Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Charging Cable વારંવાર ખરાબ થઈ જાય છે? અપનાવો આ સ્માર્ટ ટિપ્સ

Charging Cable : આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે, પરંતુ તેની સાથે જોડાયેલ ચાર્જિંગ કેબલ (Charging Cable) ખૂબ જ જલ્દી તૂટી કે ખરાબ થઈ જતી હોય છે. વારંવાર નવો કેબલ ખરીદવા પાછળ ખર્ચ કરવાને બદલે જો થોડી કાળજી રાખવામાં આવે તો તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.
charging cable વારંવાર ખરાબ થઈ જાય છે  અપનાવો આ સ્માર્ટ ટિપ્સ
Advertisement
  • Charging Cable ને લાંબો સમય ટકાવવાની રીત
  • વાયર ખેંચવાને બદલે પ્લગથી પકડીને કાઢો
  • કેબલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરી તૂટતા અટકાવો
  • ભેજ અને ગરમીથી ચાર્જરને દૂર રાખો
  • ઓરિજિનલ કેબલનો જ આગ્રહ રાખવો હિતાવહ

Charging Cable : આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે, પરંતુ તેની સાથે જોડાયેલ ચાર્જિંગ કેબલ (Charging Cable) ખૂબ જ જલ્દી તૂટી કે ખરાબ થઈ જતી હોય છે. વારંવાર નવો કેબલ ખરીદવા પાછળ ખર્ચ કરવાને બદલે જો થોડી કાળજી રાખવામાં આવે તો તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.

Charging Cable : કેબલને યોગ્ય રીતે પકડો

મોટાભાગના લોકો ચાર્જિંગ દૂર કરતી વખતે વાયર ખેંચતા હોય છે. હંમેશા કેબલના કનેક્ટર (Connector) ભાગથી પકડીને તેને પ્લગમાંથી બહાર કાઢવી જોઈએ. વાયર ખેંચવાથી અંદરના બારીક તાંતણા તૂટી શકે છે, જેને કારણે ચાર્જિંગ સ્પીડ (Charging Speed) ઘટી જાય છે.

Advertisement

કેબલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરો

જ્યાંથી વાયર કનેક્ટર સાથે જોડાયેલો હોય છે ત્યાંથી તે વળવાની કે તૂટવાની શક્યતા સૌથી વધુ હોય છે. બજારમાં મળતા સસ્તા કેબલ પ્રોટેક્ટર (Cable Protector) અથવા સ્પ્રિંગનો ઉપયોગ કરીને તમે આ નબળા બિંદુને મજબૂતી આપી શકો છો.

Advertisement

tips-to-prevent-charging-cable-damage-lifespan

કેબલને વાળવાની સાચી રીત

જ્યારે કેબલનો ઉપયોગ ન હોય ત્યારે તેને એકદમ ટાઈટ અથવા આડેધડ વાળવાને બદલે હળવા હાથે ગોળાકારમાં લપેટવી જોઈએ. કેબલ પર વધુ પડતું દબાણ (Strain) આવવાથી તેની લાઈફ ઘટી જાય છે.

ભેજ અને ગરમીથી બચાવો

તમારી ચાર્જિંગ એસેસરીઝને (Charging Accessories) સીધા સૂર્યપ્રકાશ અથવા ભેજવાળી જગ્યાએ ન રાખવી જોઈએ. વધુ પડતી ગરમીને કારણે વાયરનું બહારનું પ્લાસ્ટિક પડ નબળું પડી જાય છે અને તે જલ્દી ક્રેક થઈ શકે છે.

આ પણ વાંચો : WhatsApp stop working: કરોડો સ્માર્ટફોન થઈ જશે ડબ્બા, લાખો યુઝર્સે ફરજિયાત નવો ફોન ખરીદવો પડશે!

Tags :
Advertisement

.

×