Summer Vacation માં બાળકોની સ્માર્ટનેસ વધારતી કેટલીક Smart Apps
- ઉનાળુ વેકેશનમાં બાળકોને સ્માર્ટ ફોન અને ટેબ્લેટથી દૂર રાખવા મુશ્કેલ છે
- અત્યારે તમારુ બાળક Smart apps ની મદદથી સ્માર્ટનેસ વધારી શકે છે
- YouTube Kids પર અનેક વાર્તાઓ તમારા બાળકો ખૂબ રસથી સાંભળશે
- ક્વિક મેથ એપ ગણિત અને તેના રસપ્રદ કોયડા પર ફોકસ કરતી હોવાથી બાળક ગણિતમાં રસ લેતું થાય છે
Summer Vacation : બાળકોમાં સ્માર્ટ ફોન અને ટેબ્લેટનું હદ બહારનું વળગણ હાનિકારક છે. ઉનાળુ વેકેશનના દિવસોમાં બાળકો સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર વધુ સમય વિતાવે તે સ્વાભાવિક છે. જો આપણે તેમના આ સ્ક્રીન ટાઈમને ક્વાલિટી સ્ક્રીન ટાઈમમાં ફેરવી શકીએ તો બાળકો માટે ફાયદાકારક છે. એવી અનેક એપ્સ છે જેની મદદથી જો તમે તમારા બાળકો રમતાં રમતાં જ ઘણું શીખી શકે છે. બાળકને ખબર પણ નહિ પડે અને કોઈપણ પ્રકારના લર્નિંગ સ્ટ્રેસ વિના તેમની Smartness વધશે. આજે અમે આપને જણાવીશું આવી જ એપ્સ વિશે જેનાથી ઉનાળુ વેકેશનના સમયનો સદુપયોગ કરીને બાળકને સ્માર્ટ બનાવી શકશો.
YouTube Kids
જો આપનું બાળક નાનું હોય ફુરસદના સમયે સ્માર્ટ ફોન કે ટેબ્લેટ પર યુટયુબ બહુ સમય વીતાવતું હોય તો તેના માટે YouTube Kids એપ્સ શ્રેષ્ઠ રહેશે. YouTube Kids એપમાં એવું કોઈ કોન્ટેન્ટ પીરસવામાં આવતું નથી જે બાળક માટે યોગ્ય ન હોય. YouTube Kids પર અનેક વાર્તાઓ તમારા બાળકો ખૂબ રસથી સાંભળશે. જો તમારા બાળકોને કવિતાઓમાં રસ હોય, તો તેમને અહીં ઘણી જોડકણાં પણ મળશે. એકંદરે, આ એપ્લિકેશન તમારા બાળકની વીડિઓ જોવાની ઈચ્છાની પૂર્તિ કરશે અને તે પણ યોગ્ય કોન્ટેન્ટ સાથે.
Bimi Boo
જો તમારા બાળકની ઉંમર 3થી 7 વર્ષની વચ્ચે હોય તો તમે Bimi Boo જેવી એપ્સ અજમાવી શકો છો. આ એપ્સની ખાસિયત એ છે કે અહીં કોઈપણ પ્રકારની જાહેરાત આવતી નથી. આ સ્થિતિમાં તમારા બાળકને ગૂડ ગેમ્સ અથવા ટ્રુ લેસન શીખવા મળશે. આ એપ્સ અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરે છે. જેથી તમારા બાળકને લેંગ્વેજ બેરિયરનો સામનો કરવો પડશે નહીં. તમારા બાળકને જે વિષયમાં રસ હોય તે વિષયો આ એપ્સ પર મળશે. આ એપમાં રસપ્રદ કવિતાઓ, વાર્તાઓ, મેચિંગ પ્રેક્ટિસ, ગણતરી વગેરે જેવા કંટેન્ટ ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ Samsung Galaxy S25 Edge થયો લોન્ચ, તેની અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન જોઈને તમે iPhone 17 Air માટે રાહ જોઈ શકશો નહીં
Quick Math
7 વર્ષથી મોટી ઉંમરના બાળકોને Quick Math જેવી સ્માર્ટ એપ ખૂબ લાભદાયી રહેશે. આ એપ ગણિત અને તેના રસપ્રદ કોયડા પર ફોકસ કરતી હોવાથી બાળક ગણિતમાં રસ લેતું થાય છે. ગણિત જેવા અઘરા વિષયમાં તમારા બાળકને ક્યારેય એવું નહિ લાગે કે તે અભ્યાસ કરી રહ્યો છે. ઉલ્ટાનું આપનું બાળક ખૂબ જ મનોરંજક રીતે ગણિતથી પરિચીત થવા લાગશે.
Kahoot
હવે અમે તમને એવી એપ્સ વિશે જણાવીશું જે બાયોલોજી અને કેલ્ક્યુલસનો અભ્યાસ શરૂ કરનારા બાળકો માટે ખૂબ જ ઉપયોગી થશે. તમે આ એપ્સને ડિજિટલ ટ્યુટર પણ ગણી શકો છો. આ એપ કોઈપણ સમસ્યાને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલવાનું શીખવશે. જેમાં Kahoot ઉપરાંત ફોટોમેથ અને મીમો જેવી એપ્સ લોકપ્રિય છે. જો તમારા બાળકને કોડિંગ શીખવામાં રસ હોય, તો પણ આ એપ્સ તેમને ખૂબ જ મજેદાર લાગશે. આ ઉપરાંત ગણિતના સૌથી અઘરા પ્રશ્નો હોય કે સામાન્ય જ્ઞાનના વિકટ પ્રશ્નો બધું જ એક જ જગ્યાએ ખૂબ જ કલરફુલ રીતે ઉકેલાતું જણાશે. આ એપ્સ iOS, Android અને PC બ્રાઉઝર પર પણ ચાલી શકે છે. આ એપ્સ ખાસ કરીને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે બાળકોમાં શીખવાની ઈચ્છા વધે. આ બધી એપ્સ મફત અને જાહેરાતોથી મુક્ત છે. આમાંની ઘણી એપ્સને ગુગલ પ્લે સ્ટોર પર શિક્ષકો દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારત સરકારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને પાકિસ્તાની ઝંડાવાળા પ્રોડ્ક્ટસ હટાવવા આપ્યો આદેશ