ton A.C. : જાણી લો...માત્ર 30 હજારમાં કઈ કંપનીઓ વેચી રહી છે 1.5 ટન એસી ?

Tags :
Advertisement

.

×