Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Refrigerator માંથી સતત આવે છે અવાજો, આ સામાન્ય પગલા અનુસરો, અને સમસ્યામાંથી છૂટકારો મેળવો

તમારા પણ રેફ્રિજરેટરમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા છે. અને આ અવાજો તમને પરેશાન કરી રહ્યા છે. તો ડરવાની જરૂર નથી. થોડી સમજણથી જ ફ્રીજમાંથી આવતા અવાજની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. જેના માટે આ ટિપ્સનો ઉપયોગ કરી જુઓ. આ ટિપ્સથી તમે તમારા રેફ્રિજરેટરના ઘોંઘાટની સમસ્યા જાતે જ ઠીક કરી શકો છો. ચાલો વિગતવાર સમજીએ કે તમારે શું કરવાની જરૂર છે.
refrigerator માંથી સતત આવે છે અવાજો  આ સામાન્ય પગલા અનુસરો  અને સમસ્યામાંથી છૂટકારો મેળવો
Advertisement
  • Refrigerator માંથી સતત અવાજ આવવાની સમસ્યા
  • કંપનીએ જણાવ્યા ઠીક કરવાના ઉપાય
  • પરેશાન થયા વગર જાતે જ કરો સમારકામ

Refrigerator શું તમારું રેફ્રિજરેટર પણ અવાજ કરે છે? એટલે કે, તમારા રેફ્રિજરેટરમાંથી પણ જોર જોરથી અવાજો (Loud noises) આવે છે? આ અવાજો વિવિધ પ્રકારના હોઈ શકે છે. જો સમયસર તેનું નિરાકરણ કરવામાં ન આવે તો મોટું નુકસાન પણ થઈ શકે છે. વાસ્તવમાં, રેફ્રિજરેટરના કેટલાક અવાજો ખૂબ જ સામાન્ય હોય છે. અને તેમના કામને કારણે ઉત્પન્ન થતા હોય છે. જો કે, કેટલાક અવાજો રેફ્રિજરેટરના ક્ષતિગ્રસ્ત ભાગો અથવા અન્ય બેદરકારીને કારણે પણ આવી શકે છે. ચાલો આપણે વિગતવાર સમજીએ કે તમે તમારા ફ્રીજમાં આવતા અવાજની સમસ્યાને જાતે કેવી રીતે ઠીક કરી શકો છો.

Refrigerator માં જોરથી ખટ ખટ જેવો અવાજ

જો તમારા રેફ્રિજરેટરમાં જોરથી સ્ક્રેપિંગ (Scraping) કે ધડાકા જેવો અવાજ આવી રહ્યો હોય, તો શક્ય છે કે કન્ડેન્સર ફેન (Condenser fan) મોટર ફ્રીઝરમાં બરફના જાડા પડ સાથે અથડાઈ રહી હોય. આ કિસ્સામાં, રેફ્રિજરેટરને ઓછામાં ઓછા 2 થી 3 કલાક માટે બંધ કરવું જોઈએ. આ સમય દરમિયાન તમે રેફ્રિજરેટર અને ફ્રીઝરના દરવાજા ખુલ્લા રાખી શકો છો. જેથી કન્ડેન્સર ફેન મોટરની આસપાસનો બરફ ઓગળી જાય. અને રેફ્રિજરેટર ફરીથી સરળતાથી કામ કરી શકે.

Advertisement

Refrigerator AVAJ 01_GUJARAT_FIRST

Advertisement

રેફ્રિજરેટરમાંથી ગુંજતો અવાજ

જો તમારા રેફ્રિજરેટરમાંથી ખડખડાટવાળો અવાજ આવી રહ્યો હોય, તો બની શકે છે કે તેના લેવલીંગની (Leveling) સમસ્યા હોય. આ કિસ્સામાં, પહેલા રેફ્રિજરેટરને હળવેથી હલાવો અને જુઓ કે તે યોગ્ય રીતે સંતુલિત છે કે નહીં. જો રેફ્રિજરેટર ધ્રુજતું લાગે, તો કોઈ પ્રકારનો ટેકો અથવા તેના પગ નીચે સ્ટેન્ડ (Stand) મૂકીને બેલેન્સ કરો. જો રેફ્રિજરેટરનો અવાજ હજું પણ ચાલુ રહે, તો અંદરની વસ્તુઓની ગોઠવણની તપાસ કરો. ક્યારેક, રેફ્રિજરેટરની અંદર ખોટી રીતે મૂકવામાં આવેલી વસ્તુઓ અથવા વાસણો રેફ્રિજરેટરના વાઇબ્રેશનને (Vibration) કારણે અવાજ પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં, ફ્રીજની અંદરની વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવો.

જોરથી ખડખડાટનોઅવાજ

જો રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર (Compressor) ચાલુ કરતી વખતે ખડખડાટ અવાજ કરે છે, તો તે કોમ્પ્રેસરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ સૂચવે છે કે તમારા કોમ્પ્રેસર ફિટિંગ (Fitting) સમય જતાં ઢીલા પડી ગયા છે. જેના કારણે તે સ્ટાર્ટઅપ (Startup) દરમિયાન ધ્રુજારી થાય છે. અને ખડખડાટ અવાજ આવે છે. તે કોમ્પ્રેસરની સમસ્યા અથવા ગેસ બ્લોકેજ પણ સૂચવી શકે છે. આ કિસ્સામાં, તમે અવાજ બંધ થયો છે કે નહીં તે જોવા માટે રેફ્રિજરેટરને ઓછામાં ઓછા 24 કલાક માટે બંધ રાખો.

Refrigerator AVAJ 02_GUJARAT_FIRST

રેફ્રિજરેટરમાંથી સીટીનો અવાજ

તમારા ફ્રીજમાં સીટીનો અવાજ આવે છે, તો તે રેફ્રિજરેટરના સર્ક્યુલેશન ફેનનો (Circulation fan) હોઈ શકે છે. આ અવાજથી છુટકારો મેળવવા માટે, તમારે ફક્ત રેફ્રિજરેટરને થોડું ખસેડવું પડશે. ફ્રીજને દિવાલથી બે-ત્રણ ઇંચ દૂર ખસેડવાથી અને તેના પર કંઈપણ રાખવાથી અવાજ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

વસ્તુઓ પડવાનો અવાજ

રેફ્રિજરેટરમાં કંઈક અંદર પડી રહ્યું હોય એવો અવાજ આવે, તો તે કદાચ આઈસ મેકરનો (Ice maker) અવાજ છે. આજના આધુનિક રેફ્રિજરેટરમાં બરફ બનાવવાની સુવિધા હોય છે. જેમાં સતત બરફ બનવાની પ્રક્રિયા થતી હોય છે. બની ગયા પછી બરફ બકેટમાં (Ice bucket) પડી જાય છે. તે સમયે આ અવાજ થતો હોય છે. જો તમારા રેફ્રિજરેટરમાં આ સુવિધા હોય, તો આ અવાજ રોકવા માટે તેને બંધ કરી શકો છો.

આ પણ વાંચો- Laptop ભૂલવાની આદત હોય તો આ ફીચર તમને ખુબ ઉપયોગી નિવડશે !

આ પણ વાંચો- Smart Tips: Google Chrome નો ઉપયોગ થઈ જશે વધુ સ્મૂધ, માત્ર આ 4 ટિપ્સથી તમારા કોમ્યુટરની ગતિ ઝડપી થશે

Tags :
Advertisement

.

×