Business News: ભારતમાં 27 લાખની Tesla પર 33 લાખ રૂપિયાનો ટેક્સ !
- ટેસ્લાની ભારતમાં મોડલ Y લોન્ચ
- કિંમત 27 લાખના સ્થાને 60 લાખ રૂપિયા
- ટેક્સના કારણે આ કિંમતમાં વધારો જોવા મળ્યો
Business News : ટેસ્લાએ ભારતમાં મોડેલ Y લોન્ચ (Tesla Model Y Launches )કરી છે. જેની કિંમત 27 લાખના સ્થાને 60 લાખ રૂપિયા છે. ટેક્સના કારણે આ કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ભારે ઇમ્પોર્ટ ડ્યૂટી અને લગ્ઝરી (Luxury Tax India)ટેક્સના કારણે આ કિંમત આસમાને પહોંચી છે. સોશલ મીડિયા પર લોકો ટેસ્લાને મજાકમાં 'ટેક્સ-લા' કહીને સંબોધી રહ્યા છે. આ કિંમતને જોતા એક વાત તો નક્કી જ છે કે, જ્યાં સુધી ભારતમાં મેન્યુફેક્ચરિંગ નહી થાય ત્યાં સુધી આ ટેસ્લા કાર સામાન્ય વર્ગની પહોંચને બહાર છે.
મસ્કની ટેસ્લા ભારતમાં લોન્ચ
ટેસ્લાએ ભારતમાં મોડેલ Y કારને બે વેરિએન્ટમાં રજૂ કરી છે. ટેસ્લાની ભારતીય વેબસાઇટ મુજબ, એક મોડલની કિંમત 59.89 લાખ રૂપિયા અને બીજાની કિંમત 67.89 લાખ રૂપિયા છે. આ કિંમતો સામાન્ય વર્ગના બજેટની બહાર છે. અમેરિકામાં આ જ કાર 33 લાખ રૂપિયામાં મળે છે. તો ભારતમાં આટલી મોંઘી કેમ?. આ સમગ્ર ચિંતાનો એક જ જવાબ છે અને તે છે ટેક્સ. ટેસ્લા ભારતમાં પોતાની ગાડીઓ તૈયાર નથી કરી રહ્યુ. આ કાર ચીનમાં બને છે. અને ભારત આયાત કરવામાં આવે છે. ભારતમાં ઇલેક્ટ્રીક વાહનો પર 70 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવે છે. અને આ ઉપરાંત 30 ટકા લગ્ઝરી ટેક્સ લાદવામાં આવે છે. જેના કારણે ટેસ્લા કારની કિંમત બજેટને બહાર થઇ છે.
આ પણ વાંચો -ChatGPT ડાઉન થયા પછી સેવાઓ ફરી શરૂ થઈ, તેની અસર વિશ્વભરમાં જોવા મળી
ભારતમાં ટેસ્લા માટે કોઇ સરળ રસ્તો ?
એલન મસ્કની ટેસ્લાએ ભારતમાં ગ્રાહકો માટે મોટા સપનાઓ જોયા છે. પરંતુ કિંમત અને ટેક્સના કારણે શરૂઆતી પડકારો જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોનુ માનવુ છે જો ટેસ્લા ભારતમાં કારનુ ઉત્પાદન કરે તો તેને તેની કિંમત અને ડ્યૂટીમાં ઘટાડો જોવા મળી શકે છે. અને સામાન્ય વર્ગના લોકો પણ આ ટેસ્લા કાર ખરીદી શકે છે.