ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતની બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વને વિશ્વાસ, 4 અન્ય દેશોએ ખરીદી માટે તૈયારી દર્શાવી

બ્રહ્મોસ એનર્જીના ટ્રાયલ રન શરૂ થઇ ચુક્યા છે. આ ટ્રાયલ 2026 સુધીમાં પૂર્ણ થઇ જશે. એનર્જી વર્જનને સુખોઇ 30 એમકેઆઇ ફાઇટર પ્લેન સાથે જોડવામાં આવશે.
11:43 AM Feb 13, 2025 IST | KRUTARTH JOSHI
બ્રહ્મોસ એનર્જીના ટ્રાયલ રન શરૂ થઇ ચુક્યા છે. આ ટ્રાયલ 2026 સુધીમાં પૂર્ણ થઇ જશે. એનર્જી વર્જનને સુખોઇ 30 એમકેઆઇ ફાઇટર પ્લેન સાથે જોડવામાં આવશે.
brahmos missile testing

નવી દિલ્હી : બ્રહ્મોસ એનર્જીના ટ્રાયલ રન શરૂ થઇ ચુક્યા છે. આ ટ્રાયલ 2026 સુધીમાં પૂર્ણ થઇ જશે. એનર્જી વર્જનને સુખોઇ 30 એમકેઆઇ ફાઇટર પ્લેન સાથે જોડવામાં આવશે. તેને સુખોઇના પરંપરાગત પાંખ પર લગાવવામાં આવશે.

વૈશ્વિક ક્ષેત્રે બ્રહ્મોસ મિસાઇલનો દબદબો

ભારતની બનાવાયેલી બ્રહ્મોસ મિસાઇલના ફેન વિશ્વના અનેક દેશો બની ચુક્યા છે. ફિલીપીંસ બાદ હવે સમાચાર છે કે, ચાર બીજા દેશોએ આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલને પ્રાપ્ત કરવામાં રસ દર્શાવ્યો છે. જો કે આ અંગે સેના અથવા સરકાર તરફથી અધિકારીક રીતે કંઇક નથી કરવામાં આવ્યા છે. ભારતે ગત્ત વર્ષે જ ફિલીપીંસને બ્રહ્મોસની ડિલીવરી કરવાનું શરૂ કરી દીધી છે.

આ પણ  વાંચો : Junagadh: 'ભાજપની ચાપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે' ચૂંટણીમાં કોંગ્રેસ નેતાનું ધમકીભર્યુ નિવેદન

બીજા 4 દેશોએ ખરીદવામાં રસ દર્શાવ્યો

ટ્રિબ્યુનલ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારત 4 બીજા દેશોને બ્રહ્મોસ વેચવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટમાં સુત્રોના હવાલાથી જણાવ્યું કે, તેમાં સંયુક્ત અરબ અમીરાત, સઉદી અર, ઇજીપ્ત, વિયતનામનો સમાવેશ થાય છે. તેની પહેલા ભારત પહેલા જ આ મિસાઇલ ફિલીપીંસને વેચી ચુક્યું છે. ઇન્ડોનેશિયાથી ડિલ પર ચર્ચાઓનો દોર છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, થોડા સમયમાં ઇન્ડોનેશિયામાં એક પ્રતિનિધિમંડળ ભારત આવી શકે છે.

બ્રહ્મોસનું લેન્ડ વર્ઝન ખરીદવામાં રસ

રિપોર્ટ અનુસાર દેશના મુખ્ય રીતે બ્રહ્મોસનું લેન્ડ વર્ઝન ખરીદવામાં રસ દર્શાવી રહ્યું છે. જ્યારે ફિલીપીંસને કિનારા પર ઉપયોગ કરનારા વેરિએન્ટની માંગ કરી હતી, જે એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ બની શકે છે. તેની રેન્જ 290 કિલોમીટર હશે. ભારત પાસે જમીન, સમુદ્ર અને હવાઇ વર્ઝન છે. ખાસ વાત છે કે, ફિલિપિનસ તે 6 દેશોમાંથી એક છે જેનો સમુદ્ર મામલે ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ  વાંચો : Pariksha pe charcha 2025 : ટેકનિકલ ગુરુજીએ જણાવી ટ્રિક, દરેક વિદ્યાર્થીએ તેમના ફોનમાં કરવી જોઇએ

બ્રહ્મોસનું ટ્રાયલ શરૂ થઇ ચુક્યું છે

અખબાર સાથેની વાતચીતમાં બ્રહ્મોસ મહાનિર્દેશક જેઆર જોસીએ માહિતી આપી કે, બ્રહ્મોસ એનજીના ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. તે ટ્રાયલ 2026 સુધી પૂર્ણ થઇ જશે. એનજી વર્ઝનને સુખોઇ 30 એમકેઆઇ ફાઇટર પ્લેનની સાથે જોડવામાં આવનાર છે. તેને સુખોઇની પાંખ પર લગાવવામાં આવશે. એરો ઇન્ડિયા 2025 દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત ઐતિહાસિક રીતે પોતાના સંરક્ષણ જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર રહ્યુ છે. હું છેલ્લા એક દશકની વાત કરુ તો આપણા દેશમાં 65 થી 70 ટકા સંરક્ષણ ઉપકરણ આયાત કરવામાં આવે છે. જો કે આજની સ્થિતિ ચમત્કારથી કમ નથી. જો કે આજે દેશમાં લગભગ તેટલા જ ટકા સંરક્ષણ ઉત્પાદન થઇ રહ્યું છે.

આજે દેશ સંરક્ષણ બાબતે આત્મનિર્ભર બનવા તરફ

આજે દેશ એક એવા સમય પર ઉભો છે જ્યાં ફાઇટર પ્લેન, મિસાઇલ પ્રણાલી, નૌસૈન્ય જહાજ અને તેવા અનેક ઉપકરણ અને પ્લેટફોર્મ ન માત્ર આપણી સીમાઓનું સંરક્ષણ કરી રહ્યા છે પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ  વાંચો : Mahakumbh : આજે ભક્તોની સંખ્યા 50 કરોડને પાર કરી શકે છે, મહાશિવરાત્રી પર રેકોર્ડ તૂટશે

Tags :
BrahMos missileGujarat FirstGUJARAT FIRST NEWSSaudi ArabiaUAE
Next Article