Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSNL ના આ પ્લાને Jio Airtel નું ટેન્શન વધાર્યું, પ્લાન જાણીને ચોંકી જશો

BSNL સતત નવા નવા ઓફર્સ લાવી રહી છે આ પ્લાને Jio, Airtelનું ટેન્શન વધાર્યું 797 રૂપિયાનો એક દમદાર પ્લાન સામેલ કર્યો BSNL Plan: Jio, Airtel અને વીઆઈને કડક ટક્કર આપવા માટે BSNL સતત નવા નવા ઓફર્સ લાવી રહ્યું છે....
bsnl ના આ પ્લાને jio airtel નું ટેન્શન વધાર્યું  પ્લાન જાણીને ચોંકી જશો
  • BSNL સતત નવા નવા ઓફર્સ લાવી રહી છે
  • આ પ્લાને Jio, Airtelનું ટેન્શન વધાર્યું
  • 797 રૂપિયાનો એક દમદાર પ્લાન સામેલ કર્યો

BSNL Plan: Jio, Airtel અને વીઆઈને કડક ટક્કર આપવા માટે BSNL સતત નવા નવા ઓફર્સ લાવી રહ્યું છે. કંપનીના સસ્તા પ્લાન(BSNL Plan) નો લાભ લેવા માટે લાખો લોકોએ BSNL માં તેમનો નંબર પોર્ટ કરાવી લીધો છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન્સ મોંઘા થયા પછી સસ્તા પ્લાન માટે મોબાઇલ યુઝર્સ પાસે માત્ર BSNL નો જ વિકલ્પ બચ્યો છે. BSNL એ હવે તેની યાદીમાં એક એવો રિચાર્જ પ્લાન સામેલ કર્યો છે જેણે Jio, Airtel અને VI ની ચિંતા વધારી દીધી છે.

Advertisement

BSNL પ્લાન્સની યાદીને અપગ્રેડ કરી

ખરેખર BSNL એ તેના પ્લાન્સ(BSNL Plan)ની યાદીને અપગ્રેડ કરી છે. કંપનીએ તેની યાદીમાં યુઝર્સની સગવડતાને ધ્યાનમાં રાખીને દરેક કેટેગરીનો પ્લાન સામેલ કર્યો છે. હવે BSNL એક એવો રિચાર્જ પ્લાન લાવ્યું છે જેણે ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે. BSNL હવે સૌથી ઓછી કિંમતમાં તેના યુઝર્સને 300 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે. ચાલો આપને BSNL ના આ રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.

આ પણ  વાંચો -Jio Cloud Storage મળશે મફત, Google અને Microsoft થી મળશે રાહત

Advertisement

300 દિવસની વેલિડિટી વાળો પ્લાન લઈને આવી છે

તમને જણાવી દઈએ કે BSNL એ તેની યાદીમાં એક એવો રિચાર્જ પ્લાન સામેલ કર્યો છે જેણે મોબાઇલ યુઝર્સની મોજ કરાવી દીધી છે. સરકારી ટેલિકોમ કંપની અત્યાર સુધીનો સૌથી સસ્તો 300 દિવસની વેલિડિટી વાળો પ્લાન લઈને આવી છે. BSNL એ તાજેતરમાં તેની યાદીમાં 797 રૂપિયાનો એક દમદાર પ્લાન સામેલ કર્યો છે. આમાં કંપની કરોડો યુઝર્સને 300 દિવસની લાંબી વેલિડિટી ઉપલબ્ધ કરાવી રહી છે. તમને જણાવી દઈએ કે આ કિંમતમાં ખાનગી કંપનીઓ તેમના ગ્રાહકોને 84 થી 90 દિવસની વેલિડિટી જ ઓફર કરી રહી છે.

આ પણ  વાંચો -ELON MUSK ની મોટી જાહેરાત, વિશ્વના દરેક ખૂણા સુધી આપશે ફ્રી INTERNET

Advertisement

60 દિવસ સુધી દૈનિક 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે

BSNL ના આ 797 રૂપિયાના પ્લાન (BSNL Plan)સાથે તમે 300 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કૉલિંગ કરી શકો છો. તમે એક જ વખતમાં વારંવાર રિચાર્જ પ્લાન લેવાના ઝંઝટમાંથી મુક્ત થઈ જાઓ છો. આ પ્લાન એ યુઝર્સ માટે પણ સૌથી કરકસરયુક્ત છે જેમને વધુ ડેટા જોઈએ છે. BSNL તેના ગ્રાહકોને પ્લાનના શરૂઆતના 60 દિવસ સુધી દૈનિક 2GB ડેટા ઓફર કરે છે. ડેટાની જેમ જ તમને શરૂઆતના 60 દિવસ સુધી દૈનિક 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે

Tags :
Advertisement

.