Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Snapchat ની જાહેરાતથી ખળભળાટ, 1 હજાર કર્મચારીઓ પર લટકતી તલવાર

Snapchat કંપની 1 હજાર કર્મચારીઓની છટણી કરશે તેવું સામે આવ્યું છે, આ છટણીઓ કંપનીના વિવિધ વિભાગો, ખાસ કરીને ઉત્પાદન, ટેકનોલોજી અને કેટલીક કોર્પોરેટ ટીમોમાં કામ કરતા લોકો પર અસર કરશે તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. કંપની તેના માળખાને સરળ બનાવવાનું વિચારી રહી છે, જેથી ઓછા સંસાધનોમાં વધુ કામ કરી શકાય. વધુમાં, કેટલાક જૂના અને ઓછા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ઘટાડી શકાય છે
snapchat ની જાહેરાતથી ખળભળાટ  1 હજાર કર્મચારીઓ પર લટકતી તલવાર
Advertisement
  • Snapchat કંપની 1 હજાર કર્મચારીઓની છટણી કરશે
  • અહેવાલ સામે આવતા ટેક જગતમાં ખળભળાટ મચી ગયો
  • રોકાણકાર કંપની તરફથી દબાણ હોવાનું જાણવા મળ્યું છે
  • AI, માર્કેટ સ્પર્ધા સહિતના કારણોથી પણ દબાણ સર્જાયું છે

Snapchat : લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટની પેરેન્ટ કંપની સ્નેપ (Popular Social Media Platform - Snap) મોટી સંખ્યામાં છટણી કરવાની યોજના (Huge Job Cut) બનાવી રહી છે. કંપનીએ આશરે 1,000 કર્મચારીઓને છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે તેના કુલ કર્મચારીઓના આશરે 16 ટકા છે. સાથો સાથ તે 300 થી વધુ ખાલી જગ્યાઓને પણ દૂર કરશે. આ પગલાનો હેતુ ખર્ચ ઘટાડવા અને કંપનીની કામગીરીમાં સુધારો કરવાનો હોવાનું કહેવાય છે.

Snapchat, માળખું સરળ બનાવાશે

આ છટણીઓ કંપનીના વિવિધ વિભાગો, ખાસ કરીને ઉત્પાદન, ટેકનોલોજી અને કેટલીક કોર્પોરેટ ટીમોમાં કામ કરતા લોકો પર અસર કરશે તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. કંપની તેના માળખાને સરળ બનાવવાનું વિચારી રહી છે, જેથી ઓછા સંસાધનોમાં વધુ કામ કરી શકાય. વધુમાં, કેટલાક જૂના અને ઓછા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ઘટાડી શકાય છે, જેનાથી ટીમનું કદ ઘટાડી શકાય છે, અને કામ વધુ કેન્દ્રિત બને તેવો અંદાજ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ---------- Google Gemini: ભારતીય યુઝર્સ માટે આવી ગઈ 'સુપર સેફ' સર્વિસ, હવે પ્રાઈવસીની ચિંતા વગર કરો સ્માર્ટ ચેટ!

Snapchat, રોકાણકારોનું દબાણ

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ખર્ચ ઘટાડવાનું અને કામગીરીમાં સુધારો કરવાનો છે. કંપનીનો હેતુ વર્ષના બીજા ભાગ સુધીમાં આશરે $ 500 મિલિયન (આશરે રૂ. 4,700 કરોડ) ની બચત હાંસલ કરવાનો છે. છટણી પ્રક્રિયાનો ખર્ચ $ 95-130 મિલિયન (આશરે રૂ. 890-1,200 કરોડ) થવાનો અંદાજ છે, જે કર્મચારી વળતર સ્વરૂપે મળશે. આ નિર્ણય પાછળ આઈરેનિક કેપિટલ મેનેજમેન્ટ (Irenic Capital Management) જેવા રોકાણકારોનું દબાણ પણ એક મુખ્ય પરિબળ હોવાનું માનવામાં આવે છે.

વિવિધ વ્યૂહરચનાઓ પર કામ

કંપની મેટા અને આલ્ફાબેટ જેવા મોટા પ્લેટફોર્મ તરફથી સખત સ્પર્ધાનો (Meta-Alphabet Competition) સામનો કરી રહી છે, જેના કારણે તેની આવક પર અસર પડી છે. વધુમાં, કંપનીનો સ્માર્ટગ્લાસ પ્રોજેક્ટ (Smart Glass Project), જેમાં તેણે ભારે રોકાણ કર્યું છે, તે અપેક્ષા મુજબ સફળ રહ્યો નથી. કંપની હવે તેના વ્યવસાયને મજબૂત કરવા અને ભવિષ્યમાં વધુ સારી કમાણી ઉત્પન્ન કરવા માટે નવી વ્યૂહરચનાઓ પર કામ કરી રહી છે, જેથી ભવિષ્યમાં બજારમાં તેનો પગપેસારો ફરીથી મેળવી શકાય.

આ પણ વાંચો ---------- Social Media Ban છતાં ઓસ્ટ્રેલિયામાં બાળકો દ્વારા બેધડક ઉપયોગ, તપાસ શરૂ

Tags :
Advertisement

.

×