Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"નિયમો ન માનવા હોય તો ભારત છોડી દો": સુપ્રીમ કોર્ટે વોટ્સએપ-મેટાને કેમ આપી આવી કડક ચેતવણી?

તમારી અંગત ચેટ અને ડેટા સુરક્ષિત છે કે નહીં? સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપના વલણ પર જે પ્રકારે પ્રહારો કર્યા છે તે સાંભળી ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. સીજેઆઈએ તો ત્યાં સુધી કહી દીધું કે ભારતના નિયમો ન પાળવા હોય તો રસ્તો પકડો. 213 કરોડના દંડથી બચવા સુપ્રીમ પહોંચેલી કંપનીઓ હવે પોતે જ ફસાઈ હોય તેવું લાગે છે.
 નિયમો ન માનવા હોય તો ભારત છોડી દો   સુપ્રીમ કોર્ટે વોટ્સએપ મેટાને કેમ આપી આવી કડક ચેતવણી
Advertisement
  • ડેટા પ્રાઈવસી મુદ્દે મેટા-વોટ્સએપને દેશ છોડી જવાની કોર્ટની કડક ચેતવણી (Supreme Court On WhatsApp)
  • "નાગરિકોની પ્રાઈવસી સાથે ખિલવાડ નહીં ચાલે" : CJI સૂર્યકાંત
  • ₹213 કરોડના દંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે કંપનીઓનો લીધો ઉધડો
  • વોટ્સએપની પોલિસીમાં 'ઓપ્ટ આઉટ' વિકલ્પ કેમ નથી? : કોર્ટનો સવાલ
  • આગામી 9 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ સંભળાવશે મહત્વનો આદેશ

Supreme Court On WhatsApp : ભારતની સર્વોચ્ચ અદાલતે [Supreme Court of India] સોશિયલ મીડિયા જાયન્ટ મેટા [Meta] અને વોટ્સએપ [WhatsApp] ને અત્યંત કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. ડેટા શેરિંગ [Data Sharing] ના નામે દેશના નાગરિકોની પ્રાઈવસી સાથે રમત કરનારી કંપનીઓને ચેતવણી આપતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની [CJI Surya Kant] અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું કે જો ભારતના કાયદાઓ સ્વીકાર્ય ન હોય તો કંપનીઓએ દેશ છોડીને ચાલ્યા જવું જોઈએ.

CJI Surya Kant on Data Privacy

Advertisement

Advertisement

Supreme Court On WhatsApp : રાઈટ ટુ પ્રાઈવસી અને કોર્ટનું વલણ

CJI સૂર્યકાંત, જસ્ટિસ જયમાલા બાગચી [Justice Jaymala Bagchi] અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની [Justice Vipul M. Pancholi] બેન્ચે અવલોકન કર્યું કે આ દેશમાં નિજતાના અધિકારની કડક સુરક્ષા કરવામાં આવે છે. ટેક કંપનીઓ પ્રાઈવસી પોલિસીની શરતો એટલી ચાલાકીથી બનાવે છે કે સામાન્ય નાગરિક તેને સમજી શકતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ ટેક જાયન્ટ્સને એવા યુઝર્સનો ડેટા શેર કરવાની મંજૂરી આપશે નહીં જેમના પર એકતરફી કરારો થોપવામાં આવ્યા છે.

'ઓપ્ટ આઉટ' વિકલ્પ અંગે સવાલ

સુપ્રીમ કોર્ટે વોટ્સએપને વેધક સવાલ પૂછ્યો કે, "યુઝર્સ માટે 'ઓપ્ટ આઉટ' [Opt-out] નો વિકલ્પ ક્યાં છે?" જો કોઈ યુઝર પોતાનો ડેટા શેર કરવા માંગતો ન હોય, તો તેને તેનાથી બહાર રહેવાની છૂટ મળવી જોઈએ. વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબલે [Akhil Sibal] દલીલ કરી હતી કે પ્લેટફોર્મની પોલિસીમાંથી બહાર રહેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ કોર્ટે આ મામલે વધુ સ્પષ્ટતા માંગી છે.

WhatsApp 213 Crore Fine CCI

CCI દંડ અને સમગ્ર વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત નવેમ્બર 2024માં થઈ હતી, જ્યારે ભારતીય સ્પર્ધા આયોગ [Competition Commission of India - CCI] એ વોટ્સએપની 2021ની પ્રાઈવસી પોલિસીની તપાસ કરી હતી. CCIએ શોધી કાઢ્યું હતું કે યુઝર્સ પર "સ્વીકારો અથવા છોડી દો" [Take it or Leave it] જેવી નીતિ થોપવામાં આવી હતી. આ સ્પર્ધા અધિનિયમ 2002 [Competition Act 2002] વિરુદ્ધ હોવાથી કંપની પર રૂ. 213.14 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ સામે જ મેટા અને વોટ્સએપે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હવે આ મામલે 9 ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ પસાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Cyber Attack: વેલેન્ટાઇન ડે પહેલા ડેટિંગ એપ્સ પર સાયબર એટેક, પાસવર્ડ રિયૂઝ કરતા પહેલા સાવધાન!

Tags :
Advertisement

.

×