Vijay Thalapathy નો ડિજિટલ જાદુ, TVK ના હાઈટેક પ્રચારે તમિલનાડુમાં સર્જી રાજકીય સુનામી
- Vijay Thalapathy : ડિજિટલ 'વિજય રથ' પર સવાર થઈ વિજયે જીતી જંગ
- AI અને સોશિયલ મીડિયાથી તમિલનાડુમાં આવી સુનામી
- 85 હજાર ફૅન ક્લબ્સ બન્યા વિજયના ડિજિટલ વોરિયર્સ
- પરંપરાગત પ્રચારના બદલે હાઈટેક વ્યૂહરચના પર જોર
- હોલોગ્રામ રેલીઓ અને વર્ચ્યુઅલ મેસેજિંગનો જાદુ ચાલ્યો
- માત્ર 2 વર્ષમાં નવી પાર્ટીએ તમિલનાડુમાં મેળવી સત્તા
Vijay Thalapathy : તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર વિજયની [Vijay] પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ પરંપરાગત પ્રચાર પદ્ધતિઓને પાછળ છોડીને ડિજિટલ ક્રાંતિ [Digital Revolution] દ્વારા ઐતિહાસિક વિજય મેળવ્યો છે. રિપોર્ટ મુજબ, વિજયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), હોલોગ્રામ અને સોશિયલ મીડિયાનો એવો ઉપયોગ કર્યો કે માત્ર બે વર્ષમાં જ તેમની પાર્ટીએ રાજ્યમાં સત્તા પર કબજો જમાવી લીધો.
Vijay Thalapathy : ફૅન ક્લબ્સ બન્યા ડિજિટલ વોરિયર્સ
વિજયે તેમના લગભગ 85,000 થી વધુ ફૅન ક્લબ્સ (Fan Clubs) ને માત્ર સમર્થકો નહીં, પરંતુ માઇક્રો-ઇન્ફ્લુએન્સર તરીકે તૈયાર કર્યા હતા. આ નેટવર્કે સોશિયલ મીડિયા પર પાર્ટીનો સંદેશ દરેક મોબાઈલ સ્ક્રીન સુધી પહોંચાડી દીધો. આ ડિજિટલ વ્યૂહરચનાએ (Digital Strategy) ખાસ કરીને યુવાનો અને મધ્યમ વર્ગના પરિવારોને સીધા પક્ષ સાથે જોડ્યા હતા.
AI અને હોલોગ્રામ રેલીઓનો દબદબો
આ ચૂંટણીમાં ટેકનોલોજીનો (Technology) અભૂતપૂર્વ ઉપયોગ જોવા મળ્યો હતો. વિજયે હોલોગ્રામ રેલીઓ [Hologram Rallies] અને AI-જનરેટેડ વીડિયો દ્વારા એકસાથે અનેક સ્થળોએ પોતાની હાજરી નોંધાવી હતી. આ પ્રકારના વર્ચ્યુઅલ મેસેજિંગથી લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. વાયરલ રીલ્સ અને ટૂંકા ઈમોશનલ મેસેજિસને કારણે યુઝર્સ આ અભિયાન સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શક્યા હતા.
યુથ સુનામી અને કૌટુંબિક જોડાણ
ઝુંબેશના અંતિમ તબક્કામાં વિજયે 'યુથ સુનામી' (Youth Tsunami) નો નારો આપ્યો હતો. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થયા જેમાં યુવાનો પોતાના ઘરના સભ્યોને TVK ને વોટ આપવા પ્રેરિત કરતા દેખાયા હતા. આ 'પીઅર-ટુ-પીઅર' કમ્યુનિકેશનને કારણે મહિલાઓની ભાગીદારીમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો, જે વિજયની જીતનું મુખ્ય કારણ બન્યું હતું.


