Nasa ની અવિશ્વનીય ખોજ! અંતરિક્ષ અકસ્માતનો કોયડો ઉકેલ્યો
- Milky Way થી લગભગ 12 મિલિયન પ્રકાશ વર્ષ દૂર સ્થિત
- Centaurus A માંથી નીકળતા જેટને નજીકથી જોયું
- આ V આકાર કુલ 700 પ્રકાશ વર્ષો સુધી વિસ્તરે છે
Supermassive Black Hole NASA Discovery : અંતરિક્ષમાં એક ખુબ જ રસપ્રદ Milky Way જોવા મળે છે. જેનું નામ Centaurus A છે. Centaurus A માં પણ એક કેન્દ્રમાં એક Black hole આવેલો છે. તો ત્યારે આ Black hole થી નીકળતું જેટ હોટ પ્લાઝમાં જેટ અંતરિક્ષમાં એક વિશાળ વસ્તુ સાથે અથડાયું છે. જોકે આ અથડામણ વિશે ચોક્કસ માહિતી સામે આવી નથી. તે ઉપરાંત જે વસ્તુ સાથે અથડામણ થઈ છે, તેને નાસાવાસીઓ C4 કહે છે. આ અથડામણના કારણે અંતરિક્ષમાં એક્સ-રે ઉત્સર્જન જોવા મળ્યા હતા.
Centaurus A માંથી નીકળતા જેટને નજીકથી જોયું
Centaurus A એ Milky Wayથી લગભગ 12 મિલિયન પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે. તેના ગેલેક્ટીક પ્લેનની આસપાસ Galaxy નું એક વર્તુળ છે. તેનું Supermassive black hole ખૂબ જ સક્રિય છે અને અહીં ખૂબ જ ઝડપી ગતિએ તારાઓ બની રહ્યા છે. Centaurus A ના Black hole ની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપી છે. તેના ધ્રુવીય પ્રદેશોમાંથી નીકળતા જેટ અવકાશમાં પ્રવેશ કરે છે. આ બધા કારણોસર વૈજ્ઞાનિકો Centaurus A પર ખાસ નજર રાખે છે. જ્યારે સુપરમાસીવ Black hole સક્રિય હોય છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે તેની આસપાસ ફરતા દ્રવ્યની મોટી ડિસ્કમાંથી દ્રવ્યને ખેંચી રહ્યું છે, જેમ કે રસોડાના સિંકમાં પાણી વહેતું હોય છે.
આ પણ વાંચો: Gaganyaan mission માટે ISRO એ CE20 નું કર્યું પરીક્ષણ, જાણો શું છે મહત્વ?
આ V આકાર કુલ 700 પ્રકાશ વર્ષો સુધી વિસ્તરે છે
નાસાની Chandra X-ray Observatory ની મદદથી વૈજ્ઞાનિકોએ Centaurus A માંથી નીકળતા જેટને નજીકથી જોયું હતું. પછી તેણે એક જગ્યાએ V આકારનું ફીચર જોયું હતું. એવું લાગે છે કે શૂન્યાવકાશમાં લગભગ પ્રકાશની ઝડપ જેટલી ઝડપે આગળ વધી રહેલા જેટ કોઈ વસ્તુ સાથે અથડાયું છે, જેના કારણે બે પ્રવાહો બહાર નીકળી ગયા છે. આ V આકાર કુલ 700 પ્રકાશ વર્ષો સુધી વિસ્તરે છે. આ સંશોધન તાજેતરમાં ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે.
આ પણ વાંચો: નજીવી બાબત માટે YouTuber એ બાનાવ્યું એક અદ્યતન શહેર, જાણો કારણ