Solar eclipse 2025 : વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે, આ રીતે તમારા મોબાઇલ-ટેબ્લેટ પર જુઓ LIVE
- 29 માર્ચે આંશિક સૂર્યગ્રહણ થશે, જે ભારતમાં દેખાશે નહીં
- સૂર્યગ્રહણ ઓનલાઈન લાઈવ જોઈ શકાશે
- ટાઇમ એન્ડ ડેટ સહિત ઘણી વેબસાઇટ્સ કરશે ટેલિકાસ્ટ
Solar eclipse 2025 : વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે થવાનું છે. તે આંશિક રીતે સૂર્યપ્રકાશિત ગ્રહણ હશે, એટલે કે ચંદ્રમા સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા પ્રમાણે, 29 માર્ચે સૂર્યગ્રહણ યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા સહિત ઘણા પ્રદેશોમાંથી દેખાશે. તેનો સમય એવો છે કે ત્યાં સુધીમાં ભારતમાં દિવસ થઈ ગયો હશે. આમ છતાં તે ભારતમાં દેખાશે નહી, કારણ કે સૂર્યગ્રહણનો માર્ગ ભારતમાંથી થઇ પસાર થશે નહિ. જોકે, તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે તમારા મોબાઇલ પર સૂર્યગ્રહણની લાઇવ ઇવેન્ટ જોઈ શકો છો.
ભારતમાં સૂર્યગ્રહણનો સમય
એક રિપોર્ટ પ્રમાણે જ્યારે સૂર્યગ્રહણ થઈ રહ્યું હશે, ત્યારે ભારતમાં બપોરે 2:20 વાગ્યા હશે. ત્યારે આ ગ્રહણની શરૂઆત હશે. ગ્રહણ સાંજે 4:17 વાગ્યે પૂર્ણતાને આરે પહોંચશે અને ચંદ્ર્ સૂર્યને આંશિક રીતે ઢાંકી દેશે. તે સાંજે 6:13 કલાકે વાગ્યે પૂરું થશે.
આંશિક સૂર્યગ્રહણ ક્યારે થાય છે?
આશિંક સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન, ચંદ્ર્ સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી દેતો નથી. આંશિક સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્ય અર્ધ ચંદ્ર જેવો દેખાઈ શકે છે. ત્યારે સંપૂર્ણપણે અંધારું થતુ નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એવું કહેવાય છે કે સૂર્યનો પડછાયો પૃથ્વી પર સ્થિત છે.
ગ્રહણ જોવા માટે આપણે કયા પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ?
એક રિપોર્ટ પ્રમાણે, સૂર્યગ્રહણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. ઘણા લોકો સાદા ચશ્મા પહેરવાની ભલામણ કરે છે. જોકે, નોર્મલ ચશ્માથી સૂર્યગ્રહણ જોઇ શકાશે નહિ. સૂર્યગ્રહણ માટે ફક્ત ISO 12312-2 માનક માપદંડ ધરાવતા ચશ્મા જ યોગ્ય છે.
મોબાઇલ-ટેબ પર લાઇવ ગ્રહણ કેવી રીતે જોવું
આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી ઘણા લોકો તેને ઓનલાઈન જોઇ શકે છે. ઘણી અવકાશ સંસ્થાઓ સૂર્યગ્રહણ ઘટનાનું જીવંત પ્રસારણ કરે છે. જેમાં વિવિધ વેબસાઇટ સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ કરશે.
તમે તમારા ગેજેટ પર આ સૂર્યગ્રહણ લાઇવ જોઈ શકો છો. https://www.youtube.com/watch?v=j3T20T8k2h0 આ લિંક પર ક્લિક કરીને તેને જુઓ.
આ પણ વાંચો: શું તમારું બાળક પણ પોતાની જાત સાથે વાત કરે છે? જાણો શું હોય છે કાલ્પનિક મિત્રનું મનોવિજ્ઞાન