AI નો ઉપયોગ કરીને Child Abuse કન્ટેન્ટ બનાવવામાં આવશે, તો સજા થશે
- આખી દુનિયામાં AIના ફાયદાઓની ચર્ચા થઈ રહી છે
- AIના ગેરફાયદાઓને પણ અવગણી શકાય નહીં
- યુકે આ પ્રકારનો કાયદો બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો
Child Abuse: આખી દુનિયામાં AI વિશે ચર્ચા થઈ રહી છે. જ્યારે તેના ફાયદાઓની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, ત્યારે તેના ગેરફાયદાઓને પણ અવગણી શકાય નહીં. યુકેએ AI અંગે એક મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે AI ની મદદથી child abuse કન્ટેન્ટ બનાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. યુકે આ પ્રકારનો કાયદો બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ચાલો તેના વિશે વિગતવાર જણાવીએ. યુકે સરકારમાં ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે AI દ્વારા જનરેટ થતી બાળ પોર્નોગ્રાફી છબીઓ જેવા જોખમોને રોકવા માટે ચાર નવા કાયદા રજૂ કરવામાં આવશે તથા ગુનેગાર માટે 5 વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ છે.
યુકે ગૃહ મંત્રાલયે માહિતી આપી
આ અંગે, યુકેના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટન વિશ્વનો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે, જે child abuse કન્ટેન્ટ બનાવતા AI ઉત્પાદનો રાખવા, બનાવવા અથવા વિતરણ કરવાને ગેરકાયદેસર બનાવે છે.
શિક્ષણ આપવું પણ ગેરકાયદેસર હશે
AI પીડોફાઇલ મેન્યુઅલ રાખવાને પણ ગેરકાયદેસર શ્રેણીમાં ગણવામાં આવ્યું છે અને ગુનેગારોને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે. AI પીડોફાઇલ મેન્યુઅલ હેઠળ, લોકોને જાતીય શોષણ માટે AI નો ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે.
વેબસાઇટ પણ શામેલ હશે
નવા કાયદા હેઠળ, બાળ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી શેર કરતી વેબસાઇટ્સ પણ child abuse કન્ટેન્ટ હેઠળ આવશે. નવા કાયદામાં એવી વેબસાઇટ્સનો પણ સમાવેશ થશે જે બાળકોને જાતીય શોષણ માટે કેવી રીતે તૈયાર કરવા તે અંગે સલાહ આપે છે.
ક્રાઇમ એજન્સીએ કહ્યું...
મીડિયા રિપોર્ટ્સમાં નેશનલ ક્રાઈમ એજન્સીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બાળકોને ઓનલાઈન જોખમો અને સંબંધિત બાબતોથી બચાવવા માટે દર મહિને 800 ધરપકડ કરવામાં આવે છે. આ લોકો દેશભરના બાળકો માટે ખતરો છે, જે પુખ્ત વસ્તીના 1.6 ટકા છે. ઓનલાઇન અને ઓફલાઇન જોખમો ઉભા કરે છે.
આ પણ વાંચો: Ambaji ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરાશે