Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Social media: હેકર્સ નવી પદ્ધતિથી WhatsApp કરી રહ્યા છે હેક, સરકારે યુઝર્સને આપી ચેતવણી

સાવધાન, સાવધાન, સાવધાન, વોટ્સએપ વાપરતા લોકો સતર્ક રહો. આ ચેતવણી ખુદ સરકારે આપી છે. કારણ કે, હવે સાયબર માફિયાઓ નવી પદ્ધતિથી વોટ્સએપ હેક કરી રહ્યા છે. જેનાથી તમારો ડેટા ચોરાઈ જવાનું જોખમ છે. સરકારે લોકોને સુરક્ષિત રહેવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. છે. આવો સમજીએ.
social media  હેકર્સ નવી પદ્ધતિથી whatsapp કરી રહ્યા છે હેક  સરકારે યુઝર્સને આપી ચેતવણી
Advertisement
  • Social media: નવી રીતે હાઈજેક થતું વોટ્સએપ
  • સરકારે યુઝર્સને આપી ચેતવણી
  • ડેટા ચોરાય તે પહેલા થઈ જાઓ એલર્ટ!

Social media: આધુનિક ફોન વાપરતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાયબર ફ્રોડ (Cyber ​​fraud) કરતા માફિયાઓ હવે નવી રીતથી વોટ્સએપ હેક (Hack) કરી રહ્યા છે. સરકારે યુઝર્સને સતર્ક કર્યા છે. તો WhatsApp એ પણ યુઝર્સને (Users) એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. જેમાં લોકોને ઘોસ્ટ પેરિંગ (GhostPairing) થી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે. સાયબર ગુનેગારો વોટ્સએપ યુઝર્સને નિશાન બનાવવા અને તેમના એકાઉન્ટ્સ હાઇજેક (Hijack) કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ રીઅલ ટાઇમમાં પણ તમારી ચેટ્સ વાંચી શકે છે. ચાલો જાણીએ કે આના સમસ્યાથી કેવીરીતે બચી શકાય.

Advertisement

એક સરકારી એજન્સીએ WhatsApp વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની એજન્સી, ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ (Indian Computer Emergency Response) ટીમ (CERT-In) એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોને એલર્ટ કર્યા છે. અને યુઝર્સને સાવધાન રહેવા વિનંતી કરી છે.

Advertisement

આ ઉચ્ચ-જોખમી ઘોસ્ટ પેરિંગ સાથે સંબંધિત છે. જેમાં હેકર્સનું એક જૂથ ચાલાકીપૂર્વક WhatsApp એકાઉન્ટ પર કબજો કરી શકે છે. ચેતવણીમાં જણાવાયું છે કે હેકર્સ WhatsApp ના ડિવાઇસ-લિંકિંગ ફીચર (Device-linking feature) નો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ કોઈપણ પ્રમાણીકરણ વિના પેરિંગ કોડનો ઉપયોગ કરીને એકાઉન્ટ્સને હાઇજેક કરી શકે છે. આ એટલું જોખમી છે કે હેકર્સ રીઅલ-ટાઇમ ચેટ્સ વાંચી શકે છે.

Social media WhatsApp 01_GUJARAT_FIRST

Social media: સાયબર ગુનેગારો આ રીતે હાઇજેક કરે છે WhatsApp

વોટ્સએપ હેકિંગ એક સરળ સંદેશથી શરૂ થાય છે. જ્યારે કોઈ યુઝરને કોઈ જાણીતા સંપર્ક તરફથી એક સરળ સંદેશ મળે છે. જેમાં "Hi, check this photo." નામનું લખાણ મોકલવામાં આવે છે. સંદેશમાં ફેસબુક જેવા પ્રીવ્યૂ (Preview) સાથે એક લિંક પણ હોય છે.

જ્યારે યુઝર પ્રીવ્યૂ જોવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રોસેસ (Process) માં ફોન નંબરની માંગ કરવામાં આવે . અને તપાસ માટે સંકેત આપવામાં આવે છે. ચેતવણીમાં જણાવાયું છે કે સાયબર હુમલાખોરો આ રીતે પીડિતોના વોટ્સએપ એકાઉન્ટને હેક કરે છે.

Social media WhatsApp 02_GUJARAT_FIRST

વોટ્સએપ યુઝર્સે આ ભૂલ ન કરવી જોઈએ

જો કોઈ પરિચિત વ્યક્તિ આવો મેસેજ મોકલે અને તમને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનું કહે, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આવી કોઈપણ લિંક પર તમારા મોબાઈલ નંબરની ચકાસણી કરશો નહીં. કારણ કે તેનાથી તમારું વોટ્સએપ હેક થઈ શકે છે.

વોટ્સએપ સેટિંગ્સમાં એક ખાસ વિકલ્પ છે

WhatsApp ના સેટિંગ્સમાં, Linked Devices નામની એક સુવિધા છે. જે તમે ચકાસી શકો છો કે, તમારું WhatsApp એકાઉન્ટ ક્યાં લોગ ઇન થયેલ છે. જો તમે કોઈ અજાણ્યા સ્થાન પર લોગ ઇન (Log in) છો, તો તમે ઝડપથી લોગ આઉટ પણ કરી શકો છો. આ સેવા Android અને iOS બંને પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો---Air Taxi: ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ, ભારતમાં એર ટેક્સીનું પરીક્ષણ શરૂ

આ પણ વાંચો---Meta ના સૌથી મોંઘા AI એક્સપર્ટની યુવાનોને સલાહ, 'Coding' નો આ પ્રકાર અપાવશે સફળતા

Tags :
Advertisement

.

×