Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Toilet Seat in Car : વોશરૂમ સાથે કારનું મોડેલ લોન્ચ કરશે ચાઇનીઝ કંપની

Toilet Seat in Car ને લઇને મોટી અપડેટ સામે આવી છે, ચીની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક સેરેસે (Chinese EV Car Company - Seres) તેની કાર માટે ઇન-કાર ટોઇલેટ પેટન્ટ (In Car Toilet Patent) કરાવ્યું છે. કંપનીએ આ વિચાર ખાસ કરીને એવા લોકો માટે વિકસાવ્યો છે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે, અથવા જેમને રસ્તા પર સરળતાથી શૌચાલયની સુવિધા મળતી નથી.
toilet seat in car   વોશરૂમ સાથે કારનું મોડેલ લોન્ચ કરશે ચાઇનીઝ કંપની
Advertisement
  • Toilet Seat in Car ને લઇને મોટી અપડેટ સામે આવી છે
  • ચાઇનીઝ કંપનીએ કારમાં વોશરૂમનું પેટન્ટ મેળવ્યું છે
  • લાંબી મુસાફરી કરતા લોકો માટે આશિર્વાદ સમાન બનશે

Toilet Seat in Car : આજે ઓટોમોબાઈલ ઉદ્યોગ ઝડપથી બદલાઈ રહ્યો છે. આ જ કારણ છે કે, કાર કંપનીઓ ગ્રાહકોને નવી સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયોગો કરી રહી છે. દરમિયાન, એક ચીની કંપની, સેરેસે, કારની (Chinese EV Car Company - Seres) અંદર શૌચાલય સ્થાપિત (Toilet Car In Seres Car) કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વાત થોડી વિચિત્ર લાગે છે, પરંતુ ભવિષ્યમાં તે લાંબી મુસાફરી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Toilet Seat in Car, નવી પેટેન્ટ મેળવી

ચીની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક સેરેસે (Chinese EV Car Company - Seres) તેની કાર માટે ઇન-કાર ટોઇલેટ પેટન્ટ (In Car Toilet Patent) કરાવ્યું છે. કંપનીએ આ વિચાર ખાસ કરીને એવા લોકો માટે વિકસાવ્યો છે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે, અથવા જેમને રસ્તા પર સરળતાથી શૌચાલયની સુવિધા મળતી નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------ TEE-01B Satellite : ઇઝરાયલ-અમેરિકા સામેના યુદ્ધમાં ઇરાનનું 'ચાઇનીઝ' બ્રહ્માસ્ત્ર

Toilet Seat in Car, ફોલ્ડિંગ અથવા હાઇટ્રોલિક સિસ્ટમ હોઇ શકે

આ સિસ્ટમની અનોખી વિશેષતા એ છે કે, ટોઇલેટ કારની સીટની અંદર ફિટ થશે. જરૂર પડ્યે તેને બહાર કાઢી શકાશે, અને ઉપયોગ કર્યા પછી પાછું અંદર મુકી શકાય છે. આનો અર્થ એ છે કે તે ફોલ્ડિંગ અથવા હાઇડ્રોલિક સિસ્ટમની જેમ કાર્ય કરશે, અને કારની અંદર જગ્યા ઘટાડશે.

આધુનિક વ્યવસ્થા હશે

સ્વચ્છતા અને ગંધ જેવા મુદ્દાઓને સંબોધવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે, તેમાં આંતરિક ગંધ ઘટાડવા માટે અદ્યતન કચરા નિકાલ વ્યવસ્થા અને ગંધ નિયંત્રણ ફિલ્ટર્સ, અથવા અન્ય તકનીકો હશે. ચીની કંપની સેરેસે ગયા વર્ષે એપ્રિલમાં ઇન-કાર ટોઇલેટ માટે અરજી કરી હતી.

ટ્રાફિકમાં ફસાયેલા લોકો માટે મોટી રાહત

આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે, જેઓ લાંબી રોડ ટ્રિપ પર જાય છે, હાઇવે પર મુસાફરી કરે છે, અથવા લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. આ સમય દરમિયાન શૌચાલયની ઉપલબ્ધી એક મોટી સમસ્યા બની શકે છે, જેને આ ટેકનોલોજી દૂર કરવાનો દાવો કરે છે.

સ્વચ્છતાને લઇને પ્રશ્નો ઉઠ્યા

આ સમાચાર પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક લોકો તેને ભવિષ્યની જરૂરિયાત અને એક નોંધપાત્ર નવીનતા તરીકે ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો કારની સ્વચ્છતા અને સલામતી અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. કંપનીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે, આ સુવિધા કારમાં ક્યારે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો ------------ WhatsApp Feature : હવે મેસેજ પણ નક્કી કરેલા સમયે ગાયબ થઇ જશે

Tags :
Advertisement

.

×